• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Taxation» Tax Authority Can Probe In Sudden Rise Of Cash Sales By Business Units Or Traders

નોટબંધીના બે માસમાં જો મોટાપાયે કેશ સેલ્સ થઇ હશે તો ફસાશે વેપારી, ટેક્સ વિભાગ કરશે તપાસ

નોટબંધીના બે માસમાં જો મોટાપાયે કેશ સેલ્સ થઇ હશે તો ફસાશે વેપારી, ટેક્સ વિભાગ કરશે તપાસ
નવી દિલ્હીઃ હવે એવા વેપારીઓ કે દુકાનો ફસાઇ શકે છે કે જેમનું કેશ સેલ્સ નોટબંધી પછી ઘણું વધ્યું છે. ટેક્સ ડિપાર્ટમેન્ટ ટેક્સ ચોરી રોકવા માટે એવી દુકાનો પર નજર રાખી રહ્યું છે કે જેમના કેશ વેચાણમાં નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન મોટો વધારો થયો હોય.
 
કેશ સેલ્સમાં અસામાન્ય વધારો થયો હશે તો થશે તપાસ

એક સરકારી અધિકારીએ જણાવ્યું કે અસમાન્ય રીતે કેશ સેલ્સમાં વધારો થયાના દરેક કેસમાં ટેક્સ ડિપાર્ટમેન્ટ કંપની, એન્ટરપ્રાઇઝ કે ટ્રેડિંગ એસ્ટાબ્લિશમેન્ટ દ્વારા ક્લેમ કરવામાં આવેલા વેચાણ અને ઇન્વેન્ટરીના આંકડાની પાછલા મહિનાઓથી તપાસ કરશે. એ જોવામાં આશે કે તેના માધ્યમથી ક્યાંક બ્લેકમનીને તો નથી છૂપાવવામાં આવ્યું.
 
વધારે ટેક્સ આપવાના પણ કિસ્સા જોવા મળ્યા
 
ટેક્સ ડિપાર્ટમેન્ટના રડાર પર એવા ટ્રેડર્સ અને બિઝનેસ એસ્ટાબ્લિશમેન્ટ્સ છે જેમણે 8 નવેમ્બર પછી કેશ સેલ્સ કે ઇન્વેન્ટરી પરચેજમાં મોટો વધારો બતાવ્યો છે. એક અધિકારીએ જણાવ્યું કે `એવા કિસ્સા જોવા મળ્યા છે કે જેમાં બિઝનેસ એન્ટિટીઝે સેલ્સ કે ઇન્વેન્ટરી ક્લીયર થયાના દાવા કરતા વધારે ટેક્સ (વેટ કે એક્સાઇઝ ડ્યુટી) જમા કર્યો છે.'
 
બેન્ક સ્ટેટમેન્ટની થશે તપાસ

ટેક્સ ડિપાર્ટમેન્ટ એ વાતની પુષ્ટિ કરશે કે બતાવેલા કેશ ટ્રાન્ઝેક્શન એક વર્ષ દરમિયાન થયેલા નોર્મલ બિઝનેસને અનુરૂપ છે કે કેમ. તે માટે ટેક્સ ડિપાર્ટમેન્ટ મન્થલી સેલ્સના આંકડાને કેશ અને ક્રેડિટ સેલ્સમાં અલગ કરીને તપાસ કરશે. જેમાં પાછલી તારીખમાં કેશ કે ખોટા વેચાણને ઓળખવા માટે બેન્ક સ્ટેટમેન્ટની પણ તપાસ કરાશે.
 
આઇટી ડિપાર્ટમેન્ટ શોધશે બ્લેકમની
 
અધિકારીએ જણાવ્યું કે, `આ માધ્યમથી એવી બિઝનેસ એન્ટિટીઝ પકડાઇ જશે કે જેમણે નોટબંધીના 50 દિવસના ગાળામાં બિનહિસાબી કેશ કે બ્લેકમની પોતાના બેન્ક એકાઉન્ટમાં જમા કર્યા હોય.'

9 નવેમ્બરથી 30 ડિસેમ્બર 2016 દરમિયાન કેશ સેલ્સમાં વધારો કે અજાણાય લોકોને કરેલા કેશ સેલ્સમાં અસામાન્ય વૃદ્ધિ પર પણ આઇટી ડિપાર્ટમેન્ટ તપાસ કરશે.
 
અધિકારીએ જણાવ્યું કે વ્યક્તિ, કોઇ કંપની, પાર્ટનરશીપ કે પ્રોપરાઇટરશીપ ફર્મ પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઇ શકે છે.
(Taxation Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Tax authority can probe in sudden rise of cash sales by business units or traders
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.