• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Experts »SME» Organic Farming Is Cure Survival Of Borrowings And Cost By Ajay Nayak

ઓર્ગેનિક ખેતી કર્જ-ખર્ચથી બચવાનો અકસીર ઇલાજ

ઓર્ગેનિક ખેતી કર્જ-ખર્ચથી બચવાનો અકસીર ઇલાજ
(તસવીર પ્રતિકારાત્મક)
 
-નાવિન્ય | ખેતીમાં અસરકારક ઊપજ માટે ખેડૂતોએ આધુનિક બનવાના પણ પ્રયાસો કરવા જોઇએ

-ઇઝરાયલમાં કીબુત્ઝ ખેતી બહુ પ્રચલિત છે. તેમાં સહકારી ધોરણે ખેતી કરવામાં આવે છે અને જે ઊપજ મેળવાય તે દરેક ખેડૂતો વચ્ચે વહેંચી દેવામાં આવે છે. આપણે ત્યાં આ પ્રકાર હજી વિકસી શક્યું નથી. કોર્પોરેટ ખેતીનો કન્સેપ્ટ આવ્યો પરંતુ તેમાં ખેડૂતોને બહુ ફાયદો થયો નથી. પંજાબમાં પેપ્સીએ ટામેટા અને બટાકા માટે તથા ગુજરાતના ડીસામાં મેક્કેઇન નામની કંપનીએ બટાકા માટે આ રીતે પ્રયોગ કર્યાં છે
 
જીવ ખેતીનો વ્યાપ ધીમે ધીમે વધતો જાય છે. તેમ છતાં નાના ખેડૂતો તે તરફ હજી સુધી વળ્યા નથી. હકીકતમાં નાના ખેડૂતો માટે સજીવ ખેતી વધુ લાભપ્રદ બની શકે તેમ છે. એલાયન્સ ફોર સસ્ટેનેબલ એન્ડ હોલિસ્ટીક એગ્રિકલ્ચર (આશા)ના રાષ્ટ્રીય કન્વીનર કવિથા કુરુગંતિના જણાવ્યા અનુસાર સજીવ ખેતીમાં વૈવિધ્યપૂર્ણ પાક લેવામાં આવે તો ખેડૂતોને ઘણો ફાયદો થાય તેમ છે. કારણ કે નાના ખેડૂતો માટે આવું કરવું ઘણું સરળ છે. મોટા ખેડૂતો મોટા ભાગે ચોક્કસ પાક અને નિશ્ચિત બજાર ધરાવતા હોવાથી વૈવિધ્યનું જોખમ લઈ શકતા નથી.
 
 નાના ખેડૂતો અલગ અલગ પાક લે તો આપોઆપ જ તેમને જમીનથી લઈ બિયારણ સુધીનો અલગ અનુભવ મળતો હોય છે. વળી સજીવ ખેતીને કારણે તેઓ કર્જ અને ખર્ચમાંથી પણ બચી શકે છે. કારણ કે ખાતર માટે તેમણે તેમના ખેતર પર જ આધાર રાખવાનો હોય છે. જ્યારે બીયારણ પણ અગાઉના પાકમાંથી લેવાનો રહે છે. આથી મોંઘા બીયારણ તથા ખર્ચાળ રાસાયણિક ખાતરના બોજામાંથી તેઓ બચી શકે છે, પરંતુ આવી સરળ વાત નાના ખેડૂતોને સમજાવનાર કોઈ નહીં હોવાથી તેઓ આ જોખમ લેતા નથી. 

આ ઉપરાંત ફાર્મસ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશનનો એક નવો કન્સેપ્ટ પણ વિકાસ પામ્યો છે. યુરોપમાં એક પ્રકાર સહકારી મંડળી ચલાવવામાં આવે છે. તેઓ શહેરના લોકો પાસેથી ખરીદીનો અંદાજ મેળવી તે પ્રકારે પાકનું વાવેતર કરે છે. શહેરના લોકો ખેડૂતોને ધીરાણ પણ પૂરું પાડે છે. પરંતુ આ પ્રકારની વ્યવસ્થા આપણા દેશમાં હજુ સુધી વિકસી શકી નથી. મહારાષ્ટ્રના પૂણે અને બેલગામ જેવા વિસ્તારોમાં નાના પાયે પ્રયોગ થયા છે, પરંતુ તેનો વ્યાપ વધી શક્યો નથી. આ એક પ્રકારે કમ્યુનિટી ફાર્મિંગનો પ્રકારનો છે. 

ઇઝરાયલમાં કીબુત્ઝ ખેતી બહુ પ્રચલિત છે. તેમાં સહકારી ધોરણે ખેતી કરવામાં આવે છે અને જે ઉપજ મેળવાય તે દરેક ખેડૂતો વચ્ચે વહેંચી દેવામાં આવે છે. આપણે ત્યાં આ પ્રકાર હજી વિકસી શક્યું નથી. કોર્પોરેટ ખેતીનો કન્સેપ્ટ આવ્યો પરંતુ તેમાં ખેડૂતોને બહુ ફાયદો થયો નથી. પંજાબમાં પેપ્સીએ ટામેટા અને બટાકા માટે તથા ગુજરાતના ડીસામાં મેક્કેઇન નામની કંપનીએ બટાકા માટે આ રીતે પ્રયોગ કર્યાં છે.બાગાયતી ખેતીમાં આવા પ્રયોગ થયા નથી. મોટી મોટી કંપનીઓ પોતાના મોલ ખોલી રહી છે અને તેમાં શાકભાજી પણ વેચી રહી છે, પરંતુ ઉત્પાદકો પાસેથી સીધી જ ખરીદી કરવાનું ટાળવામાં આવી રહ્યું છે. તેમાં પણ વચેટિયાઓ હોવાથી ખેડૂતો પાસેથી નીચા ભાવે માલ લઈ ઉંચા ભાવે મોલમાં વેચવામાં આવે છે. આથી ખેડૂત તો ત્યાંનો ત્યાં જ રહે છે.

આવી પરિસ્થિતિમાં ફાર્મસ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન અગત્યનો ભાગ ભજવી શકે છે. મોટા મોટા શહેરોની જરૂરિયાત જાણીને તે પ્રકારે ઉત્પાદકો જો શાકભાજી અને અનાજ પુરું પાડે તો બંને પક્ષને ફાયદો થાય. પૂણે, બેલગામનો પ્રયોગ ધીરે ધીરે રાષ્ટ્ર વ્યાપી બનાવવો પડે. તાજેતરમાં કૃષિ વિભાગનું નામ બદલીને કૃષિ કલ્યાણ કરવામાં આવ્યું છે. આ નામ ત્યારે જ સાર્થક થાય કે જ્યારે ખરેખર ખેડૂતોના કલ્યાણની યોજનાઓ અમલમાં મૂકવામાં આવે ખેડૂતોને પણ તેમના ઉત્પાદનનું નિશ્ચિત વળતર મળે તે ઇસ્ટ છે. આ માટે તેમની પાસેથી રાઇટ ટુ સેફ ફૂડનો હક હોવો જોઈએ. આગામી વર્ષોમાં આ દિશામાં કામ થાય તો ખેડૂતોનો ઉદ્ધાર થાય.
 
(લેખક: વરિષ્ઠ પત્રકાર અને કૃષિ બાબતોના નિષ્ણાત છે)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.