• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Experts »Personal Finance» In Current Scenario It Will Be A Good Decision To Invest In Balanced Mutual Funds

રિસ્ક- ફ્રી રિટર્ન માટે પસંદ કરો બેલેન્સ ફન્ડ

રિસ્ક- ફ્રી રિટર્ન માટે પસંદ કરો બેલેન્સ ફન્ડ
ક્રૂડની ઘટતી કિંમત અને વિકાસની સારી સંભાવનાઓના કારણે ભારત વૈશ્વિક ફલક પર એક ઝડપથી ઉભરતું રાષ્ટ્ર છે. સરકાર દ્ધારા નવા અને અગાઉથી અટકેલા પ્રોજેક્ટને પૂરા કરવા પોતાની પ્રતિબદ્ધતાના કારણે આર્થિક સુધારો પ્રત્યે ભરોસો વધ્યો છે. આ કારણો થી ઇક્વિટી માર્કેટમાં આઉટલુક આવતા ત્રણથી પાંચ વર્ષ માટે ઘણો જ સકારાત્મક છે. જેથી, રોકાણકારોની પાસે તકો છે કે તે ભારતના ઇક્વિટી બજારમાં લાંબા ગાળા માટે રોકાણ કરીને તેનો ફાયદો ઉઠાવે.
 
જો કે, ઇક્વિટી માર્કેટમાં થઇ રહેલા ઉતાર-ચઢાવના કારણે રોકાણકાર એ વાતને લઇને આશંકિત છે કે તેઓ રોકાણ કરે કે નહીં. તો શું તેનો અર્થ એ છે કે રોકાણકારોએ ઇક્વિટી માર્કેટથી દૂર રહેવું જોઇએ. અથવા તો રોકાણકારોએ ઇક્વિટી માર્કેટમાં બેલેન્સડ ફંડ દ્ધારા રોકાણ કરવું જોઇએ. આ ફન્ડ ઇક્વિટી અને ડેટમાં ખાસ એવરેજમાં રોકાણ કરે છે. સામાન્ય રીતે બેલેન્સડ ફંડ હેઠળ ૬૫ ટકા રોકાણ ઇક્વિટીમાં કરવામાં આવે છે અને બાકીનું ડેટમાં.
 
રિસ્ક અને રિટર્નમાં સંતુલન
 
જયારે બજારમાં તેજીનો દોર હોય છે તો બેલેન્સ ફંડ ઇક્વિટીમાં રોકાણ કરે છે અને જયારે બજારમાં ઘટાડાની શરૂઆત હોય છે તો આ ફંડ પ્રોફિટ બુકિંગ કરીને લાભ કમાય છે. સામાન્ય રીતે, જયારે બજારમાં ઉતાર-ચઢાવ રહેતો હોય છે તો સામાન્ય રોકાણકાર ઝડપથી બહાર નીકળી જવા માંગે છે. અને પછી જયારે બજાર ઉપરની તરફ જાય છે તો પોતાના નિર્ણય પર અફસોસ વ્યકત કરે છે. બેલેન્સડ ફંડ રોકાણકારોને સ્થિરતા આપે છે. જયારે માર્કેટ ઘટે છે ત્યારે પણ બેલેન્સડ ફન્ડની એનએવીમાં ઓછો ઘટાડો આવે છે.
 
બેલેન્સ્ડ ફન્ડ સિંગલ મોડલમાં એસેટ એલોકેશન અને લાભ આપે છે. બેલેન્સડ ફન્ડ ઇક્વિટીમાં લાંબા ગાળા સુધી રોકાણ દ્ધારા સારૂ રિટર્ન આપે છે, જયારે ડેટમાં રોકાણ પોર્ટફોલિયોમાં સ્થિરતા આવે છે. રોકાણમાં વિવિધતા હોવાના કારણે ઇક્વિટી કે ડેટનું પ્રદર્શન ખરાબ થવાથી રિસ્ક કવર કરે છે.
 
એસેટ એલોકેશન
 
રોકાણકારોએ રોકાણ કરતાં પહેલા રિસ્કને સમજવાનું ઘણું જ જરૂરી છે. ઉપરાંત, રોકાણના જોખમને સમજતાં એસેટ એલોકેશન કરવું જોઇએ. રોકાણકારોએ ઇક્વિટી અને ડેટમાં કરેલા રોકાણને નિયમિત રીતે સમીક્ષા કરવી જોઇએ. બેલેન્સડ ફન્ડ રોકાણકારોને આ બન્ને સુવિધા એક સાથે ઉપલબ્ધ કરાવે છે. એક સિંગલ પ્રોડકટથી રોકાણકાર ઇક્વિટી અને ડેટ ફંડમાં રોકાણ કરી શકે છે. જેનો ફાયદો એ છે કે રોકાણકાર ફકત એક પ્રોડકટમાં રોકાણ કરીને એકથી વધારે પ્રોડકટનો ફાયદો ઉઠાવી શકે છે. રોકાણકારને ઇક્વિટી અને ડેટ ફન્ડમાં અલગ-અલગ રોકાણ કરવાની જરૂરીયાત પણ નથી પડતી. સાથે જ માર્કેટના ઉતાર-ચઢાવમાં પોતાના ફન્ડને સંતુલિત કરવાની જરૂરીયાત નથી હોતી.
 
ટેક્સ છૂટ
 
હાલના ટેક્સ નિયમો અનુસાર બેલેન્સડ ફંડ પર ઇક્વિટી ફન્ડો જેવો જ ટેક્સ નિયમ લાગુ પડે છે, કારણ કે બેલેન્સડ ફન્ડનો ૬૫ ટકા ઇક્વિટીમાં રોકાણ કરવામાં આવે છે. જો રોકાણકાર બેલેન્સડ ફંડમાં રોકાણ કરે છે તો એક વર્ષથી વધુ સમય સુધી રોકાણ રાખે છે અને ટેક્સ છૂટ પણ મળે છે. જો, રોકાણ એક વર્ષથી ઓછા સમયગાળા માટે હોય છે તો ૧૫ ટકાના દરે ટેક્સ લાગે છે. સાથે જ બેલેન્સડ ફંડથી પ્રાપ્ત લાભ પણ ટેક્સ ફ્રી હોય છે.
 
-લેખક આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફન્ડના એમડી તેમજ સીઇઓ છે. 
(Personal Finance Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Experts Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: In current scenario it will be a good decision to invest in balanced mutual funds
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.