• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» Air India Convert 18 Seats Of Economy Class Aircraft Into Business Class

ઇકોનોમી ક્લાસના પ્લેનમાં 18 સીટોને બિઝનેસ ક્લાસમાં બદલશે AI

નવી દિલ્હીઃએર ઇન્ડિયા જલદી તેના બધા ઇકોનોમીવાળા પ્લેન્સમાં પણ બિઝનેસ ક્લાસની ફેસિલિટી આપશે. એરક્રાફ્ટે આના માટે આગળની ત્રણ લાઇનની 18 સીટોને બિઝનેસ ક્લાસમાં ફેરવવાનો નિર્ણય કર્યો છે. જો કે સીટો નહીં બદલાય પરંતુ બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરતા પેસેન્જર્સની સુવિધા અનુસાર મિડલ સીટ ખાલી રાખવામાં આવશે. પેસેન્જર્સને વેલકમ ડ્રિંક, ડિફરન્ટ ફૂડ જેવી સુવિધા મળશે, જે બિઝનેસ ક્લાસ પ્લેનમાં આપવામાં આવે છે. 140 પ્લેન્સમાં 12માં ફ્કત ઇકોનોમી ક્લાસ....
 
- એર ઇન્ડિયાના સ્પોક્સપર્સન ધનંજય કુમારે જણાવ્યું કે એરલાઇન્સની ફ્લીટમાં 140 એરક્રાફ્ટ છે. જેમાં 12માં ઇકોનોમી સીટો છે.
 
સીટમાં ફેરફારની શક્યતા નહીં
 
- પ્લેનની હાલની ઇકોનોમી સીટ હટાવીને તેના બદલે બિઝનેસ ક્લાસની સીટો લગાવવાનું મુશ્કેલ છે.
- ધનંજય કુમારે જણાવ્યું કે સીટમાં નાનામાં નાનો ફેરફાર કરતાં પહેલા પ્લેન બનાવનારી કંપનીની મંજૂરી લેવી પડે છે તેથી વચ્ચેની જગ્યા ખાલી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
 
આ રૂટ્સ પર ફાયદો
 
  • હાલ દિલ્હી, ભોપાલ, ઇન્દોર, લખનઉ, પુણે અને ગુવાહાટી સહિત અન્ય શહેરો માટે ફક્ત ઇકોનોમી ક્લાસની સીટોવાળા પ્લેન ચલાવાઇ રહ્યા છે. નવી વ્યવસ્થાથી તેમને ફાયદો થશે. 
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Air India Convert 18 Seats Of Economy Class Aircraft Into Business Class
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.