• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» Modi Government Is Not Ready To Accept Facts, Fearing Own Incomplete Planning

ફેક્ટ્સને સ્વીકાર કરવા તૈયાર નથી મોદી સરકાર, અધકચરા પ્લાનિંગનો ડર

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર ઇકોનોમિક મોર્ચે નબળી સ્થિતિને સ્વીકાર કરવા તૈયાર નથી. આજ કારણ છે કે ચાલુ નાણાંકિય વર્ષ 2016-17ના સાત મહિનાના આંકડાના આધારે જીડીપી 7.1 ટકા રહેવાનું અનુમાન લગાવાયું છે. પરંતુ નવેમ્બરમાં નોટબંધી પછી ઇકોનોમી પાટા પરથી ઉતરી ગઇ છે અને જીડીપી ગ્રોથ રેટ 2 ટકા સુધી ઘટવાનું અનુમાન છે. તેમ છતાં આ અંદાજોમાં બે આંકડા એવા છે જે ઇકોનોમી અને નોકરીઓમાં ખરાબ હાલતના સંકેત આપી રહ્યા છે.
 
નોકરીઓની તકો ઘટી
 
આંકડા અનુસાર ગ્રાસ ફિકસ્ડ કેપિટલ ફોર્મેશન (જીએફસીએફ)માં બે ટકા ઘટાડો આવ્યો છે. જે સ્પષ્ટ સંકેત આપે છે કે નવી ઉત્પાદન ક્ષમતામાં રોકાણ નથી આવી રહ્યું. આમેય ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છેલ્લા બે વર્ષથી જોવા નથી મળ્યા. તો બીજી તરફ સીએસઓએ મેન્યુફેકચરિંગમાં ઇન્ફોર્મલ સેકટરની કેવળ 23 ટકા હિસ્સેદારી બતાવી છે. જે જમીની હકીકતથી વિરૂદ્ધ છે. તેનો હિસ્સો ઘણો વધારે છે અને નોટબંધીને સૌથી વધુ માર તેને પડ્યો છે. મોટાભાગના કોન્ટ્રાક્ચ્યુઅલ લેબરને કામથી હટાવી દેવામાં આવ્યા છે.
 
કન્સ્ટ્રક્શન સેકટરની ખરાબ હાલત
 
કન્સ્ટ્રકશન સેકટર જે કૃષિ પછી બીજુ સૌથી વધુ રોજગારી આપવાનું સેકટર છે તેના ગ્રોથમાં બે આંકડાનો ઘટાડો આવ્યો છે. આ સેકટરમાં કરોડો અનસ્કિલ્ડ લોકોએ રોજગારી ગુમાવી છે. 

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.