• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Taxation» It Dept Starts Countrywide Raids Against Petrol Pump Owners

પેટ્રોલ પંપો પર ITની રેડ, નોટબંધી દરમ્યાન બ્લેકમનીને વ્હાઇટ કર્યાની શંકા

નવી દિલ્હીઃ નોટબંધી દરમ્યાન લોકોની બ્લેકમનીને વ્હાઇટ કરવાની આશંકાથી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે દેશભરના પેટ્રોલ પંપો અને એલપીજી ડિસ્ટ્રીબ્યુટર્સને ત્યાં રેડ પાડવાની શરૂઆત કરી દીધી છે. મહત્વનું છે કે નોટબંધી દરમ્યાન પેટ્રોલ પંપો અને એલપીજી ડિસ્ટ્રીબ્યૂટર્સને ત્યાં બંધ નોટ ચલાવવાની મંજૂરી હતી. આઇટી ઓફિસરોને શક છે કે પેટ્રોલ પંપ ઓનર્સે આ છૂટની આડમાં લોકોના બ્લેકમનીને વ્હાઇટ કર્યા છે.  
 
કેશબુકની થઇ રહી છે તપાસ
 
મીડિયા રિપોર્ટ અનુસાર આઇટી એક્ટ સેકશન 133એ હેઠળ આ કાર્યવાહી થઇ રહી છે. જેમાં પેટ્રોલ પંપ ઓનર્સની કેશબુક તપાસવામાં આવી રહી છે. આઇટી ઓફિસર્સ એ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે નોટબંધી દરમ્યાન પેટ્રોલ પંપ માલિકો તરફથી કરવામાં આવેલી બેન્ક ડિપોઝિટ તેમના સેલ્સ સાથે મેળ ખાય છે કે નહીં.
 
પેટ્રોલ પંપોએ જમા કરી 15 ટકા એકસ્ટ્રા રકમ
 
કેટલાક આઇટી ઓફિસરોએ આને રૂટિન સર્વે ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે આ રેડ નથી. આ સર્વે દેશભરના પેટ્રોલ પંપ ઓનર્સ અને એલપીજી ડિસ્ટ્રીબ્યૂટર્સના કેમ્પસમાં 6 માર્ચથી ચાલી રહ્યો છે. સુત્રોના અનુસાર સર્વેમાં ખબર પડી છે કે નોટબંધી દરમ્યાન પેટ્રોલ પંપ ઓનર્સે એવરેજ સેલ્સથી 15 ટકા વધુ રકમ જમા કરાવી છે.
 
વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના હેઠળ કાર્યવાહી
 
જો પેટ્રોલ પંપ અને ગેસ ડિસ્ટ્રીબ્યૂટર્સ અહીંથી નોટબંધી દરમ્યાન સેલ્સથી વધુ ડિપોઝિટ કરવાની વાત સામે આવી રહી છે, તો તેમના ઓનર્સ સામે કાર્યવાહી કરવામાં આવ રહી છે. તેમની પાસેથી પ્રધાનપંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ટેક્સ અને 49.90 ટકાની પેનલ્ટી વસૂલવામાં આવી રહી છે.
 
બ્લેકને વ્હાઇટ કરવાના આવ્યા હતા સમાચારો
 
એવા સમાચારો આવ્યા હતા કે પેટ્રોલ પંપ ઓનર્સ અને એલપીજી ડિસ્ટ્રીબ્યૂટર્સ 500 અને 1000 રૂપિયાની જૂની નોટોને ખોટી રીતે બદલી રહ્યા છે. સાથે જ, આ લોકો તરફથી બેન્કોમાં જમા કરાવેલી કરન્સી તે સમયગાળા દરમ્યાન થયેલા વેચાણથી વધુ થઇ હતી. આઇટી ડિપાર્ટમેન્ટે આને જ ધ્યાનમાં લઇને આ કાર્યવાહી કરી છે. 
(Taxation Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: it dept starts countrywide raids against petrol pump owners
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.