• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» Nation Health Policy Launched To Provide Healthcare Services To All

નવી હેલ્થ પોલિસીઃ જીડીપીના 2.5% ખર્ચ થશે, તમામના હેલ્થ કાર્ડ બનશે, ગરીબોને ફ્રી સારવાર

નવી દિલ્હીઃ હેલ્થકેર સેક્ટરમાં ફેરફાર કરવા માટે નેશનલ હેલ્થ પોલિસીને મંજૂરી આપવામાં આવી છે. નવી પોલિસી હેઠળ સરકાર હેલ્થકેર પર જીડીપીના 2.5 ટકા જેટલો ખર્ચ કરશે. દેશમાં દરેક નાગરિકને સરકારી યોજનાઓનો લાભ મળી શકે તેના માટે બધાના હેલ્થકાર્ડ બનાવાશે. પ્રાઇમરી હેલ્થ સેન્ટર્સ અને જિલ્લા હોસ્પિટલોમાં અપગ્રેડેશન કરવામાં આવશે. સરકારનો ટાર્ગેટ છે કે દેશના 80 ટકા લોકોને સરકારી હોસ્પિટલોમાં ક્વોલિટી સારવાર મળી શકે.
 
66 ટકા ખર્ચ પ્રાઇમરી હેલ્થ સેન્ટર પર
 
સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ પણ એ વાતની જાણકારી લોકસભામાં આપી છે. સ્વાસ્થ્ય મંત્રીનું કહેવું છે કે નેશનલ હેલ્થ પોલિસીમાં તમામને નિશ્ચિત સ્તર પર બેઝિક હેલ્થ કેરની સુવિધા મળશે. તેમણે કહ્યું કે હેલ્થકેર પર ખર્ચના 66 ટકા પ્રાઇમરી હેલ્થ સેન્ટર્સ પર ખર્ચાશે. સરકારી હોસ્પિટલોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું બનાવાશે. તેમને અપગ્રેડેશન માટે પીપીપી મોડલનો પણ ઉપયોગ કરી શકાશે. સરકારનો ટાર્ગેટ છે કે ઓછી આવક ધરાવતા લોકોને સરકારી હેલ્થ સેન્ટર પર દવા અને તપાસની સુવિધા સાથે સારવાર પણ મફત મળે.
 
પબ્લિક હેલ્થ સેન્ટરમાં દરેક પ્રકારની સુવિધા

અત્યાર સુધીમાં પબ્લિક હેલ્થ સેન્ટરમાં કેટલીક ખાસ પ્રકારની તપાસની સુવિધા છે. નવી પોલિસીમાં હવે એવા સેન્ટરો પર પણ ડાયાગ્નોસ્ટિક તપાસથી લઇને દરેક પ્રકારની સુવિધા હશે. નોન-કમ્યુનિકેબલ (બિનચેપી) રોગોના ઇલાજની પણ સુવિધા હશે. જ્યારે પોલિસીમાં ઇન્સ્યોરન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ દર્દીઓને તેનો લાભ મળી શકશે.
 
બધાના બનશે હેલ્થકાર્ડ

જેપી નડ્ડાએ જણાવ્યું કે દેશભરમાં દરેક નાગરિકના આરોગ્યને સુરક્ષિત રાખવા માટે ઇલેક્ટ્રોનિક હેલ્થ રેકોર્ડ રાખવાની શરૂઆત કરાશે. આ માટે બધાના હેલ્થકાર્ડ બનાવાશે. હેલ્થ કાર્ડમાં બધાના ડેટા રહેશે. તેનો ફાયદો એ થશે કે કોઇ હેલ્થ સેન્ટર પર કાર્ડ બતાવીને ઇલાજ શરૂ થઇ શકશે. આ ડેટા એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં સરળતાથી ટ્રાન્સફર થઇ શકશે.
 
10 હજાર લોકો પર બે બેડની સુવિધા

નેશનલ હેલ્થ પોલિસીમાં હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારવામાં આવશે. તેને દર 10,000 દર્દીઓના રેશિયોમાં 2 બેડ કરાશે. હાલ આ સંખ્યા 1 છે. જ્યારે જીડીપીના 2 ટકા હેલ્થકેર પર ખર્ચ કરવામાં આવશે.
 
હોસ્પિટલ સારવાર કરવાનો ઇન્કાર નહિ કરી શકે

નેશનલ હેલ્થ પોલિસી અનુસાર હવે દર્દીને કોઇ પણ હોસ્પિટલ ઇલાજ કરવાનો ઇન્કાર નહિ કરી શકે. નિષ્ણાતો પાસે સારવાર કરાવવા લોકોએ સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં જવાની છૂટ હશે. સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ ખાનગી હોસ્પિટલો માટે એવી સારવાર માટે નિશ્ચિત રકમ અપાશે. ઉલ્લેખનીય છે કે દેશમાં સારવારની વાત કરીએ તો આશરે 70 ટકા હિસ્સો ખાનગી સેક્ટરનો છે. પરંતુ ખાનગી હોસ્પિટલોમાં ખર્ચ ઘણો વધારે આવે છે.
 
પ્રાઇવેટ હેલ્થ સેક્ટરનો પણ થશે વિસ્તાર

નેશનલ હેલ્થ પોલિસી હેઠળ પ્રાઇવેટ હેલ્થ સેક્ટરને વિસ્તારવાનો પણ રોડમેપ છે. હેલ્થ સેક્ટરમાં 100 ટકા એફડીઆઇ અને ડાયરેક્ટ ટેક્સને ઘટાડીને સરકારનું ફોકસ પ્રાઇવેટ હેલ્થ સેક્ટર પર પણ છે. સરકારના હેલ્થ સેક્ટરમાં જાહેર ખર્ચ પર પણ ફોકસ છે.
 
આગળ વાંચો- રાજ્યો પણ અપનાવી શકશે આ મોડલ...
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Nation Health Policy launched to provide healthcare services to all
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.