• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Experts »Market» Nifty Likely To Head Up The New Higher Heights

નિફ્ટી ટૂંકમાં નવાં ઊંચાં શિખરો સર કરે એવી શક્યતા

નિફ્ટી ટૂંકમાં નવાં ઊંચાં શિખરો સર કરે એવી શક્યતા
સેન્સેક્સ (28,241-નિફ્ટી 8,741) સપ્તાહના પ્રારંભે નિફ્ટી ટૂંકી વધઘટે અથડાઈ ગયો હતો. મંગળવારે તેમાં સાધારણ ઘટાડો થયો હતો. આ કરેક્શનમાં ટ્રેડર્સને લાંબી પોઝિશન ઊભી કરવાની તક મળી હતી. બજેટ દિવસે નિફ્ટીમાં શરૂઆતના તબક્કામાં ટૂંકી રેન્જમાં રહ્યા બાદ આગઝરતી તેજી જોવા મળી હતી. 24 ઓક્ટોબર, 2016 બાદ નિફ્ટીએ પહેલી વાર 8700ની સપાટી સર કરી હતી. ત્યાર બાદ ચેલ્લાં બે ટ્રેડિંગ સેશનમાં નિફ્ટીમાં તેજી થઈ હતી. સપ્તાહાંતે નિફ્ટી 1.15 ટકા ટકા વધ્યો હતો.
 
મહત્ત્વની મુવિંગ એવરેજ : સેન્સેક્સ અને નિફ્ટીની 89- દિવસ EMA અને 89-વીકની EMA 27,126-8367 અને 26,576 -8135 લેવલ આવે છે.સેન્સેક્સ અને નિફ્ટીની 20 દિવસની EMA અને 20 વીકની EMA 27,491-8498 અને 27,184- 8386નું લેવલ આવે છે.  
 
ફ્યુચર આઉટલૂક  : આગામી સપ્તાહમાં માર્કેટ સાવચેતીના ભાગરૂપે ટૂંકી વધઘટે અથડાઈ જવાની શક્યતા છે. જોકે નિફ્ટીમાં ટૂંકમાં નવો ટોપ જોવા મળે અને 9000ની સપાટી વટાવે એવી શક્યતા છે. નિફ્ટી ટૂંકમાં 8,807-8893 પહોંચે એવી ધારણા છે. જ્યારે નીચામાં 8,537 નીચે જવાની ધારણા ધૂંધળી છે. ટ્રેડર્સને ફરી એક વાર સલાહ છે કે વ્યક્તિગત શેરોમાં લાંબી પોઝિશન ઊભી કરવી. બજારમાં હાલ થોડો સમય સલામતી રૂપે માથે મારવાથી દૂર રહેવું. 
(Market Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Experts Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Nifty likely to head up the new higher heights
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.