• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Taxation» As Per I-T Records, There Are 3.65 Crore Individuals Who Filed Income Tax Returns

IT એ ચલાવ્યું 'ઓપરેશન કલીન મની', અત્યાર સુધીમાં થયું 1 કરોડ એકાઉન્ટસનું સ્કેનિંગ

IT એ ચલાવ્યું 'ઓપરેશન કલીન મની', અત્યાર સુધીમાં થયું 1 કરોડ એકાઉન્ટસનું સ્કેનિંગ
નવી દિલ્હીઃ નોટબંધી બાદ બેન્ક એકાઉન્ટસમાં ડિપોઝીટ થયેલા અનએકાઉન્ટેડ મનીને પકડવા માટે ઈન્કમ ટેકસ ડિપાર્ટેમેન્ટે 'ઓપરેશન ક્લીન મની' ચલાવ્યું છે. આ અંતર્ગત ટેકસ ડિપાર્ટમેન્ટે લગભગ 1 કરોડ બેન્ક એકાઉન્ટસની સ્ક્રૂટીની કરી છે. 18 લાખ લોકોને આ ફન્ડનો સોર્સ બતાવવા માટે કહેવામાં આવ્યું છે. આઈટી ડિપાર્ટમેન્ટે 31 જાન્યુઆરી એ ઓપરેશન કલીન મનીને લોન્ચ કર્યું હતું. 25 કરોડથી વધુ જનધન એકાઉન્ટ...
 
ટેકસ ડિપાર્ટમેન્ટના સૂત્રોનો જણાવ્યા પ્રમાણે, ડેટા બેન્કમાં 1 કરોડથી વધુ એકાઉન્ટસ દ્વારા મોટું ડેટા એનાલિસિસ કરવામાં આવ્યું છે. આઈટી રેકોર્ડસના જણાવ્યા પ્રમાણે, 3.65 કરોડ ઈન્ડિવિઝયુઅલ્સે ઈન્કમ ટેકસ રિટર્ન ફાઈલ કર્યું છે. 7 લાખ કંપનીઓ, 9.40 લાખ હિન્દુ અનડિવાઈડેડ ફેમેલિઝ અને 9.18 લાખ ફર્મ્સે એસેસમેન્ટ વર્ષ 2014-15 દરમિયાન આઈટીઆર ફાઈલ કર્યું છે. સરકારના ફાઈનાન્શિયલ ઈન્કલુઝન પ્રોગ્રામ અંતર્ગત 25 કરોડથી વધુ જીરો બેલેન્સ પર જનધન એકાઉન્ટસ ખુલ્યા. 
 
તમામ કેટેગરીના એકાઉન્ટસની સ્ક્રૂટીની
 
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આઈટી ડિપાર્ટમેન્ટ તમામ કેટેગરીના બેન્ક એકાઉન્ટસની સ્ક્રૂટીની કરી રહ્યું છે. બાદમાં શક વાળા એકાઉન્ટસ ડિપોઝીટ પર ઓપરેશન કલીન મની અંતર્ગત એસએમએસ અને ઈમેલથી જવાબ મગાવવામાં આવશે. એક કરોડ એકાઉન્ટસની સ્ક્રૂટીની બાદ 18 લાખ લોકોને આઈડેન્ટીફાઈ કરવામાં આવ્યા છે. આ એકાઉન્ટસમાં પાંચ લાખ રૂપિયા કે તેનાથી વધુની ડિપોઝીટ થઈ છે. આઈટીના જણાવ્યા પ્રમાણે ડેટા એનાલિસિસનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. તેને ડિપાર્ટમેન્ટના ડેટા બેઝ સાથે મેળવવામાં આવશે.
 
ટેકસપેયર્સ પરેશાન ન થાય, તેના માટે નક્કી કરવામાં આવ્યું છે સ્ટાન્ડર્ડ
 
ટેકસપેયર્સની પરેશાનીને ઓછી કરવા માટે રેવન્યુ ડિપાર્ટમેન્ટે નોટિસ મોકલવા માટેના કેટલાક સ્ટાન્ડર્ડ નક્કી કર્યા છે. આ અંતર્ગત આસિસ્ટન્ટ કમિશનર્સ અને તેની ઉપરની રેન્કના અફસર જ નોટબંધી બાદ બેન્કો પાસેથી મળેલી શંકા વાળી ડિપોઝીટ પર નોટિસ મોકલી શકશે.

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.