• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Taxation» 18 Lakh People Have Deposited Rs.4.7 Lakh Crores Unaccounted Money

18 લાખ લોકોએ જમા કરાવ્યું 4.7 લાખ કરોડનું બિનહિસાબી નાણું, 10 લાખને SMS, E-Mailથી પૂછપરછ

18 લાખ લોકોએ જમા કરાવ્યું 4.7 લાખ કરોડનું બિનહિસાબી નાણું, 10 લાખને SMS, E-Mailથી પૂછપરછ
નવી દિલ્હીઃ ટેક્સ ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે કે 18 લાખ લોકોએ 4.7 લાખ કરોડનું બિનહિસાબી નાણું જમા કરાવ્યું છે. ડિપાર્ટમેન્ટે તેમની પૂછપરછ કરી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)ના ચેરમેને જણાવ્યું કે અનએકાઉન્ટેડ કેશ જમા કરનારા આશે 10 લાખ લોકોને એસએમએસ અને ઇમેલ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. ટેક્સ અધિકારીઓને મળ્યા વધુ અધિકારો...
 
- અમે ટેક્સ ચોરીની બાબતોને સારી રીતે ઉકેલવા માટે સરકારે ટેક્સ અધિકારીઓના અધિકાર વધારવાનો નિર્ણય કર્યો છે.
- તે માટે ટેક્સ અધિકારી 10 વર્ષ સુધીના ટેક્સને લગતા કેસો રીઓપન કરી શકે છે. હાલના સમયે ટેક્સ અધિકારી માત્ર 6 વર્ષ જૂના કેસો જ ફરી ખોલી શકે છે.
- ફાઇનાન્સ બિલ 2017ના મેમોરેન્ડમ અનુસાર, ઇન્કમ ટેક્સ એક્ટમાં સુધારો 1 એપ્રિલ 2017થી લાગુ થશે.
- તે પછી ટેક્સ અધિકારીઓને 2007 સુધીના કેસોમાં તપાસનો અધિકાર મળશે.
- આવક વેરાના કાયદામાં આ સુધારાનો હેતુ સર્ચ ઓપરેશન કે સીઝર ઓપરેશન દરમિયાન બેનામી સંપત્તિના પૂરતા પુરાવા મળવા પર 10 વર્ષ સુધી જૂના આવકવેરાના ખાતાની તપાસ કરવાનો છે.
 
50 લાખ રૂપિયાથી વધુ ગરબડ જણાય તો જ મોકલી શકાશે નોટિસ 

-જોગવાઇઓ અનુસાર, આવક વેરા અધિકારી ત્યારે જ નોટિસ મોકલી શકે છે કે જ્યારે તેની પાસે પૂરતા મજબૂત પુરાવા હોય. જેનાથી એવું સાબિત થાય કે કરદાતાએ 50 લાખ કે તેથી ઉપરની આવક છૂપાવી છે.
- જો કોઇએ 50 લાખ રૂપિયાથી ઉપરની સંપત્તિ છૂપાવી ગોય તો નોટિસ ઇશ્યુ થઇ શકે છે.
વિદેશમાં બેનામી સંપત્તિ પર 16 વર્ષ જૂના કેસો પણ ખુલી શકે
- જો ઇન્કમ ટેક્સ અધિકારીઓને વિદેશમાં બેનામી સંપત્તિ વિશે માહિતી મળે તો તે 16 વર્ષ જૂના કેસો પણ ખોલી શકે છે.
- સરકારે ભ્રષ્ટાચાર સામેની લડાઇના ભાગરૂપે આ પગલાં લીધા છે.
- ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અને ટેક્સ અધિકારીઓ હાલમાં બેનામી સંપત્તિના મુદ્દે અનેક જગ્યાઓએ દરોડા પાડી ચૂક્યા છે.
 
સરકાર પહેલાથી આપી ચૂકી છે બેઇમાનોને મોકો

- સરકારે દેશ અને વિદેશમાં કાળી કમાણી કરકા લોકોને બચવાનો એક મોકો આપ્યો હતો.
- તે પછી ગયા વર્ષે નવેમ્બર અને ડિસેમ્બરમાં નોટબંધી લાગુ કરી હતી.
- નોટબંધી દરમિયાન જ સરકાર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના લઇને આવી જેમાં રોકાણ કરીને લોકો પોતાની બેઇમાની કમાણી રોકીને પોતાની કમાણીને કાયદેસર કરી શકે છે.

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.