• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Taxation» Way Is Clear For Implementation Of GST With Passing Of Related 4 Bills Of GST In Rajya Sabha

રાજ્યસભામાં વિરોધ વિના GST પરના 4 બિલ પસાર, લોકસભામાં પણ મંજૂર

નવી દિલ્હીઃ આઝાદી પછીના સૌથી મોટા આર્થિક સુધાર ગણાતા ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ને આગામી 1લી જુલાઇથી લાગૂ કરવાને આડેનો અંતિમ અવરોધ કેન્દ્ર સરકારે પાર કરી લીધો છે. ગુરૂવારે રાજ્યસભામાં 8 કલાક લાંબી ચર્ચાના અંતે જીએસટી સબંધિત ચાર બિલ પસાર થઈ ગયા હતા. આ તમામ બિલો અગાઉ લોકસભામાં પસાર થઈ ચૂક્યા છે. રાજ્યસભામાં જીએસટી બિલો પાસ કરાવવામાં સરકારને મદદ કરનાર ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે નવી પરોક્ષ વેરા વ્યવસ્થાને ઐતિહાસિક ગણાવી હતી.  રસપ્રદ વાત એ છે કે રાજ્યસભામાં કોંગ્રેસે એકપણ સુધારો રજૂ કર્યો ન હતો. તેથી સરકારને તેનું સમર્થન મળ્યું તે મહત્ત્વનું બન્યું. રાજ્યસભામાં પાસ થયા પછી લોકસભામાં પણ તેને મંજૂરી મળી ગઇ.
 
વિરોધપક્ષોએ જણાવેલા સુધારા સાથે રાજ્યસભાએ જીએસટી સાથે જોડાયેલા ચાર બિલો સેન્ટ્રલ જીએસટી (C-GST), ઇન્ટિગ્રેટેડ જીએસટી (I-GST), યુનિયન જીએસટી (UT-GST) અને જીએસટી (કમ્પેન્સેશન ટુ સ્ટેટ્સ)ને પરત કર્યા હતા.
 
રાજ્યસભામાં 8 કલાક લાંબી મેરેથોન ડિબેટ બાદ ચાર બિલ પસાર : જીએસટી લાગૂ થતા મોંઘવારી નહીં વધે : જેટલી
 
સેન્ટ્રલ જીએસટી, ઇન્ટીગ્રેટેડ જીએસટી, યુનિયન ટેરેટરી જીએસટી, કૉમ્પનસેશન જીએસટી બિલોને રાજ્યસભાએ મંજૂરી આપી હતી. રાજ્યસભામાં જીએસટીના તમામ ચાર બિલ કોઈ પણ સુધારા વિના પસાર થયા હતા. હવે રાજ્યોએ સ્ટેટ જીએસટી બિલ પાસ કરવાનું રહે છે.નાણા પ્રધાન જેટલીએ ખાતરી આપી હતી કે જીએસટી લાગૂ થતા મોંઘવારી વધશે નહીં.  કેન્દ્રીય નાણા પ્રધાન અરૂણ જેટલીએ ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, ‘મન  એ વાતનો આનંદ છે કે દેશહિતની વાત આવી ત્યારે તમામ પક્ષો અને નેતાઓ એકસ્વરે બોલવા લાગ્યા.’
 
નાણા પ્રધાન જેટલીએ બિલને લગતી વિપક્ષની ચિંતાનો જવાબ આપ્યો હતો
 
મની બિલ હોવાથી રાજ્યસભાને આ ચારેય બિલો પર માત્ર ચર્ચાનો અધિકાર હતો. 8 કલાક ચાલેલી ચર્ચાના અંતે નાણા પ્રધાન જેટલીએ બિલને લગતી વિપક્ષની ચિંતાનો જવાબ આપ્યો હતો. જેટલીએ ચારે બિલ દ્વારા સરકાર સંસદના અધિકારો સાથે સમાધાન થઈ રહ્યું હોવાના આક્ષેપોનો નકાર્યા હતા. જેટલીએ કહ્યું હતું કે આ બિલો દ્વારા સંસદે કાયદામાં સુધાર કરીને જીએસટી પરિષદને ટેક્સના દરો અંગેની ભલામણ કરવાનો અધિકાર આપ્યો છે. ઉલ્લેખનીય છે કે જીએસટીમાં 0,5, 12, 18 અને 28 ટકા ટેક્સનો દર નક્કી કરાયો છે. મોટેભાગે લક્ઝરી ચીજવસ્તુઓને સૌથી ઉંચા ટેક્સ સ્લેબમાં સામેલ કરવામાં આવશે. આ સ્લેબમાં કઈ ચીજવસ્તુઓ અને સેવાઓ આવશે તે જીએસટી પરિષદ નક્કી કરશે. પરિષદ આગામી 18 અને 19 મેના રોજ દર નક્કી કરશે.
 
