• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Experts »Economy» Golden Opportunity To Overcome The Country For GM Crops By Ajay Naik

દેશ માટે GM પાક તરફ વળવાનો સુવર્ણ અવસર

દેશ માટે GM પાક તરફ વળવાનો સુવર્ણ અવસર
ગયા સપ્તાહે બહુચર્ચિત વાઇબ્રન્ટ સમિટ પૂરી થઈ. આ વખતે નવું એ હતું કે, કેટલાક  નોબેલ પારિતોષિક વિજેતા વિજ્ઞાનીઓ, સાહિત્યકારો પણ આવ્યા હતા. તેમની સાથે સરકારથી લઈ અનેક સ્તરે તથા વિદ્યાર્થીઓએ પણ ચર્ચા કરી. વડોદરામાં પોતાનું સ્નાતક અભ્યાસક્રમ પૂરો કરી વિદેશ જઈ વસેલા પ્રોફેસર વેંકટરમણે બહુ સારી વાત કરી. દેશની વધી રહેલી વસતી તથા તેમને જોઈતા અનાજ માટે શું થઈ શકે, તેનો પણ મુદ્દો ચર્ચાયો. હાલમાં લગભગ 130 કરોડની વસતી ધરાવતો દેશ આગામી બે દાયકામાં 180 કરોડ પર પહોંચી જશે. આટલી મોટી વસતીને અનાજ કેવી રીતે પૂરું પાડવું? તે કોઈ પણ સરકાર માટે પડકારનો વિષય હોઈ શકે. આથી ખાદ્યાન્ન ઉત્પાદન માટે નવાં સાધનો ઊભા કરવાની જરૂર પડશે. આ સંદર્ભમાં વેંકીએ કહ્યું કે, જીએમ પાક લેવામાં કોઈ વાંધો નથી. જીએમ પાકને કારણે અનાજનું વિપુલ ઉત્પાદન થઈ શકે તેમ છે. તેમનું ઉદાહરણ બીટી કોટન છે. 

એક અંદાજ પ્રમાણે દેશના ખેડૂતો વિવિધ પ્રકારના જીવજંતુ તથા પાકના રોગને કારણે લગભગ 50 હજાર કરોડ રૂપિયા ગુમાવે છે. આ ઉપરાંત ખેડૂતો સિચાંઈની યોગ્ય સવલત તથા તેને સંબંધિત સમસ્યાઓથી પણ ઘેરાયેલા છે. આવી સ્થિતિમાં તેમના માટે અનાજનું ઉત્પાદન વધારવું એક પડકાર છે. આ માટે વિજ્ઞાનીઓ સહજતાથી જીએમ પાકનો રસ્તો અપનાવવાનું કહે છે. અત્યારે આપણા દેશમાં માત્ર બીટી કોટન જ જીએમ પાક તરીકે લેવાય છે. આ અગાઉ રીંગણ અને રાયડાની ચર્ચા થઈ હતી પરંતુ વિવિધ એનજીઓ તથા ખેડૂતોમાં યોગ્ય જાગૃતિના અભાવે આ બંનેમાં જીએમ પાક લઈ શકાયા નથી. બીટી કોટનનો પ્રારંભ દેશમાં 2002માં શરૂ થયો. પરિણામે આજે વિશ્વમાં કપાસ ઉત્પાદન ક્ષેત્રે ભારત બીજા ક્રમે છે.
 
દેશનો 90 ટકા કપાસનું વાવેતર બીટી કોટનનું હોય છે. તેનાથી પ્રેરાઈને અન્ય જીએમ પાકની માગ ઊઠી છે પરંતુ આ પાક ચકાસણીના સ્તરે હોવાથી તેની મંજૂરી મળી શકી નથી. કેટલાક સંશોધનો પણ આ દિશામાં થયા છે. કોન્સ્ટોટોરિયમ ઓફ ઈન્ડિયન ફાર્મર એસોસિયેશનના મુખ્ય સલાહકાર ચેંગલ રેડ્ડીએ કહ્યું છે કે, જીએમ ટેક્નોલોજી પર ઘણું સંશોધન થયું છે અને તે દુકાળની સ્થિતિમાં પણ લાંબો સમય ટકી શકે તેમ છે. પરંતુ કેટલીક એનજીઓ જીએમ ટેક્નોલોજીનું સતત વિરોધ કરી રહી છે. જીએમ પાકને કારણે જમીન બગડે છે, ખેડૂતોને બીજ માટે વધુ નાણાં ચૂકવવા પડે છે તથા લાંબા ગાળે જીએમ પાક આરોગ્ય માટે પણ નુકસાનકારક હોવાનું કારણ જણાવી તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. એ વાત એટલી સાચી છે કે, જીએમ ટેક્નોલોજી દ્વારા ઈજારો શરૂ ન થાય તે માટે પ્રયત્ન કરવો જોઈએ. કોઈ એક કંપની પર આધાર રાખવો ન પડે તેવી સ્થિતિ સર્જાવી જોઈએ નહીં. 
 
ઉદાહરણ તરીકે બીટી કોટનના બીજનું ઉત્પાદન દેશમાં માત્ર એક જ કંપની કરે છે. પરિણામે આ કંપની ધારે એટલો ભાવ ખેડૂતો પાસેથી વસૂલે છે. આવી સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે સરકારે મોનિટરિંગ કરવું જોઈએ.
હાલમાં રાયડના પાક જીએમ ટેક્નોલોજી વડે લેવાનું હિમાયત કરવામાં આવે છે. રાયડાનો પાક આ રીતે લેવાય તો તેની ઊપજ 25થી 30 ટકા વધી શકે તેમ છે. ખાદ્ય તેલમાં રાયડાના તેલનો ઉપયોગ વધ્યો છે. જમીનની માત્રા નિશ્ચિત છે. તેમાં તો કોઈ વધારો થવાનો નથી. આથી સરકાર અને ખેડૂતો સમક્ષ જીએમ ટેક્નોલોજી એ જ એક વિકલ્પ રહેલો છે. જો જીએમ રાયડાને મંજૂરી આપવામાં આવે તો દેશને જે મોંઘી ખાદ્યતેલની આયાત પર આધાર રાખવો પડે છે અેનાથી બચી શકાય તથા વિદેશી હૂંડિયામણ પણ બચી શકાય. 2014-15માં ભારત દ્વારા 10 અબજ ડોલરની કિંતમના ખાદ્ય તેલની આયાત કરાઈ હતી. દેશમાં જેનેટિક એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી જીએમ પાકને મંજૂરી આપે છે. વર્લ્ડ આરોગ્ય સંસ્થા-WHO દ્વારા પણ જીએમ પાકને મંજૂરી અપાઈ છે ત્યારે ભારતે પણ વહેલી તકે આ પાક અપનાવી લેવાની જરૂર છે. 
(Economy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Experts Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Golden opportunity to overcome the country for GM crops by Ajay Naik
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.