• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Taxation» GST Rates On Most Of Items Get Green Signal In Council Meeting, No Tax On Food Items

81% સામાન પર GST રેટ 18 ટકાથી નીચે, અનાજ અને દૂધ બાકાત

નવી દિલ્હીઃ શ્રીનગરમાં શરૂ થયેલી ગુડ્ઝ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) કાઉન્સિલની મીટિંગમાં લગભગ 80થી 90 ટકા આઇટમ્સ પર જીએસટી દરો પર સર્વસંમતિ થઇ છે. તેમાં 81 ટકા આઇટમ્સ પર 18 ટકાથી ઓછો જીએસટી રેટ લાગુ પડશે. અનાજ અને દૂધને જીએસટીના કાર્યક્ષેત્રથી બહાર રખાયા છે. તે ઉપરાંત અનાજ પર સૌથી ઓછો ટેક્સ લાગુ કરવાની સંમતિ થઇ છે. ગુરુવારથી શરૂ થયેલી બે દિવસની મીટિંગ નાણાપ્રધાન અરુણ જેટલીની આગેવાનીમાં મળી છે. સરકાર 1 જુલાઇથી જીએસટી લાગુ કરવાની તૈયારીમાં છે. કાશ્મીર પણ અમારા માટે મહત્ત્વનું...
 
 
- આ બેઠક પછી નાણાપ્રધાને જણાવ્યું કે આજે દરેક કેટેગરીની આઇટમ પર ચર્ચા થઇ. તેમણે કહ્યું કે જો જરૂર પડશે તો સામાન અને સર્વિસ પર ટેક્સ રેટ નક્કી કરવા માટે વધુ સમય આપવામાં આવશે. વેટ રીટર્ન અને ટ્રાન્ઝિશ રૂલ્સને છોડીને બાકીના 7 રૂલ્સ પર સહમતિ થઇ છે. લીગલ પેનલ આ બંને નિયમો માટે થોડો વધુ સમય માગે છે.
 
મોંઘવારી પર નહિ પડે અસર

- નાણાપ્રધાને જણાવ્યું કે જીએસટીથી મોંઘવારી પર કોઇ અસર નહિ પડે.
- ટૂથપેસ્ટ, સાબુ અને હેરઓઇલ પર 18 ટકા જીએસટી રેટ
- ખાંડ, ચા, કોફી, ખાદ્યતેલો પર 5 ટકા જીએસટી
- 81 ચીજવસ્તુઓ પર 18 ટકા કે તેનાથી ઓછો ટેક્સ સ્લેબ
- ચા, કોફી, ખાંડ પર 5 ટકા ટેક્સ લાગશે
- 17 ટકા આઇટમ્સ પર 12 ટકા ટેક્સ સ્લેબ
- દરો અંગે નિર્ણય નહિ થાય તો આગળ પણ બેઠક ચાલશે.
 
 
આજથી શરૂ થયેલી બેઠકમાં કેન્દ્રના નાણાપ્રધાન અરુણ જેટલી ઉપરાંત 29 રાજ્યો અને ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશના નાણાપ્રધાનો પણ ભાગ લઇ રહ્યા છે. આ મીટિંગને શ્રીનગરમાં કરવા પાછળનો હેતુ જમ્મુ-કાશ્મીરના લોકોને એવો સંદેશો આપવાનો છે કે તેમનું રાજ્ય પણ દેશ માટે મહત્ત્વનું છે. મીટિંગ માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
4 ટેક્સ બ્રેકેટમાં હશે ગુડ્ઝ એન્ડ સર્વિસીસ

- કાઉન્સિલની બે દિવસની બેઠક દરમિયાન ગુડ્ઝ અને સર્વિસીસને 5, 12, 18 કે 28 ટકાના ટેક્સ બ્રેકેટ રેટમાં ફિટ કરાશે. 
- નક્કી થનારા રેટ 1 જુલાઇથી વસૂલ કરાશે. ઉલ્લેખનીય છે કે આઝાદી પછી ભારત સૌથી મોટો ટેક્સ રીફોર્મ જીએસટી લાગુ કરવાનું છે જેનો અમલ 1 જુલાઇથી કરવાની યોજના છે.
 
નાબૂદ થશે હાલની 16 લેવી

- જીએસટી એક નેશનલ સેલ્સ ટેક્સ હશે જે ગુડ્ઝ એન્ડ સર્વિસીસના વપરાશ પર લાગુ પડશે.
- આ એક્સાઇઝ ડ્યુટી અને સર્વિસ ટેક્સ જેમકે 7 સેન્ટ્રલ ટેક્સ, વેટ અને એન્ટરટેઇન્મેન્ટ જેવા 9 રાજ્ય સ્તરીય ટેક્સ સહિત 16 વર્તમાન લેવીઝનું સ્થાન લેશે.
- આ રીતે ભારત `વન ટેક્સ રેટ'વાળું માર્કેટ બની રહ્યું છે.
(Taxation Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: GST rates on most of items get green signal in council meeting, no tax on food items
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.