• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» NPPA Issues Show Case Notices To Big Pharma Companies For Overpricing

NPPAએ 39 ફાર્મા કંપનીઓની ગરબડ પકડી પાડી, મંજૂરી વિના વધુ કિંમતે વેચતી હતી દવાઓ

નવી દિલ્હીઃ નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (એનપીપીએ)એ દવા કંપનીઓની મોટી ગરબડ પકડી પાડી છે. ઓથોરિટીને તપાસમાં જણાયું કે ઘણી બધી કંપનીઓએ ફોર્મ્યુલેશનવાળી દવાઓના નક્કી નિયમોનું પાલન નથી કર્યું. વળી, આ કંપનીઓ સરકારની મંજૂરીથી વધારે કિંમતોથી દવાઓ વેચી રહી છે. એનપીપીએને ઓવરપ્રાઇસિંગના મામલે ડ્રગ પ્રાઇસિંગ કન્ટ્રોલ ફાર્મા ઓર્ડર 2013 હેઠળ કંપનીઓને શો કોઝ નોટિસો પણ મોકલી છે. એનપીપીએ ઓફિસ મેમોરેન્ડમ ઇશ્યુ કરીને આ માહિતી આપી છે. કિંમત માટે સરકારની એપ્રુવલ નહિ...
 
- એનપીપીએને કહ્યું કે તપાસમાં આ કંપનીઓ દ્વારા કિંમત માટે સરકારની મંજૂરી નહિ લેવાની બાબત સામે આવી છે. એ પણ સ્પષ્ટ નથી થયું કે કોમ્બિનેશન રેશનલ છે કે ઇરરેશનલ.
- એનપીપીએને જણાવ્યું કે જે દવાઓ અંગે ગરબડની વાત જાણવા મળી છે તેમાં મોટા ભાગે એફડીસી દવાઓ છે. એનપીપીએને તમામ 201 દવાઓની યાદી પણ જાહેર કરી છે. તેમાં મોટી કંપનીઓ પણ સામેલ છે.
 
ફાર્મા કંપનીઓએ આપવો પડશે જવાબ

- એનપીપીએનું કહેવું છે કે પ્રાઇસ કંટ્રોલ ગાઇડલાઇન હેઠળ બધી ફાર્મા કંપનીઓને કારણ બતાવો નોટિલ મોકલવામાં આવી છે. સંતોષકારક જવાબ આપનાર કંપનીઓના નામ લિસ્ટમાંથી દૂર કરાશે. આગળ બીજી કંપનીઓ પર પણ એક્શન લેવાઇ શકે છે.
- ઉલ્લેખનીય છે કે ડીપીસીઓ-2013ના પેરા 15.5 પ્રમાણે નિયમ પાલન ન કરનારી કંપનીઓ પર એક્શનની જોગવાઇ છે.
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: NPPA issues show case notices to big pharma companies for overpricing
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.