• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Taxation» Selling And Buying Of Old Gold Jewellery Will Not Be Easy After GST

હવે ગ્રાહક માટે જ્વેલર્સને જૂના દાગીના વેચવા બનશે મુશ્કેલ, GSTમાં બધુ થશે ઓન રેકોર્ડ

નવી દિલ્હીઃગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) લાગુ થયા પચી ગ્રાહક માટે જ્વેલર્સને પોતાના ઘરેણાં વેચવાનું સરળ નહિ હોય. જીએસટી આવ્યા પછી બધુ ઓન પેપર થઇ જશે. જ્વેલર્સે હવે જૂની જ્વેલરી ખરીદવા પર રિવર્સ ચાર્જ આપવો પડશે. આ સાથે તેને પોતાની રેકોર્ડ બૂકમાં જૂની ખરીદેલી જ્વેલરીની ડિટેલ આપવી પડશે. અત્યાર સુધી મોટા ભાગના જ્વેલર્સ જૂની ખરીદેલી જ્વેલરીને બૂકમાં બતાવતા ન હતા. જીએસટી આવ્યા પછી તેમણે બધુ તેમની બૂકમાં બતાવવું પડશે.
 
હાલ શું છે સિસ્ટમ

હાલ અસંગઠિત જ્વેલર જૂના ઘરેણાની ખરીદીને તેના ઇનવોઇસમાં બતાવતા નથી. નવી સિસ્ટમમાં હવે આ પણ ઓન-રેકોર્ડ હશે. હાલની સિસ્ટમમાં મોટા ભાગના વેપારીઓ જૂના ઘરેણાને ખરીદીને તેમાં વેલ્યુ એડીશન કરીને વેચે છે. તેમાં તેમને પ્રાઇસ ડિફરન્સ પર જ ટેક્સ આપવાનો હોય છે.
 
હવે બધુ થશે ઓન રેકોર્ડ

જૂના સોનાને વેચવાની આવી રીતને ઓન રેકોર્ડ લાવવાનું કામ સરકાર કરી રહી છે. જેથી તેને વધુને વધુ ટેક્સ મળી રહે. સરકાર જ્વેલરી ખરીદનાર અને વેચનારનો રેકોર્ડ રાખવા માગે છે. તેથી સરકારે જીએસટીમાં નિયમો નક્કી કર્યા છે.
 
આવું હશે નવી સિસ્ટમમાં 
 
હવે જ્લેલરે જૂના સ્ટોક ખરીદવા પર રિવર્સ ચાર્જ આપવો પડશે. જૂની જ્વેલરી પર વેલ્યુ એડીશન કર કે જૂના ઘરેણાં ખરીદી નવી જ્વેલરી વેચવા પર જીએસટી પણ ચુકવવો પડશે.
 
જ્વેલરે આપવો પડશે બે વાર ટેક્સ

દાખલા તરીકે, જો ગ્રાહક 1,00,000 રૂપિયાના જૂના દાગીના વેચીને રૂ.1.50 લાખના દાગીના ખરીદતો હતો તો ગ્રાહક અને જ્વેલર તફાવત એટલે કે 50,000 રૂપિયા પર ટેક્સ આપતા હતા. પરંતુ હવે એવું નહિ થાય. હવે જ્વેલરે 1,00,000 રૂપિયા પર રિવર્સ ચાર્જ સરકારને આપવો પડશે. 1.50 લાખ રૂપિયાની જ્વેલરી પર જીએસટી ગ્રાહક પાસેથી લેશે. એટલે કે જ્વેલરે સરકારને બેવાર ટેક્સ જમા કરવો પડશે.
 
જ્વેલર્સને મળશે રિવર્સ ચાર્જ રીફંડ

જ્વેલરને આ રિવર્સ ચાર્જ સરકાર પાસેથી રીફંડ ગ્રાહકના ઇન્કમ ટેક્સ રીટર્ન ફાઇલ કર્યા પછી જ મળશે. એટલે કે ગ્રાહકે પણ પોતાના રીટર્નમાં જ્વેલરી વેચવાનો રેકોર્ડ બતાવવો પડશે. ત્યારે જ્વેલરને રીવર્સ ચાર્જ રીફંડ મળી શકશે. એટલે કે હવે જ્વેલરે પણ જ્વેલરી ખરીદતા અને વેચતા સમયે પાન કાર્ડની વિગતો આપવી પડી શકે છે. ત્યારે જ ગ્રાહક અને જ્વેલર સોનાની ખરીદી અને વેચાણ કરી શકશે.
 
આગળની સ્લાઇડમાં જાણો- જ્વેલર્સને શું છે મુંઝવણ
(Taxation Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: selling and buying of old gold jewellery will not be easy after GST
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.