• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Taxation» Amitabh Bachchan Is Appointed As An Brand Ambassador For Promoting GST

GSTના બ્રાંડ એમ્બેસેડર બન્યા બચ્ચન, મિનિસ્ટ્રીએ શેર કર્યો વીડિયો

નવી દિલ્હીઃ બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ને પ્રમોટ કરશે. જીએસટી 30 જૂનની મધરાતથી લાગુ થઇ જશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સ (સીબીઇસી)એ 74 વર્ષના બચ્ચનને જીએસટી માટે બ્રાંડ એમ્બેસેડર બનાવવાનો નિર્ણય કર્યો છે. જીએસટી પ્રમોશન સાથે જોડાયેલો એક 40 સેકન્ડનો વીડિયો પહેલાથી જ શૂટ અને સરક્યુલેટ કરી દેવાયો છે.શું છે વીડિયોમાં...
 
- વીડિયોમાં અમિતાભ બ્લેક ડ્રેસમાં જોવા મળે છે. ત્રિરંગાના ત્રણ રંગો મારફત તેમણે જીએસટીનો અર્થ સમજાવ્યો છે.
- અમિતાભે વીડિયોમાં કહ્યું છે કે, `આ ત્રણ રંગ માત્ર રંગ નથી પરંતુ ઓળખ છે જે આપણને એક સૂત્રમાં બાંધે છે.'
- વીડિયોમાં સારે જહાં સે અચ્છા ગીતનું મ્યુઝિક બેકગ્રાઉન્ડમાં છે. તેમા માટે અમિતાભે કહ્યું, `આ ગીત માત્ર ગીત નથી, એક લાગણી છે. તે આપણને બધાને એક સૂત્રમાં બાંધે છે.'
- બીગ બી એવું કહેતા દેખાય છે કે, `GST... આ ટેક્સ માત્ર ટેક્સ નથી, એક પહેલ છે, દેશના બજારને એક સૂત્રમાં બાંધવાનું. GST... એક રાષ્ટ્ર, એક ટેક્સ, એક માર્કેટ.'
 
સેન્ટ્રલ હોલમાં થશે ભવ્ય કાર્યક્રમ

સંસદના સેન્ટ્રલ હોલમાં જીએસટી લાગુ કરવા માટે 30 જૂનની રાત્રે 12 વાગ્યે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જાણકારી અનુસાર, આ સમારોહ રાત્ર 11 વાગ્યે શરૂ થશે અને મોડી રાત સુધી ચાલશે. દેશમાં આઝાદી પછી આ સૌથી મોટો ટેક્સ સુધારો છે. સરકારને આશા છે તેનાથી બે ટ્રિલિયન ડોલરના અર્થતંત્રને ઝડપી વૃદ્ધિ કરવામાં મદદ મળશે.
 
ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ જાહેર કર્યો વીડિયો

ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ એક વીડિયો એટેચ કરીને ટવીટમાં કહ્યું કે, `જીએસટી- એક યુનિફાઇડ નેશનલ માર્કેટ તૈયાર કરવાની દિશામાં પહેલ.' આ વીડિયોમાં અમિતાભ બચ્ચન જીએસટીને ત્રિરંગાના ત્રણ કલરની જેમ એક યુનિફાઇંગ ફોર્સની જેમ સમજાવતા નજરે પડે છે. મિનિસ્ટ્રીના જણાવ્યા અનુસાર, જીએસટી `વન નેશન, વન માર્કેટ' બનાવવાની દિશામાં એક પહેલ છે.
 
પીવી સિંધુ રહી ચૂક્યા છે બ્રાંડ એમ્બેસેડર
 
આઝાદી પછીના આ સૌથી મોટા ટેક્સ રીફોર્મ જીએસટીના ફાઇનલ ફેઝમાં આવતા પહેલા અમિતાભ બચ્ચનને બ્રાંડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. તેની પહેલા બેડમિન્ટન ખેલાડી પીસી સિંધુ જીએસટી બ્રાંડ એમ્બેસેડર હતી. જીએસટી અનેક પ્રકારના કરવેરા અને રેગ્યુલેશનને દૂર કરી દેશે. આ સાથે એક્સાઇઝ, સર્વિસ ટેક્સ અને વેટ સહિત સેન્ટ્રલ અને સ્ટેટ ટેક્સ તેમાં સામેલ થઇ જશે. એટલે કે બધા પ્રકારના ઇનડાયરેક્ટ ટેક્સીસનું સ્થાન જીએસટી લેશે.
 
મોદીના સ્વચ્છતા અભિયાન સાથે પણ જોડાયેલા છે બીગ બી

- નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાન સાથે પણ અમિતાભ જોડાયેલા છે.
- કેન્દ્ર સરકારના સ્વચ્છતા અભિયાનની જાહેરાતોમાં અમિતાભ નજરે પડે છે.
- બીગ બી 2002માં પલ્સ પોલિયો અભિયાન અને સેવ ટાઇગર કેમ્પેઇનમાં પણ જોડાયેલા રહ્યા છે. તે ઉપરાંત તેઓ ગુજરાત ટુરિઝમના પ્રમોશનમાં પણ જોડાઇ ચૂક્યા છે.
 
આગળની સ્લાઇડમાં જૂઓ- જીએસટી પરના વીડિયોમાં અમિતાભ બચ્ચન...
(Taxation Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Amitabh Bachchan is appointed as an brand ambassador for promoting GST
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.