• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Experts »Economy» Will Fall Government Next Budget Have On Farmers By Ajay Naik

આગામી બજેટમાં ખેડૂતો પર સરકાર વરસી પડશે

આગામી બજેટમાં ખેડૂતો પર સરકાર વરસી પડશે
આવખતે બજેટ ફેબ્રુઆરી મહિનાના અંતના બદલે પ્રારંભે આવી રહ્યું છે, એટલુ જ નહીં રેલવે બજેટ પણ અલગથી રજૂ કરાશે નહીં. વળી, પાંચ રાજ્યોમાં ચૂંટણી હોવાથી પણ આ બજેટનું મહત્વ વધી ગયું છે. જો કે, ચૂંટણીપંચે સરકારને આ પાંચ રાજ્યો અંગે કોઈ જાહેરાત નહીં કરવાની તાકિદ કરી છે પરંતુ આ વસ્તુ શક્ય બનવાની નથી. આડકતરી રીતે પણ સરકાર એવી કોઈ જાહેરાત કરશે કે જેનાથી તેને ફાયદો થાય. વળી, ઉત્તર પ્રદેશ જેવુ રાજ્ય તો કૃષિપ્રધાન હોવાથી ત્યાં આ અંગેની જાહેરાત કરવી જ પડે છે, પરંતુ બદલાયેલી પરિસ્થિતિમાં સરકાર કેવી અને કેટલી જાહેરાત કરે છે તે જોવાનું રહેશે. એવુ મનાય છે કે, સરકારનો સૌથી મોટો ફોકસ એરિયા કૃષિ ક્ષેત્ર પર જ રહેશે, કારણ કે, દેશમાં ખેડૂતોની સંખ્યા તથા તેમની પાસે પરચેસિંગ પાવર હોવાથી તેમને ખુશ રાખવા જરૂરી છે.
 
આ ઉપરાંત થોડા સમય પહેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતાં અને તેમણે ખેડૂતોની લોન માફ કરવાની માંગણી કરી હતી. આ માંગણી વ્યાજબી હોવાથી સ્વાભાવિક છે કે, કેન્દ્ર સરકાર તેનો બચાવ કરશે. પરંતુ સાથે જ ખેડૂતોની તરફેણમાં નિર્ણય લે તેવી પૂરી શક્યતા છે. બજેટ અગાઉ વિવિધ જૂથ દ્વારા નાણાંમંત્રીને અનેક પ્રકારની ભલામણ કરાઈ છે. તેમાં મુખ્યત્વે કૃષિ ધિરાણની વિગતનું કોમ્પ્યુટિકરણ કરવું તથા કેન્દ્ર અને રાજ્યોની વિવિધ લોન રાહત દરે ખેડૂતોને પૂરી પાડવી.આ ઉપરાંત ફ્લોરીકલ્ચર અને હોર્ટીકલ્ચરને પ્રોત્સાહન આપવા માટે સસ્તુ ધિરાણ પૂરુ પાડવું. ખેડૂતોની સ્કીલ સુધારવા માટે તેમને તાલિમ મળે તે માટે વધુ પ્રમાણમાં ડેવલપમેન્ટ સેન્ટર ખોલવા વગેરે માંગણીઓનો પણ સમાવેશ થાય છે. કૃષિ વિકાસ કેન્દ્ર હાલમાં અનેક સ્થળે કાર્યરત છે પરંતુ ખેડૂતોને સમયની સાથે જે સ્કીલ મળવી જોઇએ તે મળતી નથી. આથી વૈશ્વિક કક્ષાની સ્કીલ મળી રહે તે માટે આ કેન્દ્રનો વ્યાપ વધારવો જરૂરી છે. ખાદ્યાન્ન સબસિડીનો મુદ્દો પણ મહત્વનો છે.
 
