• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» Know How Noteban Gives Benefits To India

નોટબંધીથી દેશને થયા આ ત્રણ ફાયદા, જાણો ઈકોનોમિને કેટલા રૂપિયાનો થયો બેનિફીટ

નવી દિલ્હીઃ મોદી સરકારે કરેલા નોટબંધીના નિર્ણયને કારણે દેશના લોકોને તો થોડો સમય હેરાનગતિ સહન કરવાનો વારો આવ્યો હતો. પરતું આ પગલાથી દેશને કેટલો ફાયદો થયો તે જાણવાની તમને પણ ઈચ્છા હશે. સરકારના એક ઉચ્ચસ્તરીય રીપોર્ટમાં આ સ્ટેપ્સના કારણે દેશને 5 લાખ કરોડ રૂપિયાનો ફાયદો થયો હોવાનું કહેવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ આ ફાયદા વિશે વિગતે....
 
મેલ ટુડેના રિપોર્ટ પ્રમાણે, ગત વર્ષે 8 નવેમ્બરે વડાપ્રધાને અચાનક લીધેલા નિર્ણયથી આપણી ઈકોનોમિમાં લગભગ 17.77 લાખ કરોડ રૂપિયાના મુલ્યના નોટ ચલણમાં હતી. જે મે-2017 આવતા-આવતા ઉપયોગ કરવામાં આવી રહેલી બેન્ક નોટોનું મુલ્ય લગભગ 19.25 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું. એપ્રિલના અંતમાં ભારતીય રિઝર્વ બેન્કે જાહેર કરેલા આંકડા પ્રમાણે, કુલ 14.2 લાખ કરોડ રૂપિયાની નોટો ચલણમાં છે, તેના અર્થ એ થાય છે કે હાલ અર્થવ્યવસ્થામાં કેશની હાજરી નોટબંધી ન કરવામાં આવેલી હાલતની સરખામણીમાં લગભગ 5 કરોડ રૂપિયા ઓછી છે. તેનાથી એ પણ ખ્યાલ આવે છે કે લોકોની પાસે રાખવામાં આવતી કેશની સંખ્યામાં ઘટાડો થયો છે. કારણ કે આ રીતે ઘરમાં પડેલા પૈસાનું અર્થવ્યવસ્થાના વિકાસમાં કોઈ પણ પ્રકારનું યોગદાન હોતું નથી. આ કારણે તેની સંખ્યામાં ઘટાડો આવ્યો તે દેશ માટે ફાયદાકારક છે.
 
આ રિપોર્ટના જાણાવ્યા પ્રમાણે, નોટબંધીના બીજા ફાયદાઓમાં ટેકસના આધારને વધારવો, ડિજિટલ લેવડ-દેવડમાં વધારો, બેન્ક જમામાં વધારો અને હાઉસિંગ સેકટરમાં મજબુતાઈ સામેલ છે. 
 
આગળની સ્લાઈડમાં જાણો, પ્રાઈવેટ ટેકસમાં બે વર્ષમાં થશે વધારો...
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know how noteban gives benefits to India
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.