• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Gujarat» Ambani Family Enjoyed Garba In Chorwad In December 2011

ગરબાના શોખીન છે અંબાણી ભાઇઓ, ચોરવાડમાં આ રીતે લીધા હતા રાસડા

અમદાવાદઃ 4 જૂને અનિલ અંબાણી 58 વર્ષ પૂર્ણ કરશે ત્યારે વાત કરીએ અંબાણી ભાઇઓના ગરબાના શોખની. દેશના સૌથી ધનિક અંબાણી ભાઇઓ અને તેમનો પરિવાર કોઇપણ અન્ય ગુજરાતીની જેમ જ ગરબાનો શોખીન છે. ડિસેમ્બર 2011માં જયારે ચોરવાડમાં સ્વ.ધીરુભાઇ અંબાણીના મેમોરીયલ હાઉસનું ઉદ્ધાટન થયું તે પ્રસંગે અંબાણી ફેમિલીએ ભવાની માતાના મંદિરમાં રાસ-ગરબા રમ્યો હતો.
 
અંબાણી પરિવારે સનેડાનું આયોજન પણ કર્યું હતું. જેમાં અનિલ, ટીના, મુકેશ, નીતા અંબાણીએ ભાગ લીધો હતો. પરિવારના નાના-મોટા તમામ સભ્યો મન મૂકીને ગરબા રમ્યા હતા. ભાગવત કથાકાર રમેશભાઇ ઓઝાની હાજરીમાં વાસ્તુયજ્ઞની પૂર્ણાહુતિ થયા બાદ સાંજે અંબાણી પરિવાર ગરબે ઘૂમ્યો હતો.
 
નીતા અંબાણી પણ નાચ-ગાનમાં કોઈનાથી પાછળ ના રહ્યાં. ગુજરાતી પરંપરાગત રાસ-ગરબા કરવામાં તો અનિલ અંબાણીએ બાજી મારી લીધી. તેઓએ તો ગુજરાતી વેશભૂષા પણ પહેરી હતી. મુકેશ અને અનિલ અંબાણીના માતા કોકિલા બહેને પણ પરંપરાગત ગુજરાતી ગરબાની રંગત માણી. તેમના દિકરા-દિકરીઓ પણ ફ્લોર ઉપર ગરબામાં ઉત્સાહમાં આવી ઝૂમી ઉઠ્યાં હતાં.
 
આગળની સ્લાઇડમાં જુઓ અંબાણી ફેમિલીની રાસ-ગરબાની કેટલીક વધુ તસવીરો...
(Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ambani Family Enjoyed Garba In Chorwad In December 2011
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.