• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Budget 2017 »Taxation» Budget 2017 Income Tax Slashed For Lower Income Groups

વાર્ષિક 2.5થી 5 લાખ સુધીની કમાણી પર હવે 10%ના બદલે 5% TAX

નવી દિલ્હીઃ બજેટ 2017માં અરૂણ જેટલીએ વ્યક્તિગત કરદાતાઓને ટેક્સના મોરચે મોટી છૂટ આપી છે. સરકારે 2.5 લાખ રૂપિયાથી 5 લાખની ઇનકમ પર ટેક્સ રેટ 10 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દીધો છે. જો કે બજેટમાં ટેક્સ સ્લેબમાં કોઇ ફેરફાર કરવામાં નથી આવ્યો પરંતુ ટેક્સ રિબેટમાં છૂટ ગણીએ તો હવે 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઇ ટેક્સ નહીં લાગે.
 
3 લાખ સુધી ટેક્સ નહીં
 
નવા ટેક્સ સ્લેબ અનુસાર 2.5 લાખ સુધીની આવક પર કોઇ ટેક્સ નહીં લાગે. 2.5 લાખથી 3 લાખની આવક પર ટેક્સ રિબેટ 5000થી ઘટીને 2500 કરવામાં આવી છે. એટલે કે આવકવેરા કાયદાની કલમ 87એ હેઠળ ટેક્સ રિબેટ અને 5 ટકાના ટેક્સ પ્રમાણે 3 લાખ સુધી કોઇ ટેક્સ નહીં લાગે. તો 3 લાખથી 5 લાખ રૂપિયા સુધીની આવક પર 10 હજાર અને 3 થી 3.5 લાખની આવક પર 2500 રૂપિયાનો જ ટેક્સ ચૂકવવાનો રહેશે. નવા નિર્ણયના કારણે 5 લાખથી વધુ કમાતી વ્યક્તિને ટેક્સમાં મહત્તમ 12,500 રૂપિયાની આસપાસ છૂટ મળશે.
 
 
જેટલીએ કેટલીક મહત્વની જાહેરાત કરી છે. ટેક્સ છૂટથી થનારા નુકસાનની ભરપાઇ કરવા માટે 50 લાખથી 1 કરોડની વચ્ચે વાર્ષિક કમાનારાને 10 ટકા સરચાર્જ પણ આપવો પડશે. તો 1 કરોડથી વધુ કમાતી વ્યક્તિને 15 ટકાનો સરચાર્જ આપવો પડશે. 
 
ઇન્કમ ટેક્સ સ્લેબ 2017-18
ઇન્કમ
ટેક્સ રેટ
નવો ટેક્સ રેટ
રૂ.2.5 લાખ
0%
કોઇ ફેરફાર નહીં
રૂ.2.5 થી 5 લાખ
10%
5%
રૂ.5 થી 10 લાખ સુધી
20%
કોઇ ફેરફાર નહીં
રૂ.10 લાખથી વધુ
30%
કોઇ ફેરફાર નહીં
(Taxation Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Budget 2017 Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: budget 2017 income tax slashed for lower income groups
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.