• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Experts »Personal Finance» Which Is The Best Option For You For Tax Saving?

ટેક્સ સેવિંગ માટે તમારા માટે કયો વિકલ્પ સર્વશ્રેષ્ઠ?

ટેક્સ સેવિંગ માટે તમારા માટે કયો વિકલ્પ સર્વશ્રેષ્ઠ?
 ફરી એક વખત રિટર્ન ભરવાનો સમય સામે આવ્યો છે. મોટાભાગના નોકરી કરતા લોકો માટે વર્ષમાં એક વખત તક આવે છે જ્યારે તેઓ કર બચાવીને કોઈ રોકાણ કરે. આજે પણ ટેક્સ સેવિંગની બાબતે ઈન્શ્યોરન્સ સારો વિકલ્પ માનવામાં આવે છે. જેના અનેક કારણ છે. અહીં કેટલાક કિસ્સા અપ્યા છે, જેનાથી તમે ટેક્સ સેવિંગ અને ઈન્વેસ્ટમેન્ટને સારી રીતે સમજી શકો છો.
 
 નવદીપ કૌર 21 વર્ષની છે. તેની વાર્ષિક આવક રૂ.4.5 લાખ છે. તે પરિવારના ખર્ચ માટે દર મહિને માતા-પિતાને રૂ.20,000 આપે છે. ત્યાર બાદ પોતાના કેટલાક ખર્ચ કર્યા બાદ પણ તે દર વર્ષે રૂ.1 લાખની બચત કરી શકે છે. તેને પોતાની રકમને લાંબાગાળા માટે સલામત રીતે ડિપોઝિટ કરવા માટે સલાહ માગી છે.

બીજો કિસ્સો રણધીરનો છે. 28 વર્ષનો યુવાન વર્ષમાં રૂ.6 લાખ કમાય છે. ત્યાર બાદ માતા-પિતા ઉપરાંત 5 અન્ય લોકો તેના પર આશ્રિત છે. પરિવારનો પૂરો ખર્ચ ઉઠાવ્યા બાદ તે બચત કરી શકતો નથી. તે ઈચ્છે છે કે થોડી બચત થાય તો ક્યાંક રોકાણ કરે, જેથી કોઈ ટેક્સ બચાવી શકે. તેનાથી પૈસા તો વધ્યા, સાથે પોતાના લક્ષ્ય પૂરા કરવાની સાથે થોડી સલામતી પણ પ્રાપ્ત કરી શકે. તે રૂ.દોઢ લાખની મહત્ત્મ મર્યાદા જાણે છે.

35 વર્ષનો મુકેશ વર્ષે રૂ.10 લાખ જેટલા કમાઈ લે છે. પરિવારમાં કેટલાક લોકોની બીમારી અને તેનું દેવું કરવાની ખરાબ ટેવને કારણે તે લાંબાગાળાનાં લક્ષ્ય પર ફોકસ કરી શકતો નથી.

ત્રણેયની જરૂરિયાતો ઓછેવત્તે અંશે સમાન છે. આથી ટેક્સ સેવિંગ સંબંધિત માહિતી અહીં આપવામાં આવી રહી છે કે કેવી રીતે ફાઈનાન્શિયલ પ્લાનિંગ કરીને તેઓ વધુને વધુ ફાયદો કમાઈ શકે છે.
 
