• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» Now Epfo Will Credit Interest In Pf Account

EPF પર મળશે 8.65% વ્યાજ, ફાઈનાન્સ મિનિસ્ટ્રીએ આપી મંજૂરી

નવી દિલ્હીઃ ફાઈનાન્સ મિનિસ્ટ્રીએ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફન્ડ (ઈપીએફ) અંતર્ગત પીએફ ડિપોઝીટ પર ફાઈનાન્શિયલ વર્ષ 2016-17 માટે 8.65 ટકા વ્યાજદરને મંજૂરી આપી છે. લેબર મિનિસ્ટર બંડારૂ દતાત્રેયે ગુરૂવારે આ જાણકારી આપી છે. મિનિસ્ટ્રીની મંજૂરી બાદ હવે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન(ઈપીએફઓ) તેના લગભગ 4 કરોડ પીએફ એકાઉન્ટ હોલ્ડર્સના ખાતામાં ઈન્ટરસ્ટ ક્રેડિટ કરશે.
 
લેબર મિનિસ્ટ્રી બહાર પાડશે નોટિફિકેશન
 
દતાત્રેયે કહ્યું છે કે ફાઈનાન્સ મિનિસ્ટ્રી 8.65 ટકા વ્યાજ આપવા માટે તૈયાર થઈ ગઈ છે. આ અંગે વિચાર-વિમર્શ પૂરો થઈ ગયો છે, હવે આ અંગે ઓફિશિયલ જાણકારી આપવામાં આવશે. અમે આ અંગે ઝડપથી નોટિફિકેશન બહાર પાડીશું અને પીએફ હોલ્ડર્સના એકાઉન્ટમાં ઈન્ટરેસ્ટ ક્રેડિટ કરીશું.
 
ડિસેમ્બરમાં ક્લિયર કર્યો હતો ઈન્ટરેસ્ટ રેટ
 
ઈપીએફઓ વિશે નિર્ણય લેનારી મુખ્ય બોડી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટસ્ટ્રીઝે ગત વર્ષે ડિસેમ્બરમાં ઈપીએફઓ પર 8.65 ટકા ઈન્ટરેસ્ટ રેટ ડિકલેર કર્યો હતો. જોકે તે ગત વર્ષની સરખામણીમાં ઓછો છે. સીબીટી પીએફ ફન્ડમાં રોકવામાં આવેલી  રકમ પર મળનારા રિટર્નના આધારે ઈન્ટરેસ્ટ ડિકલેર કરે છે.
 
ઈપીઓની પાસે છે સરપ્લસ 160 કરોડ રૂપિયા
 
મેમ્બર્સને પીએફ ડિપોઝિટ પર 8.65 ટકા ઈન્ટરેસ્ટ આપ્યા બાદ 160 કરોડ રૂપિયા સરપ્લસ છે. જો ઈપીએફઓએ 160 કરોડ રૂપિયાના સરપ્લસનો યુઝ કર્યો હોત તો મેમ્બર્સને પીએફ ડિપોઝિટ પર 8.8 ટકા ઈન્ટરસ્ટ આપી શકયા હોત.
 
ઈપીએફઓ પર હતું ઈન્ટરેસ્ટ રેટ ઓછું રાખવાનું દબાણ
 
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ફાઈનાન્સ મિનિસ્ટ્રી ઈપીએફઓ પર ઈન્ટરેસ્ટ રેટ ઓછો રાખવાનું દબાણ કરી રહી હતી. મિનિસ્ટ્રી ઈચ્છે કે ઈપીએફ પરનો ઈન્ટરસ્ટ રેટ પણ સ્મોલ સેવિંગ સ્કીમ પર મળી રહેલા ઈન્ટરસ્ટ રેટની આસપાસ રહે.
 
શેરબજારમાં ઈપીએફઓએ કર્યું છે રૂ.18,000 કરોડનુ્ં રોકાણ
 
ઈપીએફઓએ શેરબજારમાં લગભગ 18,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ગત વર્ષે આ સ્કીમ પર ઈપીએફઓને લગભગ 13 ટકાનું રિટર્ન મળ્યું છે. ઈપીએફઓ શેરબજારમાં હાલની ઈન્વેસ્ટમેન્ટની સીમા 10 ટકાથી વધારીને 15 ટકા કરવા પર વિચાર કરી રહ્યું છે.
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Now Epfo Will Credit Interest In Pf Account
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.