ખાદ્યાન્ન મંત્રાલયે 41000 કરોડની સબસિડી ફાળવવા માંગ કરી છે. બીજી બાજુ ડબ્લ્યુટીઓ જેવા સંગઠનો ખાદ્યાન્ન સબસિડી ઘટાડવા પર ભાર આપી રહ્યાં છે. આપણા દેશમાં ખાદ્યાન્ન સબસિડીનું પ્રમાણ વધુ હોવાથી બજેટ પર તેની અવળી અસર થાય છે. દરેક રાજ્ય સરકારો ચૂંટણી સમયે મતદારોને આકર્ષવા માટે અનેક પ્રકારની લોભામણી યોજનાઓ જાહેર કરે છે. તેમાં મુખ્યત્વે સસ્તા દરે કે તદ્દન મફત ડાંગર તથા જાડુ ધાન આપવાની યોજના મુખ્ય હોય છે. સરકાર આવી સબસિડીની ફેરચકાસણી કરવાનું વિચારી રહી છે. સબસિડી જરૂરિયાતમંદ લોકોને જ મળે તે જરૂરી છે. આ માટે જ તાજેતરમાં સબસિડીને આધારકાર્ડ સાથે લિંક કરીને ડાયરેક્ટ બેંકમાં જમા કરાવવાની યોજના અમલી બનાવાઈ છે. આમ છતાં ઘણાં બધા લોકો પાસે બેંક ખાતા કે, આધારકાર્ડ નહીં હોવાથી તેમને સબસિડીનો સીધો લાભ મળી શકતો નથી. આથી જ હવે આધારકાર્ડને મહત્વનો દસ્તાવેજ બનાવીને નોટબંધી બાદ મોટા પ્રમાણમાં લોકોના ખાતા ખોલવામાં આવ્યા છે.સિંચાઈ યોજનાઓને વધુ મજબૂત બનાવવાની પણ વાત છે.
 
પરિણામે જે વિસ્તારમાં માત્ર સિંચાઈ આધારીત ખેતી થાય છે ત્યાં પણ મોટા પ્રમાણમાં પાક લઈ શકાય અને ખેડૂતોને આર્થિક રીતે પગભર કરી શકાય એટલા માટે ગયા વર્ષે પણ સરકારે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ 5300 કરોડ ફાળવ્યા હતાં. ચાલુ વર્ષે પણ આ રકમમાં મોટા પ્રમાણમાં વધારો કરવામાં આવે તેમ મનાઈ રહ્યું છે. નોટબંધી બાદ દેશમાં મોટા પ્રમાણમાં રોકડની ખેંચ પડી તેનો સૌથી વધુ ભોગ ખેડૂતો બન્યા છે, આથી નવા વર્ષના વક્તવ્ય દરમિયાન વડાપ્રધાને એવી જાહેરાત કરી હતી કે, સહકારી મંડળીઓમાંથી પણ ખેડૂતોને સરળતાથી લોન મળી રહે તે માટે તેમને રૂ-પે ડેબિટ કાર્ડ આપવામાં આવશે. લગભગ ત્રણ કરોડ ખેડૂતો પાસે કિશાન ક્રેડિટ કાર્ડ છે. આથી આ ખેડૂતો માટે વ્યાજમાફીની પણ જાહેરાત કરાઈ છે. રવિપાક માટે જે ખેડૂતોએ જિલ્લા સહકારી બેંકો પાસેથી લોન લીધી હશે તેવા ખેડૂતોનું બે મહિનાનું વ્યાજ માફ કરવાની જાહેરાત કરી છે.  છેલ્લા કેટલાક વખતથી જેના માટે ઘણી બધી વખત વાતો થઈ તે ઓનલાઈન મંડીનું હજુ ઠેકાણુ પડતુ નથી. આ માટે એ.પી.એમ.સી. એક્ટમાં સુધારો પણ કરાયો છે છતાં અને કેટલાક પાયલોટ પ્રોજેક્ટ ચાલુ કર્યા હોવા છતાં ખેડૂતો ઓનલાઈન તેમના ઉત્પાદનનું વેચાણ કરી શકતા નથી. ચાલુ વર્ષે બજેટમાં આ મુદ્દા પર જો ભાર આપવામાં આવે તો ખેડૂતોની જે લાંબા સમયની માંગણી છે તે પૂરી થશે અને તેમને પૂરતુ વળતર પણ મળી રહેશે.  
(Economy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Experts Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Will Fall government Next budget have on farmers by Ajay Naik
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.