ટેક્સ સેવિંગમાં કઈ પ્રોડક્ટ કેવી છે અને તેના કેટલા ફાયદા છે
પ્રોડક્ટ્સરિટર્નખર્ચમૂડી સુરક્ષાતરલતાકરપાત્ર રીટર્ન
PPFઓછુંઓછોમધ્યમ મધ્યમ નહીં
ELLSવધુમધ્યમઓછીઓછીનહીં
ઇન્સ્યોરન્સ-ULIPમધ્યમવધુઓછીઓછુંનહીં
ઇન્સ્યોરન્સ-એન્ડાઉમેન્ટઓછુંવધુવધુ ઓછુંનહી
NPSમધ્યમઓછોઓછીઓછીહા
EPFઓછુંઓછોવધુમધ્યમનહીં
NSCઓછોઓછોવધુમધ્યમહા
SCSSઓછુંઓછો વધુઓછુંહા
પેન્શન યોજનામધ્યમમધ્યમઓછીમધ્યમહા
બોન્ડ/ડિપોઝિટઓછુંઓછોવધુઓછી હા
5 વર્ષની બેન્ક એફડીઓછુંઓછોમધ્યમમધ્યમહા
 
રિટર્ન અને ટેક્સ

રિટર્ન-ઈક્વિટી લિંક્ડ પ્રોડક્ટ્સમાં રિટર્ન વધુ છે. અલગ-અલગ પ્રોડક્ટમાં રોકાણ થાયતો ઘટી જાયછે.

ખર્ચ- જો ફંડ મેનેજમેન્ટ ખર્ચ વગેરે તો એવી સ્થિતિમાં લેવાતી પ્રોડક્ટ મધ્યમથી ઊંચા ખર્ચે આવી શકે છે.

સુરક્ષા-ગેરન્ટેડ અને ફિક્સ્ડ રિટર્નસ સાથે સુરક્ષિત પ્રોડક્ટ મળે છે, જે બજારના ઘટવા-વધવા સાથે જોડાયેલી છે અને તેમાં સુરક્ષા ઓછી અથવા મધ્યમ રહે છે.

તરલતા-જેમાં પણ ટેક્સ સેવિંગ હોય તેમાં તરલતા ઓછી રહે છે.

ટેક્સ કેટલો- ઉપરની તમામ પ્રોડક્ટ આવકવેરે બચાવવા માટે છે. પરંતુ તેમાંથી કેટલાકના રિટર્ન પર ટેક્સ લાગે છે
 
આ વિકલ્પો છે

એક વખત તમામ વિકલ્પો પર ધ્યાન આપ્યા બાદ તમારે તમારી જરૂરિયાત પ્રમાણે નક્કી કરવું જોઈ કે શું કરવાનું છે. નવદીપ, રધીર કે મુકેશ ત્રણેય માટે સુચન છે કે તેઓ આર્થિક રીતે સ્વનિર્ભર છે. યુવાન છે. એટલે ત્રણેયે લાંબાગાળા માટેના રોકાણ પર ધ્યાન આપવું જોઈએ.
 
1.શરૂઆત લાઈફ ઈન્શ્યોરન્ પોલિસી સાથે કરવામાં આવે, જેથી જે તમારા પર આધારિત છે, તેઓ સુરક્ષિત રહે.

2.પીપીએફ શ્રેષ્ઠ વિકલ્પ છે, ટેક્સ ન લાગવા સાથે તમને ફાયદો થાયછે, પરંતુ 15 વર્ષ બાદ.

3.ઇક્વિટીલિંક્ડ સેવિંગ સ્કીમથી સુરક્ષિત રિટર્ન મેળવી શકો છો.
 
ફેક્ટઃ ઈન્શ્યોરન્સ સેક્ટરમાં તમામ કંપનીઓ કામ કરી રહી છે, પરંતુ આજે પણ દેશમાં 60 ટકા બજાર પર સરકાર કે લાઈફ ઈન્શ્યોરન્સ ઓફ ઈન્ડિયાનો કબજો છે. એટલે કે વધુ લોકો તેના પર વિશ્વાસ મૂકે છે.
 
મણિકરણ સિંઘલ 
સેબીનારજિસ્ટર્ડ રોકાણ સલાહકાર,
ફાઈનાન્શિયલ પ્લીનિંગ ગિલ્ડ ઓફ ઈન્ડિયાના સભ્ય 
 
(Personal Finance Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Experts Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Which is the best option for you for tax saving?
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.