• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Experts »Tax» RS 500100 Income Will Be Tax By RS 5020

આવક 500100 હશે તો 5020 વધુ ટેક્સ લાગશે

આવક 500100 હશે તો 5020 વધુ ટેક્સ લાગશે
અમદાવાદ:આવકવેરા કાયદાની કલમ 87(એ) હેઠળ રૂ. 5 લાખની આવક સુધી મળતી કરરાહત રૂ. 2000થી વધારીને રૂ. 5000ની કરવામાં આવી છે. તેના કારણે કરદાતાઓને 3000નો ફાયદો થશે. પરંતુ જો આવક રૂ. 500100 થઇ જશે તો વધુ રૂ. 5020 ભરવાનો થશે! ધારોકે કરદાતાની આવક 2015-16 અને 2016-17માં આવક રૂ. 5 લાખ છે. તો તેને 2016-17માં રૂ. 3000નો ફાયદો થશે. પરંતુ જો આવક માત્ર રૂ. 100 વધી જશે તો પણ આ કલમનો લાભ મળશે નહિં ઉલટાનો આવકવેરો રૂપિયા 5020 વધી જશે.
 
- પહેલી એપ્રિલથી 15000 સુધીના નવી ખાનગી નોકરીમાં 583નો ફાયદો થશે પણ કોને કોને ?

1લી એપ્રિલ-2016થી નવી નોકરીમાં જોડાનારા અને રૂ. 15000 સુધીનો પગાર મેળવનારા અનસ્કીલ્ડ અને સેમિસ્કીલ્ડ કર્મચારીઓ તરફથી એમ્પ્લોઇ પેન્શન સ્કીમ (ઇપીએસ)માં સરકાર ત્રણ વર્ષ સુધી 8.33 ટકા ભરશે. ધારોકે બેઝિક પગાર 7000 હશે તો 8.33 ટકા લેખે રૂ. 583 સરકાર ઇપીએસમાં જમા કરશે. જેના કારણે કર્મચારીઓનો પગાર આપોઆપ તેટલો વધી જશે. જો પગાર રૂ. 15001 થઇ જશે તો? તેનો કોઇ જવાબ નિષ્ણાતો પાસે પણ નથી. તેજ રીતે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કોઇ ફાયદો નહિં થાય.

અન સ્કીલ્ડ અને સેમિસ્કીલ્ડ કર્મચારીઓને જ આ ફાયદો મળશે. તે જોતાં એક ફેક્ટરીમાં કામ કરતાં 100માંથી માંડ 2-3 કર્મચારીઓ જ આ વ્યાખ્યામાં ફીટ થતા હોય તેવું પણ બની શકે! ટૂંકમાં મોટી મોટી વાતો અને….! જેવો ઘાટ આ જાહેરાતમાં જોવા મળશે.
 
મુક્તિમર્યાદા રૂ. 3 લાખ કરવી જોઇતી હતી
નાણામંત્રીએ રૂ. 3000ની કરરાહતને બદલે આવકવેરા મુક્તિમર્યાદા વધારીને રૂ. 300000ની કરી હોત તો આવી તકલીફ કરદાતાને પડી ના હોત. જેટલીની આ રાહત ભ્રામક અને ગેરમાર્ગે દોરનારી પણ છે. જો આવકવેરા મુક્તિમર્યાદા રૂ. 300000ની કરી હોત તો કરદાતાઓને સીધો રૂ. 3150નો ફાયદો પણ થયો હોત.- અજીત શાહ, એનાલિસ્ટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ
(Tax Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Experts Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: RS 500100 Income will be tax by RS 5020
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.