• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Experts »Personal Finance» Is Retirement For Industry Professionals?,Difficult To Carry Out Preparation Work

ઉદ્યોગ-વ્યવસાયિકો માટે નિવૃત્તિ ખરી?

ઉદ્યોગ-વ્યવસાયિકો માટે નિવૃત્તિ ખરી?
‘‘મારી ડિક્શનેરીમાં ઇમ્પોસિબલ શબ્દ નથી’’એવું કહેવા પાછળ અર્થ એ હોય છે કે, ગમે તેવું અઘરું કાર્ય પણ હાથ ધરવા માટેની તૈયારી છે. તેવી જ રીતે વિશ્વના ટોચના ઉદ્યોગપતિથી માંડીને કરિયાણાની દુકાનનો થડો સંભાળનારા નાનકડા વેપારીઓની ડિક્શનેરીમાં પણ નિવૃત્તિ નામનો શબ્દ ડિલિટ થઇ ગયેલો જોવા મળશે. બિલગેટ્સ સહિતની વિશ્વ વિખ્યાત હસ્તીઓએ જ્યારે નિવૃત્તિ જાહેર કરી ત્યારે ઉદ્યોગજગતમાં ભારે આશ્ચર્યની લાગણી ફેલાઇ હતી. પરંતુ એ વાસ્તવિકતા છે કે, જિંદગી માત્ર પૈસા કમાવા પાછળ જ ખર્ચી નાંખવા માટે હોતી નથી.
 
 - જિંદગી આખી કમાણી પાછળ ખર્ચવી છે કે થોડી માણવી પણ  છે?!

મોટાભાગના લોકોની લાઇફ સ્ટાઇલ જોઇએ તો ખ્યાલ આવશે કે, પહેલા પૈસા પાછળ શરીર બગાડશે અને પાછળથી શરીર સુધારવા કમાઇને ભેગો કરેલો પૈસો બગાડશે. પરંતુ શરીર અને પૈસો બન્નેની માવજત કરી જાણનારા 100માંથી માંડ 95 ટકા લોકો જ હોય છે.

નોકરીયાત હોય તે 57-60-65 વર્ષે વયમર્યાદાના કારણોસર નિવૃત્ત થઇ શકે છે. પરંતુ લોહી-પરસેવો રેડીને જમાવટ કરનારા 100માંથી 90 ટકા વ્યાપારી, વ્યવસાયિક, ઉદ્યોગપતિઓને તમે આખી જિંદગી થડા ઉપર જ વિતાવી દેતાં હોય છે. છેલ્લે છેલ્લે ભાન થાય ત્યારે બહુ મોડું થઇ ગયું હોય છે.પરંતુ જો પહેલેથી રિટાયરમેન્ટ પ્લાનિંગ કરી રાખ્યું હોય તો તેઓ પણ નોકરીયાતોની જેમ નિવૃત્તિની મૌજ માણી શકે.

નોકરીયાતોની ઉદ્યોગ-વ્યવસાય સાથે સંકળાયેલા લોકો જે રીતે પેન્શન પ્લાન, પીએફ, પીપીએફ, રિટાયરમેન્ટ ફંડ્સમાં નાણા રોકે છે. તે રીતે મૂડીરોકાણ કરવાના બદલે મોટાભાગના વ્યવસાયિકો, ઉદ્યોગપતિઓ કે, સેલ્ફ એમ્પ્લોઇડ રોકાણકારો તેમના ઉદ્યોગ-વેપાર-ધંધામાં જ મૂડીરોકાણ કરવાનું વલણ અપનાવતાં હોય છે. પરંતુ જો તેઓ થોડું ધ્યાન આપે અને યોગ્ય સલાહકારની સલાહ અનુસાર પ્લાન કરે તો તેઓ પણ નિવૃત્તિનો આનંદ માણી શકે.
 
