• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Experts »Tax» Ajit Shah Article On Capital Gains Tax

નવો ચીલો ચાતરતા બજેટમાં કેપિટલ ગેઇન શીર્ષક હેઠળ 87 નવા સુધારા

નવો ચીલો ચાતરતા બજેટમાં કેપિટલ ગેઇન શીર્ષક હેઠળ 87 નવા સુધારા
(તસવીર પ્રતિકાત્મક)
 
બજેટ 2017 જે નાણાપ્રધાન અરૂણ જેટલીએ પ્રથમવાર 1લી ફેબ્રુઆરી 2017ના રોજ પાર્લામેન્ટમાં રજુ ક્યું હતું. તેમાં આવકવેરા કાયદા હેઠળ કુલ 87 સુધારા કરવામાં આવ્યા હતા. જે દરેકે દરેક અગત્યના સુધારા છે આજે આપણે ‘કેપીટલ ગેઇન’ના શીર્ષક હેઠળ જે સુધારા કરવામાં આવ્યા છે તેના ઉપર ચાર્ચા કરીશું.કલમ 45 પ્રમાણે જે વર્ષમાં કેપીટલ એસેટ ટ્રાન્સફર કરવામાં આવે તે વર્ષમાં કેપીટલ એસેટ ઉપર થતો મૂડી નફો તે વર્ષેનો ગણવાનો હોય છે. આ કલમ પછી એક નવી કલમ 5એ ઉમેરવામાં આવી છે તે પ્રમાણે વ્યક્તિ અને હિન્દુ અવિભક્ત કુટુંબના કેસમાં મૂડી નફાની ગણતરી નીચે પ્રમાણે કરવાની રહેશે.

કેપીટલ એસેટ એટલે કે જમીન અથવા મકાન રાખવા બંન્નેનું વેચાણ કરવામાં આવે અને તે અંગેનો સ્પેસીફાઇડ એગ્રીમેન્ટ બનાવવામાં આવે ત્યારે તે જ વર્ષમાં કેપીટલ ગેઇનની ગણતરી કરવાની નહીં. પરંતુ જે વર્ષમાં પ્રોજેક્ટ પુરો થયો હોય તે અંગેનું સર્ટીફીકેટ મળે તે વર્ષોમાં મૂડી નફો ગણવાનો રહેશે. તે જ પ્રમાણે જો પ્રોજેક્ટ અડધો પુરો થયો હોય અને તે અંગેનું સર્ટીફીકેટ જે તે ઓથોરીટી પાસેથી લાવવામાં આવે તે વર્ષમાં મુડી નફો ગણવાનો રહેશે. જે તારીખે કરદાતાને નવી મિલ્કત ફાળવવામાં આવે તે તારીખની મિલ્કતની સ્ટેમ્પ ડ્યુટી એટલે કે જંત્રી કિંમત તેમજ અન્ય કોઇ રોકડ અવેજ મળેલ હોય તો તેવા સંજોગોમાં સ્ટેમ્પ ડ્યુટીની કિંમતમાં રોકડ અવેજની થતી રકમ ઉમેરીને થતી રકમને સંપૂર્ણ કિંમત ગણવામાં આવશે અને તે પ્રમાણે મૂડીનફો ગણતરીમાં લેવામાં આવશે.
 
જો કરદાતા પ્રોજેક્ટમાં રહેલો પોતાનો હિસ્સો ભાગ અન્ય કોઇને ટ્રાન્સફર કરે અથવા વેચાણ કરે તેવા સંજોગોમાં આ કલમ લાગુ પડશે નહી કારણ કે કમ્પ્લીશન સર્ટીફીકેટ આવેલ નથી. અહીં એક વાત ધ્યાનમાં રાખવાની  કે કલમ 194 આઇ સી પ્રમાણે ચૂકવવા પાત્ર કિંમત ઉપર 10 ટકાના દરે કર કપાત કરવાની રહેશે આ સુધારો આકારણી વર્ષ 2018-19થી અમલમાં આવશે. અત્યારે કલમ 45 મુજબ કેટલાક મૂડીનફાના વ્યવહારો કરને પાત્ર નથી. એટલે કે તેવા વ્યવહારો ઉપર કર લેવામાં આવતો નથી. જેવાકે બોન્ડનું રૂપાંતર, ડીબેન્ચરનું રૂપાંતર કે ડીબેન્ચર સ્ટોક અથવા ડીબેન્ચર સર્ટીફીકેટનું રૂપાંતર કંપનીના શેરોમાં કરવામાં આવે તેના ઉપર મુડી નફો ગણાતો નથી.
 
