• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Experts »SME» Angel Investment: An Investment In A New Business Idea

એન્જેલ ઇન્વેસ્ટમેન્ટ: નવા બિઝનેસ આઇડિયામાં કરવામાં આવતું રોકાણ

એન્જેલ ઇન્વેસ્ટમેન્ટ: નવા બિઝનેસ આઇડિયામાં કરવામાં આવતું રોકાણ
હમણાં એક અહેવાલ આવ્યો છે કે દેશમાં એન્જેલ ઇન્વેસ્ટમેન્ટ 81 ટકા સુધી વધી ચૂક્યું છે. ત્યારે શક્ય બને જ્યારે આપણા દેશની કંપનીઓ સફળ થઈ રહી હોય. કારણ કે એન્જેલ ઇન્વેસ્ટમેન્ટને હાઇ રિસ્ક અને હાઇ રિટર્નનું ઇન્સ્ટ્રુમેન્ટ માનવામાં આવે છે. રોકાણમાં નફો થાય તો વળતર મળે છે. જાણીએ શું છે એન્જેલ ઇન્વેસ્ટમેન્ટ
 
 ધારો કે તમારી પાસે એક સારો બિઝનેસ આઇડિયા છે પણ તમે એના માટે મૂડીભંડોળ ભેગું કરવામાં અસમર્થ છો તો એન્જેલ ઇન્વેસ્ટમેન્ટ તમારા માટે એક સારો વિકલ્પ છે. કહેવાય છે કે નવા ઉદ્યોગસાહસિકો માટે ફાયનાન્સના ત્રણ સ્ત્રોત ત્રણ એફ હોય છે- ફ્રેન્ડ્સ, ફેમિલિ અને ફૂલ્સ. છેલ્લા કેટલાક દાયકાઓમાં નવા ઉદ્યોગસાહસિકો માટે ફાયનાન્સનો વધુ એક સ્ત્રોત ઉભો થયો છે અને તે છે એન્જેલ ઇન્વેસ્ટમેન્ટ. કોઈપણ નવો ઉદ્યોગ જ્યારે આઇડિયાના સ્તરે હોય છે ત્યારે તેમાં ઘણા જોખમો હોય છે. બેન્ક કે અન્ય મોટા ઇન્વેસ્ટર તેમાં રોકાણ કરતા અચકાય છે. સ્થિતિમાં એન્જેલ ઇન્વેસ્ટમેન્ટ નવા ઉદ્યોગસાહસિકો માટે એક સારો ઉપાય છે.

આઇઆઇટી બોમ્બેના બે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ કેટલાક વર્ષો કંપનીમાં કામ કર્યા પછી કાર રેન્ટલ સર્વિસ ઓલા શરૂ કરી હતી. જેમાં બે એન્જેલ ઇન્વેસ્ટર રેહાન ખાન અને અનુપમ મિત્તલે 2011માં કુલ એક કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. ખાને ઓલામાં લગભગ 66 લાખ રૂપિયા નાખ્યા હતા અને મિત્તલે 30 લાખ રૂપિયાનું એન્જેલ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. ઇક્વિટીમાં ખાનનો હિસ્સો 1.8 ટકા હતો જેનું મૂલ્ય અત્યારે 225 કરોડ રૂપિયા છે. મિત્તલની 1 ટકા ઇક્વિટીની વેલ્યુ અત્યારે 125 કરોડ રૂપિયા છે. 2005માં ભારતમાં માત્ર એન્જેલ ઇન્વેસ્ટમેન્ટ ડિલ થઈ હતી જે 2014માં વધીને 200 થઈ ચૂકી છે.

એન્જેલ ઇન્વેસ્ટમેન્ટ શું છે?

નવા સાહસો શરૂ કરવા માટે પ્રારંભિક તબક્કામાં ધનિક વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતું રોકાણ એન્જેલ ઇન્વેસ્ટમેન્ટ નામે ઓળખાય છે. જેના બદલામાં ઇન્વેસ્ટરને ડેટ કે ઇક્વિટી મળતી હોય છે. સામાન્યપણે ડેટને કેટલાક વર્ષો પછી ઇક્વિટીમાં તબદીલ કરી શકાય છે, તેથી તેને કન્વર્ટીબલ ડેટ પણ કહેવામાં આવે છે. જો વ્યવસાય સફળ થઈ જાય તો તેનું મૂલ્યાંકન વધી જાય છે અને એન્જેલ ઇન્વેસ્ટરને ઓલા કેબ્સની જેમ જબરદસ્ત રિટર્ન મળે છે અને જો વ્યવસાય નિષ્ફળ રહે તો ઇન્વેસ્ટરને દેવાની જેમ રોકાણ કરવામાં આવેલી રકમ પરત મળી શકે છે. વિશ્વમાં 50 ટકા કરતા પણ ઓછા કેસમાં લાભ મળ્યો છે. સરેરાશ રિટર્નનો દર છેલ્લા પાંચ વર્ષમાં 250 ટકા રહ્યો છે.

