• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Experts »Tax» Tax Treaty Also Provides For A Limitation Of Benefit Clause

ભારત-મોરેશિયસ ટ્રેડ ટ્રીટીથી શેર માર્કેટમા આવશે સ્થિરતા

ભારત-મોરેશિયસ ટ્રેડ ટ્રીટીથી શેર માર્કેટમા આવશે સ્થિરતા
નવી દિલ્હીઃ મોરેશિયસના પોર્ટ લુઇસમાં 10 મે, 2016ના રોજ જુની ટેક્સ સિસ્ટમમાં ફેરફાર સાથે જોડાયેલી સમજૂતી ભારત માટે મહત્વની છે. આ સમજૂતીથી ભારતમાં ટેક્સ ચોરી રોકવા, ડબલ ટેક્સેશનથી બચવા, ફોરેન ઇન્વેસ્ટમેન્ટમાં પારદર્શિતા લાવવાની સાથે જ તેની સ્પીડ વધારવામાં મદદ મળી શકે છે. સમજૂતી હેઠળ બેનિફિટ ક્લાઇઝમાં પણ સંશોધન કરવામાં આવ્યું છે. આનાથી સેલ કંપનીઓ બનાવીને ભારતમાં ઇન્વેસ્ટ કરવાનું હવે કદાચ જ સંભવ થશે. હવે ફકત મોરેશિયસથી ઓપરેટ કરનારી યોગ્ય કંપનીઓને જ ટેક્સ સમજૂતી હેઠળ ફાયદો મળી શકશે. આ સમજૂતીનો સૌથી મોટો ફાયદો એ છે કે ભારતને હવે કેપિટલ ગેન પર ટેક્સ લગાવવાનો અધિકાર મળી જશે. જેનો ભારત લાબા સમયથી કોશિશ કરી રહ્યું હતું.
 
 
મોરેશિયસ સહિત લગભગ બધા ટેક્સ હેવન્સ કેપિટલ ગેન ટેક્સમાં ઘણાં ઓછા રહ્યા છે. મોરેશિયસમાં તો આ ટેક્સ શૂન્યની નજીક છે. આ જ કારણ છે કે ભારતમાં થનારા લગભગ 40 ટકા રોકાણ મોરેશિયસ થઇને આવે છે. જેનાથી ડબલ ટેક્સેશન ટ્રિટી હેઠળ સેલ કંપનીઓને ભારતમાં રોકાણ કરવા પર આ ટેક્સમાંથી છૂટ મળી જાય છે. જેની ખોટ ભારતને થાય છે. આ કંપનીઓ ભારતમાં માર્કેટમાં જયારે રોકાણ કરે છે તો માર્કેટમાં દિવાળી અને હોળી આવી જાય છે. અનેજયારે નીકળી જાય છે તો હલચલ મચી જાય છે. હવે એક એપ્રિલ 2017 બાદ એક્વાયર્ડ શેરો પર કેપિટલ ગેઇન્સ ટેક્સ લાગવાથી હવે આ હલચલમાં ઘટાડો આવવાથી શેર માર્કેટમાં સ્થિરતા આવશે.
 
 
નવી સમજૂતી હેઠળ મોરેશિયસની ફકત એવી કંપનીઓને ટેક્સ ટ્રિટીનો ફાયદો મળશે, જેનો ગત દિવસોમાં 12 મહિનાની કુલ એક્સપેન્ડિચર 27 લાખ રૂપિયાથી વધુ હશે. જેનાથી કર ચોરી અને કર કંચનમાં ઘણી હદ સુધી ઘટાડો આવવાની આશા છે.
 
 
આ ઉપરાંત, ટ્રિટી હેઠલ હવે બન્ને દેશો વચ્ચે જાણકારીઓ અને ડેટાનો એક્સચેન્જ પણ થશે. જેનાથી પી-નોટ્સ દ્ધારા રોકાણ કરનારા અંગે આવનારા દિવસોમાં જાણકારી મળી શકશે.આ જ કારણ છે કે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ગત દિવસોમાં કહ્યું હતું કે ઇન્વેસ્ટમેન્ટ સાથે જોડાયેલી રોકાણ સાથે જોડાયેલા ડેટાની જાણકારી જો આ રીતે નહીં મળે તો તે દેશની સુરક્ષા માટે ખતરો છે. તેમણે આતંકી તત્વો દ્ધારા પણ આ રૂટથી રોકાણ કરવાની આશંકા વ્યકત કરી હતી. આનાથી સિક્રેસી સંબંધી જોગવાઇ નબળી પડશે અને રોકાણ અંગે જાણકારી મળી શકશે.
 
મોરેશિયસની સાથે આ સંધિમાં ભારતમાં થનારા ઇન્વેસ્ટ પર થોડાક સમય માટે ભલે અસર જોવા મળે પરંતુ લાંબા સમય માટે આ એક સારી સમજૂતી સાબિત થઇ શકે છે.
 
 
અરૂણ કુમાર જેએનયૂના પૂર્વ પ્રોફેસર અને બ્લેક મની બાબતોના એક્સપર્ટ છે.
(Tax Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Experts Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Tax treaty also provides for a limitation of benefit clause
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.