• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» I T Department Warns Of 100 Per Cent Penalty Of Cash Of Rs.2 Lakh And Above It

2 લાખ રૂપિયા કેશ ટ્રાન્ઝેક્શન પર સરકારની ચેતવણી, 100 ટકા પેનલ્ટી થશે

નવી દિલ્હીઃ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે લોકોને 2 લાખ રૂપિયા કે તેનાથી વધારે કેશ ટ્રાન્ઝેક્શન કરવા સામે ચેતવણી આપી છે. વિભાગે જણાવ્યું છે કે 2 લાખ રૂપિયા કે તેનાથી વધારે રકમ રોકડમાં લેવાથી તેટલી રકમની પેનલ્ટી ચુકવી પડશે.
 
કેશ ટ્રાન્ઝેક્શન અંગે આપો જાણકારી

ઇન્કમ ટેક્સ વિભાગે લોકોને સલાહ આપી છે કે જો તેમને એવા ટ્રાન્ઝેક્શન અંગે માહિતી મળે તો તે 'blackmoneyinfo@incometax.gov.in' પર મેઇલ કરીને જાણકારી આપી શકે છે.
 
1 એપ્રિલથી 2 લાખ રૂપિયા કેશ ટ્રાન્ઝેક્શન પર પ્રતિબંધ
 
કેન્દ્ર સરકારે 1 એપ્રિલથી 2 લાખ રૂપિયા કે તેનાથી વધુ રકમની રોકડ લેવડ દેવડ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. સરકારે ફાઇનાન્સ એક્ટ, 2017માં આ પ્રકારની જોગવાઇ કરી છે.
 
બ્લેકમની પર અંકુશ લગાવવામાં મળશે મદદ

2 લાખ રૂપિયા કે તેનાથી વધારે મૂલ્યના ટ્રાન્ઝેક્શન પર પ્રતિબંધ લગાવવાના પગલાથી કાળા નાણાં પર અંકુશ લાવવાના તથા ડિજિટલ ઇકોનોમીને ઉત્તેનજ આપવામાં મદદ થશે.
 
નોટબંધી પછી આવી પીએમજીકેવાય સ્કીમ

મોદી સરકારે નોટબંધી પછી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના લોન્ચ કરી હતી. આ સ્કીમ પ્રમાણે બ્લેક મની રાખનાર 50 ટકા ટેક્સ અને પેનલ્ટી ચુકવીને નાણાંને વ્હાઇટ કરી શકે છે. આ સ્કીમમાં અત્યાર સુધીમાં 5,000 કરોડના કાળા નાણાં જાહેર થયા છે.
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: I T department warns of 100 per cent penalty of cash of Rs.2 lakh and above it
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.