• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Taxation» GST Will Be A Reality Soon As All States Were On Board Says Shaktikanta Das

1 જુલાઈથી લાગૂ થશે GST, તમામ રાજય સહમતઃ શક્તિકાન્ત દાસ

1 જુલાઈથી લાગૂ થશે GST, તમામ રાજય સહમતઃ શક્તિકાન્ત દાસ
નવી દિલ્હીઃ એક દશકાથી વધુ સમયથી અટકેલો ગુડસ એન્ડ સર્વિર્સિસ ટેકસ(જીએસટી) 1 જુલાઈ 2017થી લાગુ થઈ શકે છે. ઈકોનોમિક અફેર્સ સેક્રેટરી શક્તિકાંત દાસે મંગળવારે જણાવ્યું છે કે જીએસટી 1 જુલાઈથી લાગુ થઈ શકે છે. આ અંગે તમામ રાજયો સહમત થઈ ગયા છે. તેમણે જણાવ્યું કે જીએસટી ગેમચેન્જર હશે અને તે ઘણાં કન્ઝપ્શન ટેકસની જગ્યા લેશે. જીએસટી લાગૂ થવાથી ઈન્ડિયાની કોમ્પિટેટીવનેસ, ઈન્વેસ્ટમેન્ટ અને જોબ ક્રિએશન વધશે.
 
ગત જીએસટી મિટિંગ બાદ એમ કહેવામાં આવ્યું હતું કે જીએસટી એક જુલાઈથી લાગુ થઈ શકશે નહિ. ઘણા રાજયોએ શરૂઆતમાં ઈકોનોમિક અને પોલિટિકલ કારણોથી જીએસટીના ઘણા પ્રપોઝલનો વિરોધ કર્યો હતો. જીએસટી લાગુ થવાને કારણે સેન્ટ્રલ, સ્ટેટ, ઈન્ટરેસ્ટ અને લોકલ ટેકસ ખત્મ થઈ જશે. તેના સ્થાને સમગ્ર દેશમાં એક સિંગલ ટેકસ સિસ્ટમ લાગુ થશે. 
 
નાણા મંત્રી જેટલીએ શું કહ્યું?
 
નાણા મંત્રી જેટલીએ લંડનથી ન્યુઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે તમામ અટકળો છતાં અમને આશા છે કે જીએસટી 1 જુલાઈથી લાગુ થવાની સ્થિતિમાં આવી જશે. તેની સાથે જોડાયેલી તમામ પ્રોસેસ 15 સપ્ટેમ્બર સુધીમાં પુરી કરવામાં આવશે. આઝાદી પછીનો આ સૌથી મોટો ટેકસ રીફોર્મ છે. એકવાર લાગૂ થઈ ગયા બાદ આ તે સૌથી પ્રભાવશાળી ટેકસ સિસ્ટમ હશે. તેમણે કહ્યું કે કાયદાનો ડ્રાફટ તૈયાર થઈ ગયો છે. બે સપ્તાહ અગાઉ અમે ડ્રાફટને મંજૂરી આપી છે. માર્ચના પ્રથમ સપ્તાહમાં બીજા ડ્રાફટ લાવવામાં આવશે. સંસદનું સત્ર 9 માર્ચથી શરૂ થઈ રહ્યું છે.
 
4-5 માર્ચે થશે મીટિંગ
 
જીએસટી કાઉન્સિંલે જીએસટીને લાગૂ કરવા માટે પ્રપોઝડ 3 અન્ય બિલોના ડ્રાફટને મંજૂરી આપવાનું કામ અગામી મીટિંગ પર ટાળી દીધું છે. જે 4-5 માર્ચે થશે. તેમાં સેન્ટ્રલ જીએસટી, ઈન્ટીગ્રેટેડ જીએસટી અને સ્ટેટ જીએસટી બિલ સામેલ છે, જેના 5-6 પ્રોવિઝન્સની લીગલ લેગ્વેજને લઈને મંજરી એટકેલી છે.
 
4 ટેકસ રેટસનું પ્રપોઝલ
 
ગુડસ અને સર્વિસને જીએસટીના પ્રપોઝડ ચાર લેવલ ટેકસ રેટસ 5,12,18 અને 28 ટકામાં કેટેગરાઈઝ કરવામાં આવનાર છે. જીએસટી સંશોધિત બિલ સંસદમાંથી પાસ થયા બાદ દરેક સ્ટેટ એસેમ્બલીમાંથી સ્ટેટ જીએસટી એકટને મંજૂરી મળવી જરૂરી છે.
(Taxation Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: GST Will Be A Reality Soon As All States Were On Board Says Shaktikanta Das
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.