• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Taxation» No Scrutiny Of Bank Account Of Deposited Up To Rs.2.5 Says CBDT

નોટબંધી પછી રૂ.2.5 લાખ સુધીની જમા રકમ પર કોઇ ટેક્સ અધિકારી પૂછપરછ નહિ કરે

નવી દિલ્હીઃ નોટબંધી પછી બેન્ક એકાઉન્ટમાં જમા રકમ પર સ્ક્રૂટિની અંગે સરકારી સ્પષ્ટતા કરી છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે કે 2.5 લાખ રૂપિયા સુધીની જમા રકમ પર કોઇ પૂછપરછ કરવામાં નહિ આવે. ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, માત્ર એવા એકાઉન્ટ્સની જ તપાસ કરાશે કે જે ટેક્સ રીટર્નની સાથે મેચ ન થતા હોય. ઉલ્લેખનીય છે કે ડેટા એનાલિટિક્સ મારફત ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે અલગ અલગ ડિપોઝિટ સ્કૂટિની કરી છે. એક કરોડ રૂપિયાથી વધારે મોટી રકમની એવી ડિપોઝિટ છે જે ગયા વર્ષે ફાઇલ કરવામાં આવેલા ઇન્કમ ટેક્સ રીટર્ન સાથે બંધબેસતી ન હોય તેની તપાસ કરાશે. પ્રમાણિક લોકોએ પરેશાન થવાની જરૂર નથી...
 
-સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)ના ચેરમેન સુશીલ ચંદ્રાએ સીઆઇઆઇ પોસ્ટ બજેટ સેમિનારમાં જણાવ્યું કે, ઇમાનદાર લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. તેમને કોઇ પ્રકારની પરેશાની નહિ થાય.
- ચંદ્રાના જણાવ્યા અનુસાર, `500 અને 1000 રૂપિયાની જૂની નોટો બેન થયા પછી મોટા પાયે બેન્કોમાં કેશ ડિપોઝિટ કરવામાં આવી. અમે 2 લાખથી 80 લાખ રૂપિયા અને 80 લાખ તથા તેનાથી વધારે ડિપોઝિટના ડેટા એનાલિસિસ કર્યા.'
- `જેમ કે વડાપ્રધાન પહેલાથી સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે 2.5 લાખ રૂપિયા સુધીની ડિપોઝિટ પર કોઇ પૂછપરછ નહિ થાય. તેથી હમણાં આ ડેટાને અલગ રાખવામાં આવ્યા છે.'
 
5 લાખથી વધારે ડિપોઝિટ પર સ્ક્રૂટિની

- ચંદ્રાના જણાવ્યા અનુસાર, ટેક્સ ડિપાર્ટમેન્ટે નોટબંધીના 50 દિવસ દરમિયાન 5 લાખ રૂપિયાથી વધારે બેન્ક ડિપોઝિટની સ્ક્રૂટિની કરી.
- તેમણે જણાવ્યું કે, જો કોઇ વ્યક્તિની વાર્ષિક આવક રૂ.10 લાખ છે અને તેણે રૂ.3 લાખ જમા કરાવ્યા હોય તો તેમાં કોઇ ગરબડી નથી. ટેક્સ ડિપાર્ટમેન્ટ તેની કશી પૂછપરછ નહિ કરે.
- ચંદ્રાએ વધુમાં જણાવ્યું કે, `જો કોઇ કંપનીએ બેલેન્સ સીટમાં 10 લાખ રૂપિયા કેશ બતાવ્યા અને રૂ.5 લાખ રૂપિયા ડિપોઝિટ કરાવ્યા હોય તો તેની પણ સ્ક્રૂટિની નહિ થાય'
- `પરંતુ પાંચ લાખ ડિપોઝિટ કરાવ્યા હોય અને છેલ્લા ત્રણ વર્ષમાં કોઇ રીટર્ન ફાઇલ ન કર્યું હોય તો તેની સ્ક્રૂટિની થશે.'
- `એ જ રીતે, જો 2.5 લાખ રૂપિયાનું ઇન્કમ ટેક્સ રીટર્ન ફાઇલ કર્યું હોય પરંતુ જુદા જુદા ખાતાઓમાં રૂ.10 લાખ જમા કરાવ્યા હોય તો પણ પૂછપરછ થશે.'
 
પ્રધાન મંત્રી ગ્રામીણ કલ્યાણ યોજના હેઠળ બચવાની તક

- ચંદ્રાએ જણાવ્યું કે નોટબંધી પછી જે લોકો બિનહિસાબી નાણાં સંઘરીને બેઠા છે તેઓ પ્રધાનમંત્રી ગ્રામીણ કલ્યાણ યોજનાનો લાભ લઇ શકે છે.
- તેમણે કહ્યું કે- કેટલાક લોકોએ જૂની નોટો જમા કરવાની ફેસિલિટીનો દૂરુપયોગ કર્યો. એક વ્યક્તિએ પોતાના કર્મચારીઓના બેન્ક એકાઉન્ટ્સમાં 2-2 લાખ નાખ્યા. જ્યારે એક શિક્ષણ સંસ્થાએ આવું કર્યું તે એક કર્મચારીએ ફરીયાદ કરી દીધી. તે પછી ટ્રસ્ટી પાસેથી રૂ.10 કરોડની બિનહિસાબી ડિપોઝિટ્સ જપ્ત કરવામાં આવી.
 
નોટબંધીનો દૂરુપયોગ કરનારા સામે કાર્યવાહી જરૂરી

- ચંદ્રાએ જણાવ્યું કે એવા લોકો સામે કાર્યવાહી કરવી જરૂરી છે કે જેમણે નોટબંધીનો ખોટો ફાયદો ઊઠાવવાની કોશિષ કરી. તેમણે કહ્યું કે,- અમે માત્ર એટલું ઇચ્છીએ છીએ કે દરેક વ્યક્તિ પ્રમાણિકતાથી ટેક્સ ભરે.
- તેમણે જણાવ્યું કે, અમે ઇચ્છીએ છીએ કે લોકો ટેક્સ ભરવા અંગે જાગૃત થાય અને અમારે આઇટી એક્ટમાં તપાસને લગતા સેક્શન 132 અને સરવે અંગેના સેક્શન 133એને દૂર કરવો પડે.
- ચંદ્રાના જણાવ્યા અનુસાર, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ પર ઇ-ફાઇલિંગના ઓપ્શનનો હજુ 2 લાખથી વધારે લોકોએ ઉપયોગ કર્યો છે. સીબીડીટીએ 18 લાખથી વધારે લોકોને એસએમએસ/ઇમેલ મોકલ્યા છે, જેમની ડિપોઝિટ પર શંકા છે.

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.