• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» Vibrant Gujarat 2017: India Is Growth Engine Of Global Economy Says PM Modi

વાઇબ્રન્ટ સમિટ 2017: ભારત ગ્લોબલ ઇકોનોમીમાં ગ્રોથ એન્જિન, ગુજરાત બિઝનેસ સ્પિરિટની ધરતીઃ PM મોદી

વાઇબ્રન્ટ સમિટ 2017: ભારત ગ્લોબલ ઇકોનોમીમાં ગ્રોથ એન્જિન, ગુજરાત બિઝનેસ સ્પિરિટની ધરતીઃ PM મોદી
અમદાવાદઃ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2017ના ઉદ્ઘાટન સમારંભના અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલની ધરતી એવું ગુજરાત ભારતના બિઝનેસ સ્પિરિટનું પ્રતિનિધિત્વ કરે છે. ગુજરાત સાહસ અને સાહસિકતાની ધરતી છે. તેમણે વધુમાં કહ્યું કે ગ્લોબલ ઇકોનોમીમાં ભારત એક બ્રાઇટ સ્પોટ છે અને ગ્રોથ એન્જિન છે. ભારતની તાકાત ત્રણ Dમાં રહેલી છે. ડેમોગ્રાફી, ડેમોક્રસી અને ડીમાન્ડ. બીજું શું કહ્યું મોદીએ...
 
 
મોદીએ તેમના ભાષણમાં શું શું કહ્યું....

- વિશ્વમાં મંદી હોવા છતાં આપણે ઉત્કૃષ્ટ વૃદ્ધિ કરી છે. ભારત વૈશ્વિક ઇકોનોમીમાં એક બ્રાઇટ સ્પોટ છે.
 
- હું એ જણાવતા ખુશી અનુભવું છું કે આપણે વિશ્વમાં સૌથી મોટા મેન્યુફેક્ચરિંગ રાષ્ટ્ર તરીકે 9માથી છઠ્ઠા ક્રમે આવી ગયા છીએ. સરકાર સ્તરે અમે કાળજી લઇએ છીએ કે ગ્રોસ પ્રોસેસ સર્વસમાવેશક હોય અને શહેરી તથા ગ્રામીણ સમુદાયોને આવરી લેતી હોય.

- મને કહેવા દો, ભારત વિશ્વનું સૌથી વધુ ડિજિટાઇઝ્ડ ઇકોનોમી બનવાની અણી પર છે. આ માટે ડિજિટલ ટેકનોલોજીએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. હું ઘણીવાર કહું છું કે ઇ-ગવર્નન્સ સરળ અને અસરકારક ગવર્નન્સ છે.

- રોકાણો માટે મર્યાદાનો કોઇ અંત નથી અને અમારી નીતિઓ ખૂબ પ્રગતિકારક છે. ભારત વિશ્વના સૌથી મોટા કન્ટ્રક્શન માર્કેટ્સ પૈકીનું એક બનવા જઇ રહ્યું છે. આ બધુ રોકાણકારો માટે અજોડ તકો ઓફર કરે છે.
 
- અમે ભારતમાં અમે સારી તકો, સારી ખરીદ શક્તિ, સારી આવક, સારું જીવન ધોરણ, ગુણવત્તાયુક્ત જીવન માટે કટિબદ્ધ છીએ. અમારો વિકાસ એજન્ડા મહત્વાકાંક્ષી છે.

- હું એ જણાવતા ખુશી અનુભવું છું કે આપણે વિશ્વમાં સૌથી મોટા મેન્યુફેક્ચરિંગ રાષ્ટ્ર તરીકે 9માથી છઠ્ઠા ક્રમે આવી ગયા છીએ. સરકાર સ્તરે અમે કાળજી લઇએ છીએ કે ગ્રોસ પ્રોસેસ સર્વસમાવેશક હોય અને શહેરી તથા ગ્રામીણ સમુદાયોને આવરી લેતી હોય.

- અમે દરેકને છત પૂરી પાડવા માગીએ છીએ અને અમે તે 2022 સુધી કરવાનો હેતુ ધરાવીએ છીએ. અમે દરેકને નોકરી આપવા માગીએ છીએ, 80 કરોડ યુવાનોની ઉંમર 35થી નીચે છે. અમે સ્વચ્છ ઊર્જા પેદા કરવા ઇચ્છીએ છીએ. અમે ઝડપથી રેલવે નિર્માણ કરવા માગીએ છીએ, ખાણોનું ખોદકામ પર્યાવરણને અનુકૂળ હોય., શહેરી સુવિધાઓ મજબૂત હોય એવું ઇચ્છીએ છીએ.

- `મેઇક ઇન ઇન્ડિયા' ભારતમાં સૌથી મોટી બ્રાંડ બની ચૂકી છે. તેનો અર્થ છે ભારતને મેન્યુફેક્ચરિંગ, ડિઝાઇન અને ઇનોવેશન માટે ગ્લોબલ હબ બનાવવું. 
 
- અમે વિવિધ ક્ષેત્રો માટે અમારા એફડીઆઇ નિયમો ઉદાર બનાવ્યા છે. ભારત અત્યારે સૌથી ખુલ્લું અર્થતંત્ર છે. 

- બિઝનેસ માટે સક્ષમ વાતાવરણ સર્જવું અને રોકાણને આકર્ષવું તે અમારી અગ્રતા છે.
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Vibrant Gujarat 2017: India is growth engine of global economy says PM Modi
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.