• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Taxation» GST Rate May Be Decided By May After Draft Bill In Second Phase Of Budget Session

મે સુધીમાં ફાઇનલ થશે જીએસટીના રેટ, બજેટના બીજા સત્રમાં આવશે ડ્રાફ્ટ બિલ

મે સુધીમાં ફાઇનલ થશે જીએસટીના રેટ, બજેટના બીજા સત્રમાં આવશે ડ્રાફ્ટ બિલ
નવી દિલ્હીઃ સરકાર જીએસટી લોના નિયમોને માર્ચ સુધીમાં આખરી સ્વરૂપ આપી શકે છે અને ટેક્સ રેટ્સ પર અંતિમ નિર્ણય મે-જૂન સુધી થઇ જવાની શક્યતા છે. સરકાર તરફથી શુક્રવારે એવા સંકેત મળ્યા છે. બીજી બાજુ નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું છે કે જીએસટીના ડ્રાફ્ટ બિલને બજેટ સત્રના બીજા ભાગમાં રજૂ કરવાની તૈયારી થઇ રહી છે.
 
ઇન્ડસ્ટ્રી સાથે પોસ્ટ બજેટ ચર્ચામાં બોલ્યા જેટલી
 
જેટલીએ ઇન્ડસ્ટ્રી ચેમ્બર ફિક્કી, સીઆઇઆઇ, એસોચેમ, પીએચડી ચેમ્બર અને ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ (આઇસીસી) સાથે થયેલી બજેટ પછીની ચર્ચામાં જણાવ્યું કે જીએસટી સાથે સંબંધિત કાયદાઓ અંગે ઘણા મુદ્દાઓ હતા, જેમનું સમાધાન થઇ ગયું છે. જીએસટી લૉના ડ્રાફ્ટને અંતિમ સ્વરૂપ અપાઇ ગયું છે અને હવે માત્ર કાનૂની ભાષાને અનુરૂપ બનાવવામાં આવી રહ્યું છે. બજેટ સત્રના પ્રથમ ચરણ પછી જીએસટી કાઉન્સિલની મીટિંગમાં ડ્રાફ્ટને અંતિમ સ્વરૂપ અપાશે.
 
મેમાં નક્કી થશે જીએસટી રેટ

રેવન્યુ સેક્રેટરી હસમુખ અઢિયાએ જણાવ્યું છે કે જીએસટી લૉના નિયમોને માર્ચ સુધીમાં અંતિમ રૂપ આપી શકાય છે અને ટેક્સ રેટ પર આખરી નિર્ણય મે-જૂન સુધીમાં થવાની શક્યતા છે.
 
બનાવ્યા છે 4 સ્લેબ
 
રેવન્યુ સેક્રેટરી હસમુખ અઢિયાએ જણાવ્યું કે જીએસટી દરના 4 સ્લેબ બનાવ્યા છે. કેટલાક ગુડ્ઝ જીએસટીના કાર્યક્ષેત્રની બહાર રહેશે. પરંતુ હજુ પણ જે ગુડ્ઝ અને સર્વિસ પર વેટ કે સર્વિસ ટેક્સ સહિત બીજા ચાર્જ લાગે છે તેમાં ઘટાડો થવાની શક્યતા નથી. તેને જોડીને જીએસટી રેટ નક્કી કરાશે. 
(Taxation Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: GST rate may be decided by May after draft bill in second phase of budget session
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.