• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» WB Asserted Country Would Regain Momentum In The Following Years With 7.6 And 7.8% Growth

નોટબંધીઃ વર્લ્ડ બેન્કે ભારતના GDP ગ્રોથનું અનુમાન ઘટાડ્યું, આ વર્ષે 7% રહેશે

વોશિન્ગટનઃ નોટબંધીના પગલે વર્લ્ડ બેન્કે ભારતના ગ્રોથનું અનુમાન નાણાંકિય વર્ષ 2016-17 માટે ઘટાડીને 7 ટકા કરી દીધું છે. અગાઉ તે 7.6 ટકા હતું. જોકે બેન્કે કહ્યું છે કે 2017-18માં ભારતનો ગ્રોથ રેટ 7.6 ટકા અને 2018-19માં 7.8 ટકા રહેવાનું અનુમાન છે. નોટબંધી પછી વર્લ્ડ બેન્કનો આ પહેલો રિપોર્ટ છે.
 
રિપોર્ટની ખાસ વાતો 
 
- વર્લ્ડ બેન્કે રિપોર્ટમાં કહ્યું કે સરકાર તરફથી સર્ક્યુલેશનમાં સૌથી મોટી વેલ્યૂ કરન્સી પાછી ખેંચવા અને તેની જગ્યાએ નવી નોટ જાહેર કરવાથી 2017માં ગ્રોથ ધીમો પડશે.
-  ભારતનો ગ્રોથ રેટ 31 માર્ચ 2017માં સમાપ્ત થતા નાણાંકિય વર્ષમાં 7 ટકા રહી શકે છે.
- વર્લ્ડ બેન્કે કહ્યું, "નોટબંધી સાથે સાથે વધતા ક્રૂડ ઓઇલની કિંમતો અને એગ્રી પ્રોડક્શન ઓછું રહેવાના પડકારો પણ છે."
 
ચીનથી ઝડપી રહેશે ભારતનો ગ્રોથ
 
- વર્લ્ડ બેન્કના રિપોર્ટ અનુસાર, ઇમર્જિંગ માર્કેટ્સમાં ચીનને પાછળ રાખીને ભારત સૌથી ઝડપી ગ્રોથ કરનારી ઇકોનોમી બની છે.
- વર્લ્ડ બેન્કનું કહેવું છે કે ભારતમાં સરકાર તરફથી પ્રોડક્ટિવિટી વધારવા અને સ્થાનિક સપ્લાય સુધારવા માટે ઘણાં રિફોર્મ્સ કરવાની શકયતા છે. જેની અસર આવનારા વર્ષોમાં ભારતના ગ્રોથ પર જોવા મળશે.
- રિપોર્ટ અનુસાર, રિફોર્મ્સની રફતાર પકડવાથી ફાઇનાન્સિયલ યર 2018માં ભારતનો ગ્રોથ રેટ 7.6 ટકા અને ફાઇનાન્સિયલ યર 2019માં 7.8 ટકા રહી શકે છે.
 
 
નોટબંધીથી બેંકિંગ સિસ્ટમમાં વધશે લિક્વિડિટી
 
- વર્લ્ડ બેન્કના રિપોર્ટ અનુસાર નોટબંધીનો મિડ ટર્મમાં બેન્કોને ફાયદો થશે. તેની લિક્વિડિટીમાં વધારો આવી શકે છે.
- બેન્કોમાં લિક્વિડિટી વધવાથી લોન સસ્તી કરવા અને ઇકોનોમિક એક્વિટી ઝડપી બનાવવામાં મદદ મળશે. 

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.