• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» Many Industries Felt A Jolt Due To Negative Impact Of Demonetisation

આ સત્તાવાર આંકડા કહે છે નોટબંધીથી ઓટો, રીયલ એસ્ટેટ, બેન્ક, SMEના થયા બૂરા હાલ

નવી દિલ્હીઃ નોટબંધીની જાહેરાતને 60 દિવસ થઇ ગયા છે. મોદી સરકારની 50 દિવસની ડેડલાઇન પણ પૂરી થઇ ગઇ. પરંતુ હજુ સ્પષ્ટ નથી કે નોટબંધીની શું અસર થઇ. નાણાપ્રધાન એક બાજુ ઇનડારેક્ટ ટેક્સમાં વધારો થયાના આંકડા આપીને એવું પુરવાર કરવાનો પ્રયત્ન કરે છે કે નોટબંધીથી કોઇ નેગેટિવ અસર થઇ નથી. પરંતુ ઓટો, રીયલ એસ્ટેટ પર આરબીઆઇ અને એસએમઇના આંકડા મોદી સરકારની વાતોને જૂઠી બતાવી રહ્યા છે. એવામાં એ પ્રશ્ન થાય છે કે જે ઇન્ડસ્ટ્રી અને લોકો સીધા નોટબંધીથી અસર પામી રહ્યા છે અને તેમના પર નકારાત્મક અસર પડી રહી છે ત્યારે સરકારના દાવાઓને કેટલા સાચા માનવા. બેન્કોની ક્રેડિટ ગ્રોથ 60 વર્ષના નીચા સ્તરે...
 
બેન્કોનો ક્રેડિટ ગ્રોથ 60 વર્ષના તળિયે

- આરબીઆઇના આંકડા અનુસાર, 23 ડિસેમ્બરે બેન્કોનો ક્રેડિટ ગ્રોથ ઘટીને 5.1 ટકા થઇ ગયો, જે છેલ્લા અનેક દાયકાના નીચા સ્તરે છે.
- અર્થશાસ્ત્રીઓના મતે, બેન્કોની ક્રેડિટ ગ્રોથમાં આટલો ઘટાડો ચિંતાજનક છે.
- ઇકોનોમિસ્ટ ડી.એચ. પનિંદરકરે moneybhaskar.comને જણાવ્યું કે ક્રેડિટ ગ્રોથ 60 વર્ષના નીચા સ્તરે છે.
 
ઓટો સેલ્સમાં 16 વર્ષનો સૌથી મોટો ઘટાડો

- કોઇ પણ ઇકોનોમીની સ્થિતિને સમજવા માટે ઓટો સેક્ટરના આંકડા મહત્ત્વના ગણાય છે, પરંતુ મંગળવારે જાહેર થયેલા ઓટોમોબાઇલ કંપનીઓના વેચાણના આંકડા ઇકોનોમી માટે ગંભીર સંકેત આપી રહ્યા છે.
-સોસાયટી ઓફ ઇન્ડિયા ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ અનુસાર, ડિસેમ્બરમાં ઓટો સેલ્સ 16 વર્ષના નીચા સ્તરે આવી ગયું હતું.
- સિઆમના ડીજી વિષ્ણુ માથુરે કહ્યું કે, બધી કેટેગરીની કુલ સેલ્સમાં ડિસેમ્બર 2000 પછીનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. તે વખતે વેચાણમાં 21.81 ટકાનો ઘટાડો થયો હતો.
- નોટબંધીના કારણે કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ નેગેટિવ થઇ ગયું છે. ડિસેમ્બરમાં કુલ વ્હિકલ સેલ્સ પણ 18.66 ટકા ઘટી ગયું છે.
 
રીઅલ એસ્ટેટમાં વેચાણ 44 ટકા ગબડ્યું

- રીયલ એસ્ટેટ સેક્ટરની એજન્સી નાઇટ ફ્રેંકે મંગળવારે બહાર પાડેલા રીપોર્ટ `ઇન્ડિયા રીયલ એસ્ટેટ' અનુસાર, નોટબંધીના કારણે આ સેક્ટરને મોટું નુકસાન થયું છે.
- નોટબંધીના નિર્ણયના કારણે ઇન્ડસ્ટ્રીના વેચાણમાં આશરે 44 ટકા ઘટાડો નોંધાયો છે. તેના કારણે ઇન્ડસ્ટ્રીને આશરે રૂ.2600 કરોડનું નુકસાન થયું છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો, એસએમઇ સેક્ટરમાં 25 ટકા ઘટાડો... સરકારના ગ્રોથના અંદાજ પર સવાલ...
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: many industries felt a jolt due to negative impact of demonetisation
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.