• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Taxation» GSD Will Get Boost And Help Job Creation Following Implementation Of GST Say Experts

GSTના અમલથી GDPને મજબૂતી મળશે, નવી નોકરીઓ પેદા થશેઃ એક્સપર્ટસ

નવી દિલ્હીઃ દેશમાં 1 જુલાઇથી જીએસટી (ગુડ્ઝ એન્ડ સર્વિસીસ ટેક્સ)નો અમલ થવાથી આર્થિક વિકાસની ઝડપ વધશે. મોંઘવારી કાબૂમાં રહેશે. અર્થતંત્રનું વિસ્તરણ થવાથી દેશમાં અનેક નોકરીઓ પેદા થશે અને સરકારની રેવન્યૂ વધશે. ટેક્સના મોરસે સિસ્ટમ સરળ બનવાથી દેશમાં વ્યવસાય કરવાનું સરળ બનશે. જીએસટી કાઉન્સિલની મીટિંગના આઉટકમ પર ક્રિસિલના ચીફ ઇકોનોમિસ્ટ ડીકે જોશી અને જાણીતા ઇકોનોમિસ્ટ મોહન ગુરુસ્વામીએ moneybhaskar.com સાથેની એક્સ્ક્લુઝિવ વાતચીતમાં આ જણાવ્યું હતું. ઇકોનોમીના 5 મહત્ત્વના ઇન્ડિકેટર્સ પર જાણો બંનેનો અભિપ્રાય...
 
1 મોંઘવારી
 
ડીકે જોશી
- અત્યાર સુધીમાં જે આઇટમ્સ પરના ટેક્સ રેટ સામે આવ્યા છે તેનાથી લાગે છે કે જીએસટી લાગુ થવાથી દેશમાં મોંઘવારી નહિ વધે.
 
મોહન ગુરુસ્વામી
- જીએસટી લાગુ થવાથી મોંઘવારી થોડીક વધશે, પરંતુ ઇકોનોમી પર તેની નેગેટિવ અસર થશે. તેથી ઇકોનોમી વધશે. એવું એટલા માટે થશે કે મોંઘવારી વધવાથી પ્રોડક્શન વધશે. 
 
2. જીડીપી
 
ડીકે જોશી
- જીએસટી લાગુ થવાથી આગામી ત્રણ વર્ષમાં જીડીપી (કુલ ઘરેલુ ઉત્પાદન) પર તેની પોઝિટિવ અસર જોવા મળશે. તેનાથી જીડીપી વધશે.
- જોકે, ઓછા સમયમાં જીએસટી લાગુ થવાના કારણે ઇકોનોમીમાં પરેશાનીઓ પણ જોવા મળી શકે છે.
 
મોહન ગુરુસ્વામી
- જીએસટી લાગુ થવાથી પ્રોડક્શન વધશે. ઇકોનોમિક એક્ટિવિટીઝનો વેગ વધશે. તેથી જીડીપીમાં વધારો થશે.
 
3. નોકરીઓ
 
ડીકે જોશી
- જીએસટી લાગુ થવાથી લાંબા સમયમાં નવી નોકરીએ પેદા થશે.
- જીએસટીના કારણે ટેક્સને લગતી પરેશાનીઓ દૂર થશે અને મેન્યુફેક્ચરિંગને વેગ મળશે.
 
મોહન ગુરુસ્વામી
- જીએસટી લાગુ થવાથી સમગ્ર ઇકોનોમી મજબૂત થશે. પ્રોડક્શન વધશે. તેથી નવી નોકરીઓ પણ પેદા થશે.
 
4. રેવન્યુ

ડીકે જોશી
- જીએસટીથી ઇકોનોમીને મજબૂતી મળશે. તેનાથી સરકારને વધારે ટેક્સ મળશે. એટલે કે રેવન્યુ મોરચે સરકારની સ્થિતિ મજબૂત બનશે.
 
મોહન ગુરુસ્વામી
- જીએસટી લાગુ થવાથી ઇકોનોમીની ગતિ ઝડપી બનશે. તેથી રેવન્યુ પણ વધશે.
- નવી સિસ્ટમમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો રેવન્યુ શેર કરશે. તેનાથી કેન્દ્ર અને રાજ્ય સરકારો બંનેને ફાયદો થશે.
 
5. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ
 
ડીકે જોશી
- જીએસટીનો મુખ્ય હેતુ ટેક્સ સિસ્ટમમાં સરળ બનાવવાનો છે. તેથી જીએસટી લાગુ થવાથી કારોબારીઓને ટેક્સ મોરચે સુવિધા લાગશે.
- તેથી એવું કહી શકા કે બિઝનેસ કરવાનું સરળ બનશે.
 
મોહન ગુરુસ્વામી
- જીએસટીના અમલથી મલ્ટિપલ ટેક્સ સ્ટ્રક્ચર દૂર થશે. એટલે કે ટેક્સ મોરચા પર કારોબારીઓને શાંતિ મળશે.
- તેથી તેમના માટે ટેક્સ રૂલ્સ પર અમલ કરવાનું સરળ બનશે. એટલે કે કારોબાર કરવામાં સરળતા રહેશે.
 
GST કાઉન્સિલની મીટિંગના મહત્ત્વના નિર્ણયો

- 1,212 વસ્તુઓનો ટેક્સ રેટ નક્કી કર્યો
- શિક્ષણ અને હેલ્થ સેક્ટર જીએસટીના કાર્યક્ષેત્રની બહાર
- મોટા ભાગની સર્વિસીસ પર 12 ટકાથી 18 ટકા રેટ
- ફાઇનાન્શિયલ સર્વિસીસ થશે મોંઘી. તેમાં લાગશે 18 ટકા ટેક્સ.
- સોના પર ટેક્સ રેટનો નિર્ણય ટળ્યો, 3 જૂનની કાઉન્સિલની મીટિંગમાં થશે નિર્ણય.
 
 
(Taxation Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: GSD will get boost and help job creation following implementation of GST say experts
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.