આ રીતે શરૂઆત થઈ

અમેરિકામાં થિયેટર પ્રોડકશન જ્યારે ધનિક વ્યક્તિ નવા નાટક માટે પૈસા રોકે તેના માટે એન્જેલ શબ્દનો ઉપયોગ થાય છે. અમેરિકી પ્રોફેસર વિલિયમ વેટેઝલે 1978માં શબ્દનો ઔપચારિક ઉપયોગ કર્યો હતો. અમેરિકામાં રિટાયર્ડ વ્યક્તિ અથવા તો પોતાના વ્યવસાયમાં પૈસા કમાઈને વેચનાર ઉદ્યોગસાહસિકોએ તેની શરૂઆત કરી હતી. એવા લોકો હતા જે સંપૂર્ણ સમય કામ કરતા નહોતા પણ નવા ઉદ્યોગોમાંથી વધુને વધુ રિટર્ન મેળ‌વવા માગતા હતા. તેઓ ઉદ્યોગસાહસિકોને મેનેજમેન્ટની સલાહ પણ આપતા હતા. અમેરિકામાં આજે લગભગ સાડા સાત લાખ એન્જેલ ઇન્વેસ્ટર્સ છે.

એન્જેલ ઇન્વેસ્ટર ગ્રૂપ

શરૂઆતમાં નવા ઉદ્યોગો નિષ્ફળ જવાથી ઘણા એન્જેલ ઇન્વેસ્ટરોને મોટાપાયે નુકસાન વેઠવું પડ્યું હતું. પછી એવો નિષ્કર્ષ કાઢવામાં આપ્યો કે કોઈ એક એન્જેલ ઇન્વેસ્ટર કોઈપણ ધંધાને સંપૂર્ણ સમજી શકે નહીં અને તે બધા ક્ષેત્રોને સલાહ આપી શકે નહીં. જેમ કે એક એન્જેલ ઇન્વેસ્ટર જેણે રિસર્ચમાં કામ કર્યું છે તે માર્કેટીંગ અને ફાયનાન્સને સંપૂર્ણ રીતે સમજી શકે નહીં. પછી કે તેથી વધારે એન્જેલ ઇન્વેસ્ટરોએ મળીને ગ્રુપ બનવવાનું શરૂ કર્યું. છેલ્લા 15 વર્ષમાં એન્જેલ ઇન્વેસ્ટર્સ ગ્રુપ બનાવવાનું ચલણ ઝડપથી વધ્યું છે.
 
આ રીતે રિસ્ક ઓછું અને પૈસા પરત

એન્જેલ ઇન્વેસ્ટમેન્ટમાં રિસ્ક ઘણું વધારે હોય છે. ઇન્વેસ્ટર પોતાના કુલ પોર્ટફોલિયોમાં 10 ટકા રોકાણ કરે છે. દરેક ઇન્વેસ્ટર જુદા જુદા ઉદ્યોગોમાં રોકાણ કરે છે, જેથી જોખમ વહેંચી શકાય. તેઓ ઉદ્યોગસાહસિકોનું બેકગ્રાઉન્ડ, બેન્ક એકાઉન્ટની ડિટેલ વિગેરની ચકાસણી કર્યા બાદ રોકાણ કરે છે.

ભારતમાં તે કેવી રીતે થાય છે?

ભારતમાં એન્જેલ ઇન્વેસ્ટર્સ પાંચ લાખથી લઈને એક કરોડ રૂપિયા સુધીનું રોકાણ નવા ઉદ્યોગોમાં કરે છે. મોટેભાગે તેઓ ગ્રુપ બનાવીને કોઈ ઉદ્યોગમાં ઇન્વેસ્ટ કરે છે. ગ્રુપ કોઈ ખાસ સેક્ટરમાં પૈસા રોકે છે. ઇન્વેસ્ટર ગ્રુપમાં એક લીડ અથવા તો મુખ્ય ઇન્વેસ્ટર હોય છે જેને સેક્ટરનો અનુભવ હોય છે. અન્ય 4થી 6 ઇન્વેસ્ટર તેમાં પૈસા રોકે છે.

ભવિષ્યની સ્થિતિ

છેલ્લાકેટલાક વર્ષોમાં ભારતમાં એન્જેલ ઇન્વેસ્ટમેન્ટ ઝડપથી વધ્યું છે. ભારતમાં ઘણા મેનેજમેન્ટ તથા એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ ક્યાંક નોકરી કરવાને બદલે જાતે બિઝનેસ શરૂ કરે છે. આવનારા વર્ષોમાં પણ એન્જેલ ઇન્વેસ્ટમેન્ટ વધવાની શક્યતા છે.
 
ફેક્ટઃદેશમાં મુંબઈ અને બેંગલોર પ્રત્યે સૌથી વધારે એન્જેલ ઇન્વેસ્ટર્સ આકર્ષિત થયા છે. શહેરોમાં ઘણા પ્રોજેક્ટમાં રોકાણ કરવામાં આવ્યું છે. કુલ એન્જેલ ઇન્વેસ્ટમેન્ટના 39 ટકા એટલે કે સૌથી વધારે પૈસા આઇટી સેક્ટરમાં છે.
 
ડો. મીનાક્ષી ધારીવાલ
ડીન (એકેડેમિક્સ), આઇબીએસ, મુંબઈ

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.