• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Taxation» GST Council Proposes Maximum Tax Rate Of 20% In GST Bill

મૉડલ GST બિલમાં મહત્તમ ટેક્સ રેટ 20% કરવાનો પ્લાન, હાલમાં નક્કી દરો રખાશે

નવી દિલ્હીઃગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કાઉન્સિલે અધિકતમ રેટ 20 ટકા કરવાનો પ્રસ્તાવ કર્યો છે. હાલમાં મહત્તમ ટેક્સ રેટ 14 ટકા છે. કાઉન્સિલ લોકસભામાં રજૂ કરવામાં આવનાર મોડલ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ બિલમાં આ પ્રસ્તાવ જોડવા ઇચ્છે છે. આવું કરવા પાછળનો ઇરાદો એ છે કે જીએસટી હેઠળ ભવિષ્યમાં જો ટેક્સ વધારવો હોય તો બીજીવાર સંસદની મંજૂરી લેવી નહિ પડે. 
 
હાલમાં છે ચાર સ્તરના ટેક્સ સ્લેબ
 
હાલ જે બિલ તૈયાર થયું છે તેમાં 5,12, 18 અને 28 ટકા ટેક્સ રેટના પ્રસ્તાવો કર્યા છે. સૂત્રોનું કહેવું છે કે ભવિષ્યમાં જો જરૂર પડે તો ટેક્સ રેટ વધારવા માટે અત્યારથી જોગવાઇ કરવાની દરખાસ્ત છે. હાલમાં જે 28 ટકા અધિકતમ ટેક્સ રેટમાં છે તેમાં 14 ટકા સેન્ટ્રલ જીએસટી અને 14 ટકા સ્ટેટ જીએસટી છે. જો તેને વધારીને 20 ટકા કરવાનો પ્રસ્તાવ કરવામાં આવે તો મહત્તમ 40 ટકા સુધી લઇ જઇ શકાશે.
 
જીએસટી કાઉન્સિલમાં છે સહમતિ
 
જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ નાણાપ્રધાન અરુણ જેટલી છે અને તેમાં રાજ્યોનું પ્રતિનિધિત્વ છે. આ કાઉન્સિલ અધિકતમ 20 ટકા ટેક્સ રેટ કરવા પર સહમત છે. જોકે, વર્તમાનમાં નક્કી થયેલા દરો 5, 12, 18 અને 28ને બદલવાની કોઇ દરખાસ્ત નથી. કાઉન્સિલનું માનવું છે કે જો અધિકતમ દરોને 20 ટકા કરવાનો ઉદ્દેશ છે કે જો ભવિષ્યમાં જરૂર પડે તો સંસદની અનુમતી લેવી ન પડે. જીએસટી કાઉન્સિલ આ નિર્ણય કરવા માટે સ્વતંત્ર હશે.

9 માર્ચથી શરૂ થતા સંસદ સત્રમાં આવશે બિલ
 
9 માર્ચથી સંસદ સત્ર શરૂ થઇ રહ્યું છે તેમાં કેન્દ્ર જીએસટી બિલને રજૂ કરી શકે છે. બિલને સંસદમાં મંજૂરી મળી જાય પછી રાજ્યોને પણ પોત પોતાની વિધાનસભામાં એસજીએસટી બિલ પાસ કરાવવું પડશે. કેન્દ્ર સરકારનો ઇરાદો 1 જુલાઇ 2017થી દેશમાં જીએસટી રજૂ કરવાનો છે.
(Taxation Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: GST council proposes maximum tax rate of 20% in GST bill
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.