• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Taxation» Know Which Products Will Be Cheaper And Which Will Be Costlier After GST Implementation

GST રેટ ફાઇનલઃ આ પ્રોડક્ટ્સ થઇ જશે મોંઘી, કેટલીક સર્વિસીસ પર ઘટશે ખર્ચ

નવી દિલ્હીઃગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કાઉન્સિલે શુક્રવારે સર્વિસીસ પર ટેક્સ રેટ નક્કી કરી દીધા છે. જીએસટીના નવા રેટ પ્રમાણે બેન્ક, ઇન્શ્યોરન્સ, હોટલ સર્વિસ, ટેલિકોમ સર્વિસ મોંઘી થઇ જશે. હોટલ ઇન્ડસ્ટ્રી માટે રૂમ રેટના હિસાબે ટેક્સ સ્લેબ બનાવવામાં આવ્યા છે. તે અનુસાર, સર્વિસ ટેક્સ અને લક્ઝરી ટેક્સને જોડી દેવાયા છે. 1 જુલાઇથી તમારું મોબાઇલ બિલ પણ પહેલા કરતા વધુ આવશે, કારણ કે તેના પર ટેક્સ વધારી દેવાયો છે. આ સર્વિસ થશે મોંઘી...
 
હોટલ (5,000 રૂપિયાથી વધુ રૂમ રેટ) - 24 ટકા
હોટલ (1,000થી 2,500 રૂમ રેટ) - 18 ટકા
સિમેના ટિકિટ - 12 ટકા
ટેલિકોમ સર્વિસ - 18 ટકા
બેન્ક, વીમો, સ્ટોક્સ - 18 ટકા
ફાઇવ સ્ટાર હોટલ- 28 ટકા 
 
આ બધા પર જીએસટી રેટ ઉપરાંત જુદો જુદો સર્વિસ ટેક્સ લાગશે.
 
મુવી ટિકિટ મોંઘી બનશે

- હવે લોકોએ ફિલ્મો જોવાનું મોંઘુ કે સસ્તું થઇ શકે છે. દરેક રાજ્યમાં અલગ અલગ અસર જોવા મળી શકે છે. રાજ્યોમાં મનોરંજન કર 10 ટકાથી 50 ટકા વચ્ચે છે, જેને જીએસટીમાં 28 ટકા કરવામાં આવ્યો છે. એટલે કે દિલ્હી, મુંબઇ જેવા શહેરો અને રાજ્યો જ્યાં એન્ટરટેન્મેન્ટ ટેક્સ વધુ છે તેમાં ફિલ્મો જોવાનું સસ્તું બનશે અને જ્યારે એન્ટરટેઇન્મેન્ટ ટેક્સ વધારે છે ત્યાં મુવી જોવાનું મોંઘુ થશે.
 
કેટલીક આઇટમ થશે મોંઘી તો કેટલીક સસ્તી
 
જીએસટી કાઉન્સિલે ગુરુવારે 1,211 આઇટમ્સ પર જીએસટી રેટ નક્કી કરી દીધા છે. 1 જુલાઇ 2017થી આ આઇટમ પર જીએસટી રેટ લાગુ પડી જશે. આમાં ઘણી એવી પ્રોડક્ટ્સ પણ છે કે જેમના પર અગાઉ કરતા વધારે ટેક્સ લગાવવામાં આવશે. જ્યારે કેટલીક પ્રોડક્ટ્સ પર લાગતા ટેક્સનો બોજ ઓછો થઇ જશે. તો જોઇએ કે 1 જુલાઇથી કઇ પ્રોડક્ટ થશે મોંઘી અને કઇ થશે સસ્તી.
 
આગળની સ્લાઇડમાં વાંચો... કઇ પ્રોડક્ટ અને થશે સસ્તી અને કઇ પ્રોડક્ટ શે મોંઘી...
(Taxation Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: know which products will be cheaper and which will be costlier after GST implementation
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.