• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» No Plan To Withdraw 2000 Rupee Note Says Finance Minister Jaitly

2000ની નોટ પાછી નહિ ખેંચાય, નોટબંધીથી વ્યાજ દર ઘટ્યાઃ જેટલી

નવી દિલ્હીઃ નોટબંધી પછી સર્કયુલેશનમાં આવેલી 2000 રૂપિયાની નોટને બંધ કરવાની કોઇ યોજના નથી. નોટબંધીથી વ્યાજ દરમાં ઘટાડો થયો છે. શુક્રવારે લોકસભામાં બોલતા નાણાપ્રધાન અરુણ જેટલીએ આ નોટને પાછી ખેંચવાની અટકળોને નકારી કાઢી હતી. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે 8 નવેમ્બરે 500 અને 1000 રૂપિયાની મોટી નોટો પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી. સરકારના આ નિર્ણયથી દેશની 85 ટકા કરન્સી બહાર આવી ગઇ હતી. તે પછી 500 અને 2000ની નવી નોટો છાપલામાં આવી હતી. 12 લાખ કરોડ સર્ક્યુલેશનમાં આવ્યા...
 
- સંસદમાં જેટલીએ લેખિત જવાબમાં જણાવ્યું કે, `10 ડિસેમ્બર, 2016 સુધી 12.44 લાખ કરોડની કિંમતની 500 અને 1000 રૂપિયાની નોટો આરબીઆઇ પાસે કરન્સી ચેસ્ટમાં પાછી આવી.'
- `3 માર્ચ સુધી 12 લાખ કરોડની કરન્સી સર્ક્યુલેશનમાં આવી ચૂકી છે. જ્યારે 27 જાન્યુઆરીએ તે 9.92 લાખ કરોડ હતી. દેશના અર્થતંત્રને જોતા નવી નોટો છાપવામાં સમય લાગશે.'
- `નોટબંધી મારફત સરકારે બ્લેકમની, કરપ્શન, ટેરરિસ્ટ ફન્ડિંગ અને નકલી નોટો પર કડક કાર્યવાહી કરી. તેનો ફાયદો એ થયો કે બેન્કોમાં વધારે કેશ જમા થઇ શકી અને વ્યાજ દર ઘટી ગયો.'
- `નોટબંધી પછી બેન્ક અને એટીએમમાંથી કેશ ઉપાડવા પર જે નિયંત્રણો હતા તે ધીમે ધીમે હટાવી લેવાયા છે.'
 
દેશમાં આશરે 9,000થી વધારે વિલફૂલ ડિફોલ્ટર્સ
 
બીજી બાજુ, કેન્દ્રના રાજ્યકક્ષાના નાણાપ્રધાન સંતોષ ગંગવારે રાજ્યસભામાં જણાવ્યું કે, `દેશમાં આશરે 9130 વિલફુલ ડિફોલ્ટર્સ (જાણી જોઇને દેવું ચૂકતે નહિ કરનારા લોકો) છે.'
- `તેમના પાસેથી રૂ.91,155 કરોડની લોનો વસૂલવાની બાકી છે. વસૂલાત માટે 2000થી વધારે એફઆઇઆર કરવામાં આવી છે. આવા લોકોના નામ ફોટો પણ વેબસાઇટ પર જાહેર કરવામાં આવે છે.'
- ગંગવારે જણાવ્યું કે, `લિકર બિઝનેસમેન વિજય માલ્યાએ યુપીએ સરકારમાં બેન્કો પાસેથી રૂ.8040 કરોડની લોનો લીધી હતી. હવે અમારી સરકાર તેને વસૂલ કરવાના પગલાં લઇ રહી છે.'
- `અમારી ભલામણ પર વિદેશ મંત્રાલયમાંથી માલ્યાના પાસપોર્ટને રદ કરવામાં આવ્યો છે. હાલમાં તે લંડનમાં રહે છે. તપાસ એજન્સીઓએ પણ તેમની વિરુદ્ધ સમન્સ ઇશ્યુ કર્યા છે.'
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: no plan to withdraw 2000 rupee note says finance minister Jaitly
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.