• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Experts »Personal Finance» Steps To Follow In Case Fixed Deposit Holder Dies Before Its Maturity

FD ધારક સાથે કોઈ દુર્ઘટના થાય, તો આ રીતે મળશે જમા રકમ

FD ધારક સાથે કોઈ દુર્ઘટના થાય, તો આ રીતે મળશે જમા રકમ
નવી દિલ્હીઃઘણી વખત જોવા મળ્યું છે કે, જ્યારે ફિક્સ્ડ ડિપોઝિટ હોલ્ડર સાથે મેચ્યોરિટી પહેલા જ કોઈ દુર્ઘટના થઈ જાય તો એવી સ્થિતિમાં એફડી ધારકના કુટુંબિજનો દ્વારા રૂપિયા ઉપાડવા મુશ્કેલ થઈ જાય છે. એવી સ્થિતિથી બચવા માટે રોકાણકાર અથવા પરિવારના સભ્યને દાવાની પ્રક્રિયાની સંપૂર્ણ જાણકારી હોવી જોઈએ. આવો જાણીએ કે કોઈ કારણોસર ફિક્સ્ડ ડિપોઝિટ ધારકની સાથે કોઈ દુર્ઘટના થાય તો કેવી રીતે પરિવારના સભ્યો સરળતાથી રૂપિયા મેળવી શકે છે. 

નોમિની રાખવાનું ન ભુલવું
 
ફિક્સ્ડ ડિપોઝિટ હોલ્ડરની સાથે કોઈપણ પ્રકારની દુર્ઘટના થવા પર મેચ્યોરિટી પરની રકમ મેળવવા માટે કોઈ સમસ્યા ન થાય તે માટેનો સૌથી સરળ રીત છે નોમિની રાખવું. તેના માટે ડિપોઝિટરે એફડી કરાવતા સમયે નોમિનીનો ઉલ્લેખ કરવાનો રહે છે. ફિક્સ્ડ ડિપોઝિટ હોલ્ડરની સાથે કોઈપણ પ્રકારની દુર્ઘટના થવા પર બેંકમાં મૃત્યુનું પ્રમાણપત્રની એક ફોટોકોપી જમા કરાવવાની રહે છે. બેંક ત્યાર બાદ નોમિનીને મેચ્યોરિટીની રકમ મળી જાય છે. 

જોઈન્ટ હોલ્ડિંગ
 
આ વિકલ્પ અંતર્ગત જોઈન્ટ હોલ્ડિંગમાં જો પ્રથમ ધારકનું મૃત્યું થઈ જાય તો નોમિની, મેચ્યોરિટી થવા પર ઉપર આપવામાં આવેલ પ્રક્રિયાને અનુસરતા રકમ મેળવવા માટે દાવો કરી શકે છે. જોકે, બીજા ધારકનું મૃત્યુ થાય તો, પ્રથમ ધારક હોલ્ડર એફડીમાંથી બીજા ધારકનું નામ હટાવવા માટે અરજી કરી શકે છે અને ઇચ્છે તો અન્ય વ્યક્તિનું નામ ઉમેરી પણ શકે છે. 

સિંગલ હોલ્ડિંગ
 
જો જમા રકમ માત્ર એક વ્યક્તિના નામ પર હોય અને તે ધારકનું મૃત્યુ થવા એક કરતાં વધુ વ્યક્તિ દાવાની રકમ મેળવવા માટે નોમિનેટ હોય તો મેચ્યોરિટી પર નોમિનીને એફડી ધારકના ટ્રસ્ટી તરીકે રકમ ચૂકવવામાં આવશે. જો જમાકર્તાએ પોતાની સંપત્તિ માટે કોઈ અલગ વસિયત બનાવી હોયતો નોમિનેટ વ્યક્તિ તેને અનુસરવા માટે બાધ્ય હશે. 
 
ટેક્સેસનનો મામલો
 
મેચ્યોરોટિની રકમ છેલ્લે જે વ્યક્તિને મળે તેના પર કોઈ ટેક્સ નહીં લાગે. કારણ કે આપણા દેશમાં હાલમાં કર કાયદા અનુસાર કોઈ સંપત્તિ ટેક્સ નથી. જોકે વ્યાજની રકમ મેળવનારની આવકમાં જોડવામાં આવશે અને તેના પર ટેક્સ સ્લેબ અનુસાર ટેક્સ ચૂકવવો પડશે. 
 
સમય પહેલા ચૂકવણી
 
એ વાત પર પણ ધ્યાન આપવું જરૂરી છે કે જમા રકમ માત્ર મેચ્યોરિટીની તારીખે જ મળશે અને મૃત્યુની તારીખ પહેલા નહીં. જોકે, નોમિની અથવા કાયદાકીય ઉત્તરાધિકારી જમા રકમ માટે સમય પહેલા ચૂકવણી માટે અરજી કરી શકે છે અને તે કંપનીનો અધિકાર હશે કે તે તેની અરજીને સ્વીકારે કે ન સ્વીકારે. 

- અનિલ ચોપરા, ગ્રુપ સીઈઓ અને ડાયરેક્ટર, બજાજ કેપિટલ
(Personal Finance Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Experts Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Steps to follow in case fixed deposit holder dies before its maturity
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.