કલમ 47માં ફેરફાર કરવામાં આવ્યો છે. તે મુજબ કંપનીના પ્રેફરન્સ શેરનું તેના ઇક્વીટી શેરમાં રૂપાંતર કરવામાં આવે તો તેવા રૂપાંતરને ટ્રાન્સફર ગણાવામાં આવશે નહી અને કોઈપણ પ્રકારનો મૂડીનફો ગણવાનો રહેશે નહી. આજ પ્રમાણે કલમ 47માં નવી કલમ 7એએ ઉમેરવામાં આવી છે. તે પ્રમાણે કેપીટલ એસેટનું ભારત બહાર, ભારતીય કંપનીમાં રૂપી ડીનોમીનેટેડ બોન્ડ ઇસ્યુ કરવામાં આવ્યા હોય તેમાં બન્ને પક્ષકારો બિનરહીશ હોય તો તેવા વ્યવહરો ઉપર કેપીટલ ગેઇન ગણવાનો રહેશે નહી. કલમ 48 પ્રમાણે લાંબાગાળાના મૂડીનફાની ગણતરી કરવા માટે પાયાનું વર્ષ 1981 હતુ તેમાં ફેરફાર રીને હવેથી પાયાનું વર્ષ 2001 ગણવાનું રહેશે. આ કોસ્ટ ઇન્ફલેશન ઇન્ડેક્સના ફેરફારથી જે મૂડી મિલકતો લાંબાગાળાની હશે તેનું વેચાણ 1લી એપ્રિલ 2017 પછી કરવામાં આવશે તો કરદાતાને ઓછો કર ભરવાનો થશે કારણકે આ ફેરફારથી જે મિલ્કત 2001 પહેલા ખદીદેલ હશે તેની 1-4-2001ની બજાર કિંમત ગણીને નવા કોસ્ટ ઇન્ડેક્સ પ્રમાણે કર ભરવાનો થશે.

હાલના ઇન્ડેક્ષ પ્રમાણે 2001નો ઇન્ડેક્સ કોસ્ટ 426 છે જે 2001ના પ્રમાણમાં ઓછો છે. 2001નો બજાર ભાવ કાઢવામાં આવે તો ખરીદકિંમત વધશે અને કેપીટલ ગેઇનની રકમ ઘટશે. માની લો કે એક ફ્લેટ રૂ. 1 લાખમાં એપ્રિલ 1981માં ખરીદ્યો હતો અને તેજ ફ્લેટ 31મી માર્ચ 2017માં વેચવામાં આવે જેની કિંમત રૂ. 15,00,000 થાય છે. તો લાંબાગાળાનો મૂડીનફો 2016-17ની ઇન્ડેક્ષ કોસ્ટ 1182 પ્રમાણે ગણતા રૂ.11,82,000 થાય અને રૂ.18,000 ઉપર 20 ટકા પ્રમાણે  ટેક્ષ ભરવાનો થાય. હવે સુધારેલ ઇન્ડેક્ષ પ્રમામે આજ મિલ્કત એટલે કે ફ્લેટની કિંમત 1લી એપ્રીલ 2001ના રોજ રૂ.6,00,000 હોય તો 1લી એપ્રિલ 2016ના રોજ રૂ.15,00,000માં વેચવામાં આવે તો ખરીદ કીંમત રૂ. 16,68,000 થાય કારણ કે 2017-18નો ઇન્ડેક્ષ 278 છે.
 
(અંદાજે) માટે રૂ.1,68,000નું નુકસાન થયુ કહેવાય એટલે આ સુધારાથી કરદાતાને ફાયદો થશે અને તેનાથી પણ વિશેષ લાંબાગાળાનો મૂડીનફો ગણવા માટે 3 વર્ષને બદલે 2 વર્ષની માલીકી ગણવામાં આવશે. અત્યારે અનલીસ્ટેડ કંપનીના શેરો એટલે કે જે કંપની કોઈ પણ સ્ટોક એક્સચેન્જમાં નોંધાયેલ નથી તેવી કંપનીના શેરો ટ્રાન્સફર કરવામાં આવે તો જે ભાવે શેરો ટ્રાન્સફર કરેલ હોય તે ભાવ પ્રમાણે મૂડીનફો ગણવામાં આવે છે જ્યારે આમા ફેરફાર કરીને તા.1લી એપ્રિલ 2017 પછી જો આવા અનલીસ્ટેડ કંપનીના શેરો ટ્રાન્સફર કરવામાં આવે તો આવા શેરોની અવેજ કિંમત કે બજાર કિંમત જે વધારે હશે તે માન્ય રાખીને મૂડીનફાની ગણતરી કરવાની રહેશે. કલમ 54 ઇસી પ્રમાણે જો કરદાતાએ લાંબાગાળાના મૂડીનફાની રકમ ઉપર ટેક્સ ન ભરવો હોય તો નીચે દર્શાવેલી કંપનીમાં રોકાણ કરે તો રૂ.50,00,000 સુધીની રકમ બાદ મળે છે જે અમૂક શરતો ને આધિન છે. 1 નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયા, 2 રૂરલ ઇલેકટ્રીક ફીકેશન કોર્પોરેશન. આ બે કંપની ઉપરાંત જો કરદાતા કેન્દ્ર સરકાર દ્વારા સુચિત ત્રણ વર્ષ પછી પરત મળે તેવા બોન્ડમાં રોકાણ કરે તો પણ આ રૂ,50લાખ સુધીની રકમ બાદ મળે છે. 
(Tax Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Experts Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ajit Shah Article On Capital gains tax
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.