• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Experts »Market» Likely To Go Higher As Long As The Dominant Nifty 8893

નિફ્ટી 8,893 સુધી ઉપરમાં જવાની પ્રબળ શક્યતા

નિફ્ટી 8,893 સુધી ઉપરમાં જવાની પ્રબળ શક્યતા
સેન્સેક્સ (28,241-નિફ્ટી 8,794)

સપ્તાહના પ્રારંભે નિફ્ટી ગેપમાં ખૂલ્યો હતો, જોકે ટૂંકી વધઘટે અથડાઈને સાધારણ તેજીતરફી બંધ આવ્યો હતો. ત્યાર બાદ સપ્તાહ દરમ્યાન સ્ટોક સ્પેસિફિક કામકાજ વધુ રહ્યાં હતાં. પૂરા વીક દરમ્યાન નિફ્ટી 107 પોઇન્ટની વધઘટે અથડાઈ ગયો હતો. જોકે નિફ્ટી આઇટી ઇન્ડેક્સમાં છેલ્લાં બે ટ્રેડિંગ સેશનમાં તેજી થઈ હતી. સપ્તાહના અંતે નિફ્ટી વીકલી આધારે 3.61 ટકા વધ્યો હતો.
મહત્ત્વની મુવિંગ એવરેજ : સેન્સેક્સ અને નિફ્ટીની 89- દિવસ EMA અને 89-વીકની EMA 27,231-8411 અને 26,615 -8150 લેવલ આવે છે.
સેન્સેક્સ અને નિફ્ટીની 20 દિવસની EMA અને 20 વીકની EMA 27,772-8610 અને 27,293- 8425નું લેવલ આવે છે. 
 
ફ્યુચર આઉટલૂક  
ગયા વીકમાં તેજી-મંદીના ખેલા જોવા મળ્યા હતા. જોકે વીક-એન્ડમાં તેજી થતાં નિફ્ટી 8,800ની નજીક બંધ આવ્યો હતો, પરંતુ 8,800ની પ્રતિકારક સપાટી કુદાવવામાં મુશ્કેલી અનુભવાઈ હતી. સપ્તાહ દરમ્યાન આરબીઆઇની ધિરાણ નીતિમાં વ્યાજદરો યથાવત્ રખાતાં નિફ્ટી 8,700ની નીચે સરકી ગયો હતો. જોકે આગામી સપ્તાહમાં નિફ્ટી 8,715 નીચે જાય તો પ્રોફિટ બુકિંગની શક્યતાએ ઘટીને 8,650-8,610 સુધી જઈ શકે, જ્યારે બીજી બાજુ નિફ્ટી ઉપરમાં 8,820-8,893 સુધી જઈ શકે. ટ્રેડર્સને વ્યક્તિગત શેરોમાં કામ કરવાની સલાહ છે. 
 
એનએસઈ સ્ક્રિપ કોડ: પેટ્રોનેટ, વ્યૂહ : તેજી, છેલ્લો બંધ રૂ. 381.25
આ શેરમાં છેલ્લા ત્રણ મહિનામાં સમયાંતરે કરેક્શન આવ્યા બાદ તેજીતરફી થવા માટે તૈયાર છે. શુક્રવારે આ શેરમાં બ્રેકઆઉટ આવ્યું છે. ટ્રેડર્સને સલાહ છે કે આ શેર હાલના ભાવે ખરીદે. 14.21 સેશનમાં શેર રૂ. 415 સુધી જઈ શકે. સ્ટોપલોસ 374નો રાખવો.
 
એનએસઈ સ્ક્રિપ કોડ: મધરસન સુમી, વ્યૂહ : તેજી, છેલ્લો બંધ રૂ. 355.90
આ શેરના દૈનિક ચાર્ટ પર વોલ્યુમમાં વધારો થયો છે. ટ્રેડર્સને શેર ખરીદવા ભલામણ છે, 14-21 સેશનમાં લક્ષ્ય 376નું છે. સ્ટોપલોસ રૂ. 341નું રાખવું. 
(Market Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Experts Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Likely to go higher as long as the dominant Nifty 8893
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.