• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» IT Department Seized Worth Rs.600 Crores Banami Properties

આઇટી વિભાગે રૂ.600 કરોડની બેનામી પ્રોપર્ટી જપ્ત કરી, કેટલીકમાં નોકરોના નામ

નવી દિલ્હીઃઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ બેનામી સંપત્તિ અને ટ્રાન્ઝેક્શન વિરુદ્ધ દેશભરમાં કાર્યવાહી કરી રહ્યું છે. તાજેતરમાં ડિપાર્ટમેન્ટે 400 બેનામી ટ્રાન્ઝેક્શન શોધી કાઢ્યા છે. તેમાં 240 કિસ્સામાં 600 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત થઇ છે. તેમાં અનેક મિલકતો એવી છે જે નોકરોના નામે છે. કાર્યવાહી બેનામી ટ્રાન્ઝેક્શન (પ્રોહિબિશન) એક્ટ, 2016 હેઠળ કરવામાં આવી રહી છે. ગુજરાત, મુંબઇ, દિલ્હી સહિતના સ્થળોએ આ કાર્યવાહી કરવામાં આવી છે.
 
ડિપાર્ટમેન્ટે દેશભરમાં 24 બેનામી પ્રોહિબિશન યુનિટ્સ તૈયાર કર્યા

- ન્યુઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે 23 મે સુધી 400 બેનામી ટ્રાન્ઝેક્શનનો પતો લગાવ્યો છે. તેમાં બેન્ક ડિપોઝિટ, પ્લોટ અને જમીનોનો સમાવેશ થાય છે. કેટલાક કિસ્સામાં જ્વેલરી પણ મળી છે. એટેચ કરાયેલી પ્રોપર્ટીની કિંમત આશરે રૂ.600 કરોડ જેટલી છે. જે સ્થળોએ આ કાર્યવાહી થઇ છે તેમાં મુંબઇ, દિલ્હી, ગુજરાત, કોલકાતા, રાજસ્થાન અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે.
- આઇટી ડિપાર્ટમેન્ટે દેશભરમાં 24 બેનામી પ્રોહિબિશન યુનિટ્સ તૈયાર કર્યા છે.
 
નોકરોના નામે હતી પ્રોપર્ટીઝ
 
- ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે મધ્યમપ્રદેશના જબલપુરમાં એક બેનામી સંપત્તિ એવી મળી આવી કે જે એક ડ્રાઇવરના નામે હતી. જ્યારે તેના માલિક એક કંપનીના માલિક હતી. આ જમીન 7.7 કરોડ રૂપિયાની હતી. આ રીતે રાજસ્થાનમાં નવ જેટલી એવી પ્રોપર્ટી શોધવામાં આવી છે જેમના માલિક એક જ્વેલર છે. પરંતુ આ પ્રોપર્ટી તેના નોકરના નામે હતી.

- મુંબઇમાં એક વ્યક્તિ પાસે ઘણી બધી સ્થાવર મિલકતો મળી આવી છે. આ બધી શેલ કંપનીઓના નામે હતી. જે માત્ર કાગળ પર છે. કોલકાતામાં પણ એવી અનેક પ્રોપર્ટી જપ્ત કરવામાં આવી છે.

- આઇટી ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે છેલ્લા એક મહિનામાં 10 સીનિયર અધિકારીઓના ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે.
 
શું છે બેનામી એક્ટ

- સરકારે ગયા મહિને નવેમ્બરમાં બેનામી ટ્રાન્ઝેક્શન (પ્રોહિબિશન) એક્ટ, 2016 લાગુ કર્યો હતો. હવે આ એક્ટના આધાર પર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ એક્ટ હેઠળ સાત વર્ષની જેલ અને દંડ લગાવી શકાય છે.

- નવા એક્ટમાં બેનામી પ્રોપર્ટીઝ વિશે સમજ આપવામાં આવી છે. તેમાં સ્પષ્ટ છે કે એવી પ્રોપર્ટી બેનામી માનવામાં આવશે કે જે કોઇ અન્યના નામે છે અને તેનો ફાયદો કોઇ અન્યને મળી રહ્યો છે.
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: IT department seized worth Rs.600 crores Banami properties
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.