અણીના વખતે મનમોહનસિંહ મદદે આવ્યા
 
રાજ્યસભામાં જીએસટીના 4 બિલ પસાર કરાવવાનો શ્રેય ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના ફાળે જાય છે. આ બિલોમાં કોંગ્રેસે કેટલાક સુધારાનો આગ્રહ રાખ્યો હતો. પણ મનમોહનસિંહે સહમતી જાળવવાનું વલણ ધરાવવાની પાર્ટીને સલાહ આપી હતી. રાજ્યસભામાં કોંગ્રેસે બિલોને સમર્થન આપ્યા પછી ટીએમસી તથા અન્ય લેફ્ટ પાર્ટીઓ પોતાના સુધારાઓ પાસ કરાવી શકી નહોતી.
 
વેપારીઓને ટેક્સ વિભાગ દ્વારા થતી હેરાનગતિ બંધ થશે : જેટલી
 
નાણા પ્રધાન જેટલીએ કહ્યું હતું કે જીએસટી લાગૂ થતા ચોક્કસ વહીવટી વિભાગો દ્વારા વેપારીઓની થતી હેરાનગતિ બંધ થશે તથા દેશભરમાં તમામ કોમોડીટી માટે એક ભાવ લાગૂ થશે.
 
ક્યા બિલનો ક્યો અર્થ
 
1. સેન્ટ્રલ જીએસટી (C-GST) - તેને કેન્દ્ર સરકાર વસૂલ કરશે.
2. સ્ટેટ જીએસટી- તેને રાજ્ય સરકાર વસૂલ કરશે.
3. ઇન્ટિગ્રેટેડ જીએસટી (I-GST)- જો કોઇ વ્યવસાય બે રાજ્યો વચ્ચે હશે તો તેના પર આ ટેક્સ લાગશે. તેને કેન્દ્ર સરકાર વસૂલ કરીને બંને રાજ્યો વચ્ચે સરખા હિસ્સે વહેંચશે.
4. યુનિયન જીએસટી (UT-GST) - કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત ગુડ્ઝ, સર્વિસ કે બંને પર લાગુ પડશે. તેને કેન્દ્ર સરકાર વસૂલ કરશે.
 
આ બિલો પસાર થયા તેનું મહત્ત્વ

- 1 જુલાઇથી જીએસટી લાગુ થવાની આશા વધી
- વન નેશન-વન ટેક્સની 17 વર્ષથી ચાલતા ટેક્સ રીફોર્મના પ્રયાસ સફળ થશે. સૌ પહેલા વાજપેયી સરકારે 2000માં જીએસટી અંગે વિચાર્યું હતું.
- 20થી વધારે ઇનડાયરેક્ટ ટેક્સ દૂર થશે. તે દેશ માટે ઐતિહાસિક બનશે.
 
હવે રાજ્યોમાં પસાર કરવાનું છે એક બિલ
 
લોકસભામાં આ બિલોને 29 માર્ચે મંજૂરી મળી હતી. હવે તમામ રાજ્યોને સ્ટેટ્સ જીએસટી બિલ પસાર કરવાનું રહેશે, તે પછી નવું ઇનડાયરેક્ટ ટેક્સ રેજિમ લાગુ પડશે.
 
આગળની સ્લાઇડમાં વાંચો- જીએસટીથી નહિ વધે ફુગાવો...
(Taxation Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Way is clear for implementation of GST with passing of related 4 bills of GST in Rajya Sabha
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.