• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» No Charge On Card Payment In Petrol Pumps Will Levied Says Oil Minister

પેટ્રોલ પંપ પર 13 જાન્યુ. પછી પણ કોઇ ચાર્જ વિના કાર્ડથી પેમેન્ટ કરી શકાશેઃ ધર્મેન્દ્ર પ્રધાન

પેટ્રોલ પંપ પર 13 જાન્યુ. પછી પણ કોઇ ચાર્જ વિના કાર્ડથી પેમેન્ટ કરી શકાશેઃ ધર્મેન્દ્ર પ્રધાન
નવી દિલ્હીઃ પેટ્રોલ પંપ પર કાર્ડથી ફ્યુઅલ ખરીદવા ગ્રાહકોએ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) ચૂકવવું નહિ પડે. ઓઇલ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે ગ્રાહકોએ કાર્ડથી પેમેન્ટ કરવા પર કોઇ વધારાનો ચાર્જ ભરવાનો આવશે નહિ. પેટ્રોલ પંપો તરફથી ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ નહિ કરવાના નિવેદન પર પ્રધાને જણાવ્યું કે 13 જાન્યુઆરી પછી પણ બધા પ્રકારના કાર્ડ પેમેન્ટ માટે ઉપયોગમાં લઇ શકાશે. એટલું જ નહિ, તેમણે કહ્યું કે ઓઇલ કંપનીઓ અને બેન્કો પરસ્પર વિચારવિમર્શ કરી રહ્યા છે કે કોણે એમડીઆર ચાર્જ ભોગવશે.
 
PMOની દખલ પછી આમા મામલા પર રવિવારે મોડી રાત સુધી બેન્કો, સરકાર અને પેટ્રોલ પંપ એસોસિયેશન વચ્ચે વાતચીત ચાલી હતી. રાત્રે 11 વાગ્યે બેન્કોએ એસોસિયેશનને લેખિતમાં જણાવ્યું કે પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનની દરમિયાનગીરી પછી એમડીઆર (મર્ચન્ટ ડિસાઉન્ટ રેટ)ની વસૂલાત 13 જાન્યુઆરી સુધી ટાળી દેવાઇ હતી. પરંતુ સોમવારે એટલે કે 9 જાન્યુઆરીએ જ પ્રધાને આ નિર્ણય કર્યો.
 
પ્રધાને જણાવ્યું કે, પેટ્રોલ પંપ માલિકોને સરકારનો નિર્ણય માનવો પડશે. આ મામલો ઝડપથી ઉકેલાઇ જશે. બેન્ક અને પેટ્રોલ પંપ માલિકોએ સાથે બેસીને વિવાદ ઉકેલવો જોઇએ, જેથી લોકોને એક્સ્ટ્રા ચાર્જ ચુકવવો ન પડે.'
 
બેન્કોએ ડીલર્સને શનિવારે નોટિસ આપીને માહિતી આપી હતી કે દર ટ્રાન્ઝેક્શન પર 1 ટકા ચાર્જ લેવાશે. ડીલર્સનું કહેવું છે કે જો અમે દરેક ટ્રાન્ઝેક્શન પર 1 ટકા ચાર્જ આપીએ તો અમારું માર્જિન સાફ થઇ જાય.
 
બેન્ક અધિકારીઓ શું કહે છે
 
આ અંગે આઇસીઆઇસીઆઇ બેન્કના પ્રવક્તા કહે છે કે અમે સોમવારથી કાર્ડ પેમેન્ટ પર કોઇ ટ્રાન્ઝેક્શન ફી નહિ ચાર્જ કરીએ. જ્યારે એચડીએફસી બેન્કના પ્રવક્તાએ કહ્યું કે, જ્યાં સુધી હું જાણું છું કે સરકારના નોટિફિકેશન પછી ઇન્ડસ્ટ્રી તરફથી લેવાયેલો નિર્ણય છે. તેથી અમારે પહેલા ડીલર્સને આ અંગે સૂચના આપવી જરૂરી હતી.
 
1 ટકા ટ્રાન્ઝેક્શન ચાર્જ આપવાનો કોઇ વિકલ્પ નથી
 
ઓલ ઇન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનના પ્રેસિડન્ટ અજય બંસલનું કહેવું છે કે અમને એવી નોટિસ મળી છે કે 9 જાન્યુઆરીથી દરેક આઉટલેટ પર કાર્ડ પેમેન્ટ પર 1 ટકા ટ્રાન્ઝેક્શન ચાર્જ લેવાશે. નોટબંધી પછી કેશ ક્રાઇસિસની સ્થિતિને સંભાળવા અનેક બેન્કોએ આઉટલેટ્સમાં કાર્ડ સ્વાઇપ મશીનો લગાવ્યા હતા હવે દરેક ટ્રાન્ઝેક્શન પર 1 ટકા ચાર્જ લેવાની વાત થઇ રહી છે. ડીલર્સનો નફો પ્રતિ લિટરના હિસાબે નક્કી થાય છે. જો 1 ટકા ચાર્જ દરેક ટ્રાન્ઝેક્શન પર ચુકવવાનો આવે તો તેમનો નફો સાફ થઇ જશે. તેથી ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ બંધ કરવો તે જ વિકલ્પ અમારી પાસે છે.
 
કાર્ડ પેમેન્ટ પર મળતી હતી છૂટ 

જોકે, બેન્કોએ કસ્ટમર યુઝિંગ કાર પર કોઇ લેવી નથી લગાવી. ઉલ્લેખનીય છે તેની પહેલા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી)એ પેટ્રોલ પંપ પર કાર્ડથી પેમેન્ટ કરવા પર 0.75 ટકા ડિસ્કાઉન્ટ આપવાની ઓફર કરી હતી. આ રીતે પેટ્રોલ અને ડીઝલની ખરીદી પર કેશબેકની રીતે આ છૂટ મળતી હતી. ટ્રાન્ઝેક્શનના ત્રણ દિવસ પછી આ ડિસ્કાઉન્ટ યુઝરના એકાઉન્ટમાં જમા થતું હતું.
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: no charge on card payment in petrol pumps will levied says oil minister
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.