• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Taxation» GST Council Meeting Approved Pending Rules Including Return And Transition

GST: સોના પર 3%, બિસ્કિટ પર 18% રેટ લાગશે, પગરખાં થશે સસ્તાં

નવી દિલ્હીઃ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST) 1 જુલાઇથી અમલી બની રહ્યો છે ત્યારે જીએસટી કાઉન્સિલે શનિવારે વિવિધ ચીજવસ્તુઓ પર લાગનારા જીએસટીના દર નક્કી કર્યા. સોના પર 3 ટકા, ટેકસટાઇલ (યાર્ન અને ફેબ્રિક્સ) પર 5 ટકા અને રફ ડાયમંડ પર 0.25 ટકા જીએસટી લાગશે જ્યારે ટીમરુના પાન પર 18 ટકા, બીડી પર 28 ટકા અને બિસ્કિટ્સ પર 18 ટકા જીએસટી લાગશે. 500 રૂ. સુધીના ફૂટવેર પર 5 ટકા અને તેથી વધુ કિંમતના ફૂટવેર પર 18 ટકા ટેક્સ લાગશે. રેડીમેડ ગારમેન્ટ્સ પર 12 ટકા અને સોલર પેનલ્સ પર 5 ટકા જીએસટી લાગશે. આ છે જીએસટી રેટ
 
પ્રોડક્ટ્સ પર જીએસટી રેટ
 
પ્રોડક્ટહાલનો ઇફેક્ટિવ રેટ (ટકામાં)જીએસટી રેટ (ટકામાં)
સોનુ અને સોનાના ઘરેણાં2 (1% વેટ + 1% એક્સાઇઝ)3
ચાંદી અને ચાંદીના દાગીના13
ડાયમંડ અન ડાયમંડ જ્વેલરી2 (1%વેટ + 1% એક્સાઇઝ)3
રફ ડાયમન્ડ00.25
બિસ્કિટ1218
બિસ્કિટ (રૂ.100 પ્રતિ કિલો)018
રેડીમેડ ગારમેન્ટ (રૂ.1000થી ઓછા) 55
રેડીમેડ ગારમેન્ટ (રૂ.1000થી વધુ) 512
કોટન ગારમેન્ટ, ફેબ્રિક05
ફૂટવેર (રૂ.500થી ઓછા)9.55
ફૂટવેર (રૂ.500થી ઉપર)23-2918
એગ્રી મશીનરી55-12
બીડી2028
ટેક્સટાઇલ05
 
 
નફાખોરી સાથે સંકળાયેલા ક્લોઝ પર બની કમિટી

- જીએસટી કાઉન્સિલની 15મી મીટિંગ પછી નાણાપ્રધાન અરુણ જેટલીએ મીડિયાને સંબોધિત કરતા જીએસટી રેટ્સ અંગે માહિતી આપી હતી.
- જેટલીએ જણાવ્યું કે રીટર્ન ફાઇલિંગ અને ટ્રાન્ઝિશન પ્રોવિજન્સને લગતા નિયમોને મંજૂરી આપવામાં આવી છે.
- તેમણે કહ્યું કે નફાખોરીને લગતા ક્લોઝ પર એક કમિટીની રચના કરવામાં આવી છે. કમિટી તેના પર પોતાનો રીપોર્ટ આપશે.
- જ્યારે સોલર પેનલ માટે જીએસટી રેટ 5 ટકા નક્કી કરવામાં આવ્યો છે.
 
સસ્તાં થશે દરેક પ્રકારના પગરખાં

અરુણ જેટલીએ જણાવ્યું કે ફૂટવેર માટે 18 ટકા ટેક્સ સ્લેબ નક્કી કર્યો છે. તેમાં રૂ.500થી ઓછી કિંમતના ફૂટવેર માટે 5 ટકા રેટ નક્કી થયો છે, જે અત્યાર સુધી 9.5 ટકા ટેક્સ લાગતો હતો. જ્યારે 500 રૂપિયાથી ઉપરની કિંમતના ફૂટવેર માટે 18 ટકા જીએસટી રેટ રહેશે, જે અત્યાર સુધી 23થી 29 ટકા લાગતો હતો. તેનાથી સ્પષ્ટ છે કે હવે દરેક કેટેગરીના પગરખાં સસ્તા થઇ જશે.
 
કપડાં થશે મોંઘા

1,000 રૂપિયાથી ઓછી કિંમતના કપડાં માટે 5 ટકા જીએસટી રેટ નક્કી થયો છે. જોકે, તેનાથી વધારે કિંમતના કપડા પર 12 ટકા જીએસટી ટેક્સ લાગશે, જે અત્યાર સુધી 5 ટકા લાગતો હતો. તેનાથી સ્પષ્ટ છે કે 1 હજાર રૂપિયાથી વધારે કિંમતના કપડા માટે હવે તમારે વધારે કિંમત ચુકવવી પડશે. 
 
11 જૂને થશે આગામી મીટિંગ
 
નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું કે જીએસટી કાઉન્સિલની આગામી બેઠક 11 જૂને મળશે. આ મીટિંગમાં રાજ્યોને લગતા મુદ્દાઓ અને તેમની મુશ્કેલીઓ પર ચર્ચા થશે.

કોને નીચા ટેક્સ સ્લેબમાં રખાયા

- રેલવે, એર અને ટ્રાન્સપોર્ટને 5 ટકાના સૌથી નીચા સ્લેબમાં રાખવામાં આવ્યા છે કારણ કે તે પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રી પર નિર્ભર છે. પેટ્રોલિયમ પ્રોડક્ટસને જીએસટીની બહાર રાખવામાં આવી છે.
 
ટેલિકોમ અને ફાઇનાન્શિયલ સર્વિસીસ ક્યા સ્લેબમાં છે?

- તેમના પર પહેલા 15 ટકા ટેક્સ લાગતો હતો. જીએસટીમાં તેમના પર 18 ટકા સ્લેબ રખાયો છે. 3 ટકા ટેક્સ વધવાથી આ સર્વિસ મોંઘી થઇ જશે.
 
આગળની સ્લાઇડમાં વાંચો- કઇ સર્વિસીસને રાખવામાં આવી જીએસટીના દાયરાની બહાર  
 
(Taxation Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: GST council meeting approved pending rules including return and transition
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.