• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Taxation» This Time You Have To Give More Detail In Filing Of Income Tax Return

ઇન્કમ ટેક્સ રીટર્નમાં આ વખતે આપવી પડશે આ ડિટેલ, આટલી વાતોનું રાખો ધ્યાન

નવી દિલ્હીઃનાણાકીય વર્ષ 2016-17 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન (આઇટીઆર) ફાઇલ કરવાનો આ સમય છે. નવા નિયમો હેઠળ આ વખતે તમારે ઇન્કમ ટેક્સ રીટર્ન ફાઇલ કરવામાં નવી ડીટેલ આપવાની આવશે. તેથી આઇટી રીટર્ન ભરતા પહેલા તમારે એ જાણવું જરૂરી છે કે નિયમોમાં ક્યા ફેરફારો થયા છે અને તે કોને લાગુ પડશે.
 
ઓનલાઇન ફાઇલ કરવું પડશે આઇટી રીટર્ન

સીએ અને cleartaxના ચીફ એડિટર પ્રીતિ ખુરાનાએ  moneybhaskar.comને જણાવ્યું કે મોટા ભાગના લોકોને ઇન્કમ ટેક્સ રીટર્ન (ITR) ઓનલાઇન જ ફાઇલ કરવું પડશે. નવા નિયમો મુજબ, હવે માત્ર 80 વર્ષથી વધુ ઉંમરના લોકો જ ઓફલાઇન રીટર્ન ફાઇલ કરી શકે છે. તે ઉપરાંત પાંચ લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા ઇનડિવિડ્યુઅલ જેમનું કોઇ રીફન્ડ ન હોય તેઓ જ ઓફલાઇન રીટર્ન ફાઇલ કરી શકે છે. જ્યારે ITR ફોર્મ 1- ITR 2 ને છોડીને બાકી બધાને ફોર્મ ઓનલાઇન જ ફાઇલ કરવાનું છે.
 
2.50 લાખ રૂપિયાથી વધુ કેશ ડિપોઝિટની માહિતી

આ વખતે ઇન્કમ ટેક્સ રીટર્ન ફાઇલ કરવા માટે નિયમોમાં થોડોક ફેરફાર કરવામાં આવ્યો છે. નોટબંધીના 50 દિવસના ગાળામાં જો કોઇએ રૂ.2.50 લાખથી વધુ કેશ જમા કરી હોય તો તેણે તેની ડિટેલ રીટર્નમાં જણાવવી પડશે. આ પહેલા ઇન્કમ ટેક્સ રીટર્નમાં કેશ ડિપોઝિટ અંગે કોઇ માહિતી માગવામાં આવતી ન હતી.
 
આપવી પડશે આધારની ડિટેલ

આ વખતે 1 જુલાઇ પછી જો તમે ઇન્કમ ટેક્સ રીટર્ન ફાઇલ કરવાના હો તો તમારે આધાર નંબર ક્વોટ કરવો પડશે. આ ઉપરાંત તમારે ઇન્કમ ટેક્સ રીટર્ન ફાઇલ કરવા માટે આધારને PAN સાથે લિન્ક કરાવવો પડશે. તે વિના તમે ઇન્કમ ટેક્સ રીટર્ન ફાઇલ નહિ કરી શકો.
 
50 લાખ રૂપિયા સુધીની ઇન્કમ ધરાવતા લોકો માટે ફોર્મ-1

પ્રીતિ ખુરાનાનું કહેવું છે કે આ વખતે 50 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકો માટે નવું ITR ફોર્મ ITR 1 બહાર પાડવામાં આવ્યું છે. આ ફોર્મને ભરવું ખૂબ સરળ છે. તેથી વાર્ષિક 50 લાખ રૂપિયા સુધીની આવક વાળા માટે ઇન્કમ ટેક્સ રીટર્ન ફાઇલ કરવાનું સરળ બન્યું છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો- કોના માટે જરૂરી છે રીટર્ન ફાઇલ કરવું
 
(Taxation Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: This time you have to give more detail in filing of income tax return
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.