• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» GSTN Meets Service Providers, Assures Timely Release Of Interface Software

GST કાઉન્સિલે 66 પ્રોડક્ટ્સના રેટ ઘટાડ્યા, ઈન્સ્યુલિન પર 5 ટકા ટેક્સ

નવી દિલ્હીઃ જીએસટી કાઉન્સિલની રવિવારે થયેલી બેઠકમાં 66 પ્રોડકટસના રેટ ઘટાડવામાં આવ્યા છે. ફાઈનાન્સ મિનિસ્ટર અરૂણ જેટલીએ કાઉન્સિલની મિટિંગ બાદ પ્રેસ કોન્ફોરન્સમાં જણાવ્યું કે 133 જેટલી વસ્તુના જીએસટી રેટસને રિવ્યુ કરવાનો પ્રસ્તાવ મળ્યો હતો. તેમાંથી 66 જેટલી વસ્તુઓના રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તેમાં ઈન્સ્યુલિન પર ટેકસ રેટ 12 ટકામાંથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. ટામેટો કેચઅપ, પેક્ડ ફુડસ અને મસાલા સહિતની ઘણી પ્રોડકટ પર રેટ ઘટાડવામાં આવ્યા છે.
 
સરકાર 1 જુલાઈથી જીએસટી લાગુ કરવાનો દાવો પુરો કરવા માટે ખુબ જ ઝડપથી તૈયારી કરી રહી છે. જીએસટી નેટવર્કએ એક વાર ફરી જીએસટીને 1 જુલાઈથી લાગુ કરવાનો દાવો કર્યો છે.
 
ડ્રાફટ રૂલ્સને મળશે મંજૂરી
 
ફાઈનાન્સ મિનિસ્ટ્રી તરફથી આપવામાં આવેલા એક નિવેદન પ્રમાણે, આ મીટિંગમાં ડ્રાફટ જીએસટી રૂલ્સમાં સંશોધનને મંજૂરી, કેટલીક પ્રોડકટસના રેટને એડજસ્ટ કરવાના અને અલગ-અલગ ટ્રેડ, ઈન્ડસ્ટ્રી અને તેમના એસોસિએશન તરફથી આવેલા સુચનો પર વિચાર વિમર્શ થશે. 11 જુને થનારી મીટિંગ જીએસટી લાગુ થતા પહેલાની કદાચ છેલ્લી મીટિંગ હોઈ શકે છે. કારણ કે 1 જુલાઈથી જીએસટી લાગુ કરવાની સરકાર તૈયારી કરી રહી છે.
 
જીએસટી સુવિધા પ્રોવાઈડર્સને કરવાના રહેશે ઓડિટ
 
જીએસટીએનએ શુક્રવારે રિટર્ન ફાઈલ કરવા અને અન્ય કમ્પલાયન્સના પસંદ કરવામાં આવેલા 34 જીએસટી સર્વિસ પ્રોવાઈડર્સની મીટિંગ બોલાવી હતી. જેમાં તેમને સમય પર ઈન્ટફેસ સોફટવેર રિલિઝ કરવાનો ભરોસો આપવામાં આવ્યો હતો. શનિવારે બહાર પાડવામાં આવેલા ઓફિશિયલ સ્ટેટમેન્ટ પ્રમાણે, 'જીએસપીએસને જણાવવામાં આવ્યું કે જીએસટી સિસ્ટમ સાથે જોડાતા અને ડેટા નાખતા પહેલા સીઆઈઆરટી-આઈએનની પેનલમાં સામેલ એક ઓડિટર પાસે આઈએસઓના સ્ટાન્ડર્ડ અંતર્ગત પોતાની સિસ્ટમનું ઓડિટ કરાવવાનું રહેશે'.
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: GSTN Meets Service Providers, Assures Timely Release Of Interface Software
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.