• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Taxation» Operation Clean Money Website Launched, Tax Defaulters To Be Rated

GSTમાં કરચોરી રોકવા બે નવી એજન્સી હશે, એજન્સી સંભવિત કરચોરી શોધશે

નવી દિલ્હીઃ 1 જુલાઇથી જીએસટી લાગુ કરતા પહેલાં સરકાર કરચોરી રોકવાની વ્યવસ્થા મજબૂત કરવા ઇચ્છે છે. કરચોરીની વિગતો મેળવવા માટે 2 નવી એજન્સી હશે. એક બિઝનેસ ઇન્ટેલિજન્સ માટે અને બીજી એનાલિટિક્સ માટે. બિઝનેસ ઇન્ટેલિજન્સવાળી એજન્સી વિવિધ સૂત્રો પાસેથી સંભવિત કરચોરીની ભાળ મેળવશે. એનાલિટિક્સમાં ઉપલબ્ધ આંકડાના વિશ્લેષણથી જાણવામાં આવશે કે કોઇ કંપની કરચોરી કરી રહી છે કે નહીં હાલ વિવિધ ટેક્સ વિભાગોમાં કામ માટે અલગ-અલગ એજન્સીઓ હોય છે.
 
હાલ પરોક્ષ વેરાની સર્વોચ્ચ બોડી સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ છે. નવી કરવ્યવસ્થા માટે તેણે પણ પોતાના એક્સાઇઝ અને સર્વિસટેક્સ માળખામાં ફેરફાર કર્યા છે. જીએસટીમાં તેનું નામ બદલાઇને સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ થઇ જશે. તેમાં ચેરમેન ઉપરાંત 6 સભ્ય હશે. દરેક સભ્ય જીએસટી, આઇટી, લીગલ-કમ્પ્લાયન્સ વેરિફિકેશન, ઇન્વેસ્ટિગેશન, ટેક્સ પોલિસી, કસ્ટમ-એડમિનિસ્ટ્રેશન અને વિજિલન્સ જેવી જુદી જુદી જવાબદારી સંભાળશે.
 
સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમના એચઆર વિભાગ દ્વારા તમામ ઝોન પ્રમુખોને પત્ર મોકલાયો છે, જેમાં જણાવાયું છે કે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સેન્ટ્રલ એક્સાઇઝ ઇન્ટેલિજન્સનું નવું નામ ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ હશે. તેને અગાઉથી વધુ સત્તાઓ હશે. પ્રિન્સિપાલ ડાયરેક્ટર જનરલ તેના વડા હશે.
 
જ્વેલરી ઇન્ડસ્ટ્રીને 1.25% ટેક્સની આશા
 
જેમ્સ એન્ડ જ્વેલરી ટ્રેડ ફેડરેશનના ચેરમેન નિતિન ખંડેલવાલે આશા વ્યક્ત કરી છે કે સેક્ટર પર 1.25% ટેક્સ લાગશે. હાલ મોટા ભાગના રાજ્યોમાં 1 ટકા એક્સાઇઝ અને 1 ટકા વેટ મળીને કુલ 2 ટકા ટેક્સ લાગે છે.
 
કરચોરી પકડવી સરળ બનશે
 
ટેક્સએક્સપર્ટ રાજેશ્વર દયાલ અને સીએ એસ.કૃષ્ણને જણાવ્યું કે હાલ કેન્દ્ર સરકારના એક્સાઇઝ અને સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં તથા રાજ્યોના વેટ વિભાગમાં દરેક વિંગ અલગ-અલગ કામ કરે છે. જીએસટીમાં વિગતો એક સ્થળે આવવાથી કરચોરી પકડવી સરળ બનશે.
 
આગળ વાંચોઃ નાણાં પ્રધાને લોન્ચ કરી ક્લીન મની વેબસાઇટ, ટેક્સ ચોરી કરનારાની થશે ઓળખ
(Taxation Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Operation Clean Money Website Launched, Tax Defaulters To Be Rated
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.