• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Experts »Personal Finance» Huge Potential In Insurance Segment After Fdi

વીમામાં 49 ટકા એફડીઆઈથી પ્રીમિયમ ઘટશે

વીમામાં 49 ટકા એફડીઆઈથી પ્રીમિયમ ઘટશે
ભારતમાં વીમા ક્ષેત્રમાં 49 ટકા એફડીઆઈનો રસ્તો સ્પષ્ટ થયા બાદ ભારતીય વીમા કંપનીઓ ખૂબ ઉત્સાહમાં છે. સરકારના આ પગલાંથી આર્થિક વિકાસને વેગ મળવાની સાથે ગ્રાહકોને વિશ્વસ્તરીય સેવાઓ મળશે. ઉપરાંત વીમા ખર્ચમાં પણ ઘટાડો થશે. ભારતીય વીમા ઈન્ડસ્ટ્રીને ઘણા લાંબા સમયથી આની રાહ હતી. જેને જોતાં કંપનીઓનું ધ્યાન ગ્રાહકોને આકર્ષી શકે તેવી હેલ્થ ઈન્શ્યોરન્સ પ્રોડક્ટ પર રહેશે.
 
સરકારે વીમા ક્ષેત્રમાં 49 ટકા એફડીઆઈને મંજૂરી આપીને ઈન્શ્યોરન્સ કંપનીઓને ગ્રાહકો માટે શ્રેષ્ઠ સેવાઓ આપવાનો અવસર પૂરો પાડ્યો છે. તેનાથી વીમા કંપનીઓને વિસ્તરણનો મોકો મળવાની સાથે ફંડ પણ સરળતાથી મળી રહેશે. જે દેશની ઈકોનોમી માટે યોગ્ય છે. કુલ મળીને ગ્રાહક અને કંપની તમામ માટે બરાબરની સ્થિતિ છે.
 
વીમા ક્ષેત્રમાં ઘણી કંપની આવ્યા બાદ હરિફાઈ વધશે. જેનો ફાયદો ગ્રાહકોની જેમ દરેકને થશે. તેનાથી માત્ર શ્રેષ્ઠ ઉત્પાદન જ નહીં મળે પરંતુ પ્રીમિયમમાં પણ ઘટાડો થશે. તેથી ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા મળસે. ભૂતકાળ પર નજર કરીએ તો જ્યારે ખાનગી કંપનીઓ માટે દરવાજા ખુલ્યાં નહોતા તો તની તુલનામાં હવે ગ્રાહક ખૂબ  સારી સ્થિતિમાં છે. આ સ્થિતિમાં સર્વિસમાં સુધારો થવાની સાથે પ્રીમિયમ પણ ઓછું થયું છે. સરકારના આ નવા કદમથી ગ્રાહકોને ‘વેલ્યુ ફોર મની’ મળશે.
 
વીમા ઉદ્યોગ સીધી અને આડકતરી રીતે મોટી સંખ્યામાં રોજગારી આપતું ક્ષેત્ર છે. એફડીઆઈ દ્વારા ભંડોળ આવ્યા બાદ કંપનીઓ માટે વિસ્તરણ કરવું સરળ થઈ જશે. ભારતમાં બહુ થોડા લોકો પાસે વીમા કવચ છે. આ પરિસ્થિતિમાં વીમા કંપનીઓનો માટે મોટી તક છે,. જેનો સીધો ફાયદો લોકોને નવી નોકરીઓના રૂપમાં મળશે.  આ ઉપરાંત ઈન્ફ્રાસ્ટ્રકચ અને આઈટીમાં રોકાણ વધશે, તેનાથી ભારતીય અર્થતંત્રને વેગ મળશે.
 
ઈરડાને વધારે અધિકાર મળવાથી ઈન્ડસ્ટ્રીમાં વધારે સુધારો આવશે. ઉપરાંત સારું કામ કરનારાને પ્રોત્સાહન પણ મળશે. સરવાળે એક શ્રેષ્ઠ વેપારી માહોલ ઉભો કરવામાં મદદ મળશે.
 
- લેખક તપન સિંઘેલ બજાજ આલિયાંઝ જનરલ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડના એમડી અને સીઈઓ છે
(Personal Finance Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Experts Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Huge potential in insurance segment after fdi
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.