મૂડીરોકાણ |બચાવેલી મૂડી પણ પાછી વેપાર-ધંધામાં?!!
વૈવિધ્યકરણનું વજન સમજો | પોતાના ઉદ્યોગ-વ્યવસાયમાં જ સૌથી વધુ રિટર્ન છૂટી શકે તેવી માન્યતા સાથે ન્ય મૂડીરોકાણ સ્રોતને છોછની નજરે જોતાં હોય છે. પરંતુ ધંધા, વ્યવસાય, ઉદ્યોગમાંથી કમાયેલા નાણા પાછા તેમાં જ રોકાઇ જવાના કારણે નાણા પાછા મેળવી શકતાં નથી. આયોજન સાથે ઊંચુ રિટર્ન આપતાં અન્ય સ્રોતમાં રોકાણ કરે તો રિટાયરમેન્ટ આસાન થશે.
વિકલ્પ | ભવિષ્યની ઘરખર્ચ સહિતની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી નિવૃત્તિ માટે શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ, રિયલ એસ્ટેટ, બોન્ડ્સ, પીપીએફ વગેરેમાં મારફત મૂડીરોકાણ કરી શકાય.
સુરક્ષા કવચ સાથે રાખો |આ ક્ષેત્ર સાથે સંકળાયેલા મોટાભાગના રોકાણકારોને પેન્શન કે નિવૃત્તિ લાભો મળતાં નહિં હોવાના કારણે તેમણે એકવાર રિટાયરમેન્ટ પછીના ઘરખર્ચ માટેનું આયોજન થઇ જાય પછી મેડીકલ, લાઇફ ઇન્સ્યોરન્સનું સુરક્ષા કવચ સાથે રાખવું જરૂરી બને છે.
 
વિકલ્પ | નિવૃત્તિ પછીની લાઇફ ઇન્સ્યોરન્સ, મેડીક્લેમ તેમજ અન્ય આરોગ્ય સંબંધી ખર્ચની જોગવાઇઓ પહેલેથી કરતાં રહો.
સંપુર્ણપણે બહાર નીકળવાની તૈયારી |નોકરીયાતો જે રીતે નોકરીમાંથી રિટાયરમેન્ટ લઇ શકે છે તે રીતે ઉદ્યોગ સાહસિકો-વ્યવસાયિકો કે વેપારીઓ સંખ્યાબંધ કારણોસર પોતાના ક્ષેત્રમાંથી સંપુર્ણપણે રિટાયરમેન્ટ લઇ શકતાં નથી. પરંતુ ભાવિ પેઢી અન્ય સ્રોત તરફ વળી ગઇ હોય છતાં વૃદ્ધાવસ્થાને પણ ભૂલાવીને તેઓ પોતાના મૂળ વ્યવસાય, વેપાર, ધંધાને વળગ્યા રહે છે. ધારોકે ભાવિ પેઢી તેમાં જોડાયેલી હોય તો પહેલેથી રોકાણ અને નિવૃત્તિ પ્લાનિંગ કરવું જોઇએ.
 
વિકલ્પ | નિવૃત્તિ વયે પહોંચ્યા બાદ ભાવિ પેઢી અન્ય સ્રોતમાં સંકળાયેલી હોય તો પોતાના વેપાર, ઉદ્યોગ, ધંધાને એનકેશ કરીને બાકીની જિંદગી આરામથી વિતાવી શકાય. અથવા અંશતઃ વેચાણ કરીને શુસુપ્ત ભાગીદાર તરીકે મૂડી તેમજ નફા બન્નેનો લાભ ઉઠાવી શકાય.
 
બચત અને મૂડીરોકાણને ધંધા-વ્યવસાયથી દૂર જ રાખો |આ ક્ષેત્રના રોકાણકારો પોતાની કમાણીમાંથી કરેલા બચત અને મૂડીરોકાણનો મોટાભાગનો હિસ્સો અવાર-નવાર પોતાના બિઝનેસના ફન્ડિંગમાં ટ્રાન્સફર કરી દેતાં હોવાથી સતત અસલામતિનો અનુભવ કરતાં રહે છે.
 
વિકલ્પ |એક વ્યવસાયિક તરીકે જે રીતે તમે તમારી કંપની-પેઢી-દુકાનની આર્થિક બાબતોનું ધ્યાન સારી રીતે રાખી શકો છો તે જ રીતે તમારી અંગત અને પારીવારિક આર્થિક બાબતોનું પણ આયોજન કરતાં રહો. નહિં તો કંપની-પેઢી-દુકાન સમૃદ્ધ રહેશે પરંતુ તમે...
(Personal Finance Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Experts Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Is retirement for industry professionals?,Difficult to carry out preparation work
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.