• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Foreign Trade» India Banned Milk, Mobile Phones Import From China

ભારતે ચીનમાંથી આયાત કરાતા દૂધ અને મોબાઈલ ફોન પર પ્રતિબંધ લગાવ્યો

ભારતે ચીનમાંથી આયાત કરાતા દૂધ અને મોબાઈલ ફોન પર પ્રતિબંધ લગાવ્યો
 
નવી દિલ્હીઃ ભારતે ચીનમાંથી આયાત કરવામાં આવતા દૂધ અને તેની બનાવટો પર પ્રતિબંધ મૂકયો છે. આ સિવાય ચાઈનામાંથી આયાત કરવામાં આવતા કેટલાક મોબાઈલ ફોન્સ અને અન્ય પ્રોડક્ટ્સ પર પણ બેન મૂકવામાં આવ્યો છે. આ પ્રોડકટ્સ સબ-સ્ડાન્ડર્ડ અને સિકયુરિટી કોડનું પાલન ન કરતી હોવાનું પ્રકાશમાં આવતા આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ અંગે કોમર્સ મિનિસ્ટર નિર્મલા સિતારામને લોકસભામાં જણાવ્યું હતું કે, ચાઈનાના મિલ્ક અને મિલ્ક પ્રોડકટની કવોલિટી યોગ્ય ન હોવાને કારણે ભારતે તેની આયાત પર પ્રતિબંધ મૂકયો છે.
 
સિતારામને વધુમાં જણાવ્યું હતું કે, જે મોબાઈલ ઈન્ટરનેશનલ સ્ટેશન ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી નંબર તથા અન્ય સિકયુરિટી ફિચર્સ ધરાવતા નથી તેમને ચીનમાંથી ઈમ્પોર્ટ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સિવાય કેટલીક સ્ટીલ પ્રોડકટ્સની પણ ચીનમાંથી આયાત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
 
પ્રતિબંધ વિશે તેમણે કહ્યું કે, હાલ WTO રૂલ્સના કારણે કોઈ પણ દેશ પર ઈમ્પોર્ટ અંગેનો સંપૂર્ણ પ્રતિબંધ લાદી શકાય તેમ નથી. સંપૂર્ણ પ્રતિબંધ ડિપ્લોમેટિકલી, ટેરિટોરિયલી અથવા મિલિટરલી સમસ્યા હોય તો પણ લાદી શકાય તેમ નથી. 
 
કોમર્સ મિનિસ્ટરે વધુમાં જણાવ્યું હતું કે, ચાઈના સાથેનો ભારતનો ટ્રેડ ડેફિસિટ વર્ષ 2015-16 (એપ્રિલ-ફેબ્રુઆરી) દરમિયાન 48.68 બિલિયન યુએસડી રહ્યો હતો. આ દરમિયાન દ્વિપક્ષી વ્યાપાર 65.16 બિલિયન યુએસડી રહ્યો હતો. 
 
ચાઈના સાથેનો સતત વધી રહેલો ટ્રેડ ડેફિસિટ એ વાતનો પરિચય આપે છે કે, ચાઈના દ્વ્રારા ભારતમાં જે એકસપોર્ટ કરવામાં આવે છે તેમાં મોટા ભાગે મેન્યુફેકચર્ડ આઈટમનો સમાવેશ થાય છે. આ આઈટમો પણ મોટા ભાગે ટેલિકોમ  અને પાવર સેકટરની હોય છે. જયારે ભારતમાંથી જે વસ્તુ ચાઈનામાં નિકાસ કરવામાં આવે છે તે પ્રાઈમરી અથવા તો ઈન્ટરમિડિએટ પ્રોડકટ છે.   
 
(Foreign Trade Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: India banned milk, mobile phones import from China
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.