• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» Jaitley Could Not Take The Bold Decisions In The budget2017-18

અસાધારણ સમયમાં સાધારણ બજેટ, આશાઓ રહી ગઇ અધૂરી

નવી દિલ્હીઃવડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાં પ્રધાન અરૂણ જેટલીની જોડી પાસેથી દેશને બુધવારે સવારે ઘણી આશાઓ હતી. હકીકતમાં નોટબંધીના ઝટકા પછી નબળા વિકાસ દરના ચક્રમાં ફસાયેલી દેશની ઇકોનોમી માટે અસાધારણ સમય છે. તો જેટલીનું બજેટ ઘણું જ સાધારણ છે. આ બજેટમાં કોઇ બોલ્ડ રિફોર્મ નથી. ત્યારે જે મોટી આશાઓ હતી તે અધૂરી રહી ગઇ છે.
 
24.47 લાખ કરોડ ટેક્સથી એકઠા કરવાનું ટાર્ગેટ
 
નાણાં પ્રધાન જેટલીએ બુધવારે આગામી નાણાંકીય વર્ષ 2017-18 માટે 21.47 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરી દીધું. પ્લાન અને નોન પ્લાનના અંતરને સમાપ્ત કરવાના સહિત આ બજેટ ઘણી રીતે અલગ છે. પરંતુ નોટબંધી પછી આ બજેટમાં કોઇ મોટી જાહેરાતો નથી થઇ. 5 લાખની આવક પર ટેક્સ રેટ 10 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવ્યો. જેટલીની આ જોગવાઇથી સરકારે 22,700 કરોડ રૂપિયાનું રેવન્યૂ નુકસાન થશે. તો બીજી તરફ કર પ્રસ્તાવોમાં કરવામાં ફેરફારોથી 2700 કરોડની વધારાની રેવન્યૂ થશે. કુલ મળીને 20 હજાર કરોડના રેવન્યૂ લોસની વાત કરવામાં આવી છે. આડકતરા વેરાની જોગવાઇ દ્ધારા 75 હજાર કરોડ રૂપિયાનો નવો કર બોજ લોકો પર નાંખવામાં આવ્યો છે.
 
જુની વાતો પર વધુ ફોકસ
 
જેટલીએ 10 મુદ્દા પર કેન્દ્રીત રાખવાની વાત બજેટમાં કરી છે. ફાઇનાન્સિયલ સેકટર, ડિજિટલ ઇકોનોમી, સાર્વજનિક સેવાઓ, સારૂ ફિસ્કલ મેનેજમેન્ટ અને કર પ્રશાસન. પરંત બજેટમાં આ સેકટરમાં કોઇ ક્રાંતિકારી પગલાની વાત કરવામાં નથી આવી.
 
ન જોવા મળ્યા બિગબેંગ રિફોર્મ
લોકોને આશા હતી કે નોટબંધી પછી ઇકોનોમીને લાગેલા ઝટકાની નુકસાન ભરપાઇ કરવા સરકાર બિગ બેંગ રિફોર્મ બજેટમાં જાહેર કરશે. પરતુ ઇન્કમ ટેક્સમાં મામૂલી ફેરફાર કરવાની સાથે ઇનડાયરેકટ ટેક્સમાં કોઇ ફેરફાર નથી કરવામાં આવ્યા. 80સી હેઠળ રોકાણ છૂટ મર્યાદામાં કોઇ ફેરફાર નથી કર્યો. પાંચ રાજ્યોમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોઇ ટેક્સ ફેરફાર નથી થયો તેમ લાગે છે.
 
રિયલ એસ્ટેટને બૂસ્ટ આપવાની કવાયત
 
આ બજેટમાં જેટલીએ સોશ્યલ સેકટર વેલફેર માટે કોઇ મોટી સ્કીમ જાહેર નથી કરી. બજેટના માત્ર 1.48 ટકા સોશ્યલ સેકટરને ફાળવ્યા છે. એફોર્ડેબલ સેકટરને ઇન્ફ્રાસ્ટ્રક્ચરન દરજ્જો આપ્યા પછી રિયલ એસ્ટેટ સેકટર માટે કેટલાક પગલા જરૂર ભરવામા આવ્યા છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો એગ્રી સેકટર માટે ઉઠાવેલા પગલા....
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Jaitley Could Not Take The Bold Decisions In The budget2017-18
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.