• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Taxation» 31 May Is The Last Date To Inform High Value Cash Transaction

30 જૂન સુધીમાં આપી શકાશે હાઇ વેલ્યુએશન ટ્રાન્ઝેક્શનની માહિતી, I-T વિભાગે લંબાવી મુદત

નવી દિલ્હીઃ2 લાખ રૂપિયાનું કેશ ટ્રાન્ઝેક્શન, 30 લાખ રૂપિયાથી વધુ કિંમતમાં ઘરની ખરીદી સહિત ઊંચા મૂલ્યના સોદા કર્યા હોય તો તેની માહિતી આપવાની આખરી તારીખ ઇન્કમ ટેક્સ વિભાગે 30 જૂન સુધી લંબાવી છે. ઇન્કમ ટેક્સ વિભાગે હાઇ વેલ્યુ ટ્રાન્ઝેક્શનની જાણકારી આપવા માટે સ્ટેટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન (SFT) રીપોર્ટ કરવાની સમય મર્યાદા 31 મે નક્કી કરી હતી પરંતુ હવે આ તારીખ એક મહિનો લંબાવવામાં આવી છે. આવા કેશ ટ્રાન્ઝેક્શનની માહિતી આખરી તારીખ સુધીમાં નહિ આપવાથી તમને મુશ્કેલી પડી શકે છે. તમારે રોજ રૂ.100ની પેનલ્ટી ચુકવવી પડી શકે છે. 
SFT રીપોર્ટ નહિ કરો તો થશે દૈનિક 100 રૂપિયા દંડ
 
સીએ વિનોદ જૈને મનીભાસ્કર ડોટકોમને જણાવ્યું છે કે જો કોઇ વ્યક્તિ SFT હેઠળ આવતી હોય અને તે વ્યક્તિ SFTનો રીપોર્ટ નહિ આપે તો તેને રોજ રૂ.100 પેનલ્ટી આપવી પડશે.
 
નોટિસ પછી પણ SFT ફાઇલ ન કરે તો દૈનિક 500 રૂપિયા દંડ
 
ઇન્કમ ટેક્સ વિભાગ SFT ફાઇલ કરવા માટે નોટિસ મોકલીને ચોક્કસ સમયની અંદર SFT ફાઇલ કરવા જણાવશે. જો કોઇ વ્યક્તિ આ સમય મર્યાદાની અંદર પોતાના નાણાકીય સોદા (ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન)ની માહિતી નહિ આપે તો તેને રોજ 500 રૂપિયા દંડ થશે.
 
ખોટી માહિતી આપવા પર થશે રૂ.50,000ની પેનલ્ટી

જો કોઇ વ્યક્તિ SFTમાં ખોટી માહિતી આપશે તો તેને 50,000 રૂપિયાનો દંડ થશે. પગારદાર લોકો માટે SFT નથી. તેથી પગારદાર વર્ગના લોકોએ SFT રીપોર્ટ કરવાની જરૂર નથી.
 
SFTમાં આવશે આ ટ્રાન્ઝેક્શન

સીએ અમિત ચોપરા કહે છે કે જો કોઇ વ્યક્તિ કે કંપનીએ 2 લાખ રૂપિયા કે તેનાથી વધારે કેશ ટ્રાન્ઝેક્શન કર્યું હોય તો તેણે SFTમાં રીપોર્ટ કરવો પડશે. આ રીતે 10 લાખ રૂપિયા કે તેનાથી વધુ રકમથી મ્યુચ્યુઅલ ફંડની ખરીદી કે શેરોમાં રોકાણ કરનારને પણ SFTમાં રીપોર્ટ કરવો પડશે. તે ઉપરાંત કોઇએ વર્ષમાં જુદા જુદા ભાગમાં કોન્ટ્રાક્ટરને 2 લાખ રૂપિયા ચુકવ્યા હોય તો તેણે SFTમાં રીપોર્ટ કરવો પડશે. આ ઉપરાંત 30 લાખ રૂપિયાથી વધુ કિંમતમાં ઘર ખરીદનારે પણ તેની જાણકારી SFTમાં આપવાની રહેશે.
 
આગળની સ્લાઇડમાં- જાણો જનરેટ કરવો પડશે આઇડેન્ટિફિકેશન નંબર
(Taxation Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 31 May is the last date to inform high value cash transaction
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.